SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૦/-/૪૭૩ થી ૪૭૬ દૂર થાય છે. તેઓ કેવો ધર્મ કહે છે ? ઋજુ-સરળ, જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું નિરૂપણ કરીને. શાક્યો માફક સર્વ વસ્તુ ક્ષણિક છે, તેમ માનીને નહીં - કરેલાનો નાશ અને ન કરેલાનું આગમનાદિ માનીને નહીં. તેઓ પોતે છેદતા નથી પણ છેદનનો ઉપદેશ આપે છે. સિક્કા-ચાંદી વગેરે પોતે ન લે, પણ બીજા પાસે તેનો ક્રય-વિક્રય કરાવે છે. વળી સાંખ્યમતીઓ બધું પ્રસ્તુત, અનુત્પન્ન, સ્થિર એક સ્વભાવવાળું નિત્ય માનીને તેથી કર્મબંધ અને મોક્ષનો અભાવ થતો જાણીને તે દોષથી બચવા પ્રગટ અને ગુપ્ત ભાવનો આશ્રય લીધો ઇત્યાદિ કુટિલભાવ છોડીને સરળ અને તથ્ય ધર્મ કહ્યો. તથા સમ્યગ્ સધાય તેવા મોક્ષ કે મોક્ષમાર્ગ પ્રતિ આત્મા જેના વડે યોગ્ય રીતે સ્થપાય તે ધર્મ વડે આ ધર્મસમાધિ કહી અથવા ધર્મ કહ્યો અને ધર્મધ્યાનાદિ સમાધિ કહી. સુધર્માસ્વામી કહે છે - તે ધર્મ કે સમાધિ ભગવંતે કહી છે, તે તમે સાંભળો. તે આ પ્રમાણે - જેને આ લોક કે પરલોકના સુખની આકાંક્ષા તપઅનુષ્ઠાન કરતાં ન હોય તે અપ્રતિજ્ઞ. ભિક્ષાથી નિર્વાહ કરે તે ભિક્ષુ. ૨૧૭ તે જ પરમાર્થથી સાધુ છે, ધર્મ અને ધર્મસમાધિને પામેલો છે, જેને આરંભરૂપ પ્રાણીઓને દુઃખનું નિદાન ન હોય તે અનિદાન. એવે તે સાવધ અનુષ્ઠાન રહિત, સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન પામે છે અથવા અનિદાન-અનાશ્રવરૂપ કર્મોપાદાન રહિત સારી રીતે દીક્ષા પાળે અથવા નિચાણારહિત જ્ઞાનાદિમાં ચિત્ત રાખે અથવા નિદાન હેતુ કારણ જે દુઃખના છે, તે છોડીને કોઈને દુઃખ ન આપે તે અનિદાન થઈ સંયમમાં પરાક્રમ કરે. [૪૭૪] પ્રાણાતિપાત આદિ કર્મના નિદાનો [મૂળ] છે. આ પ્રાણાતિપાત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં ક્ષેત્ર પ્રાણાતિપાત કહે છે - સર્વ પ્રાણાતિપાત પ્રજ્ઞાપકની અપેક્ષાએ ઉર્ધ્વ-અધો-તીર્દિ દિશામાં જાણવો. અથવા ઉર્ધ્વઅધો-તિર્છારૂપ ત્રણ લોકમાં તથા પૂર્વ આદિ દિશા-વિદિશામાં ક્ષેત્ર-પ્રાણાતિપાત છે. દ્રવ્ય પ્રાણાતિપાત આ પ્રમાણે - ત્રાસ પામે તે ત્રસ, તે બેઇન્દ્રિયાદિ છે. સ્થાવરો પૃથ્વીકાયાદિ છે. ચ વડે પેટા ભેદ જાણવા. કાળ પ્રાણાતિપાત તે દિવસે કે રાત્રે જીવો હણવા તે. ભાવ પ્રાણાતિપાત કહે છે - આ પૂર્વોક્ત જીવોને હાથ-પગ વડે બાંધીને ઉપલક્ષણથી આ જીવોને બીજી રીતે કદર્શના કરી દુઃખ થાય, તેવું ન કરવું. અથવા એ જીવોને પોતાના હાથ-પગ સંયમમાં રાખી સંયતકાય થઈ ન હશે. = શબ્દથી ઉચ્છ્વાસ, નિઃશ્વાસ, ખાંસી, છીંક, વાતનિસર્ગાદિમાં સર્વત્ર મન-વચન-કાય કર્મથી સંયત થઈને ભાવસમાધિને પાળે તથા બીજાનું ન આપેલું ન ગ્રહણ કરે એમ કહી ત્રીજા વ્રતને [પણ] સૂચવ્યું. અદત્તાદાનના નિષેધથી પરિગ્રહનો નિષેધ થાય છે. પરિગ્રહ વિના સ્ત્રી-સેવન ન થાય, એ રીતે મૈથુન નિષેધ પણ કહ્યો. બધા વ્રતના સમ્યક્ પાલનના ઉપદેશથી મૃષાવાદ પણ અર્થ નિષેધ કર્યો. [૪૭૫] જ્ઞાન-દર્શન સમાધિને આશ્રીને કહે છે - જે સાધુ સારી રીતે શ્રુત સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચાસ્ત્રિનામક ધર્મ કહે છે, તે “સ્વાખ્યાત ધર્મા'' છે. એ રીતે જ્ઞાનસમાધિ કહી છે. કેમકે વિશિષ્ટ પરિજ્ઞાન વિના સ્વાખ્યાત ધર્મત્વ ન ઉદ્ભવે. વિચિકિત્સા - ચિત્તની શંકા કે વિદ્વાનોની નિંદા, તેને છોડીને “તે જ સત્ય છે, જે જિનેશ્વરોએ કહ્યું છે.'' એવું નિઃશંકપણે માની મનમાં કોઈ શંકા ન લાવે. એ કથનથી દર્શનસમાધિ કહી. જે કંઈ પ્રાસુક આહાર, ઉપકરણ આદિ મળે તેનાથી વિધિપૂર્વક આત્માનું પાલન કરે તે સ્નાન. તે આવો થઈને સંયમ પાળે. વારંવાર જન્મે તે પ્રજ્ઞા - પૃથ્વી આદિ જીવો. તેને પોતાના આત્મા સમાન માનીને સર્વે પ્રાણીને આત્મવત્ જુએ, તે જ ભાવસાધુ છે. ૨૧૮ કહ્યું છે કે - જેમ મને દુઃખ પ્રિય નથી તેમ બધાં જીવોને જાણીને તેમને ન હણે, ન હણાવે એમ સમભાવે વર્તે તે સમગ્ર - શ્રમણ છે, જેમ મને કોઈ આક્રોશ કરે કે આળ ચડાવે તો દુઃખ થાય છે, તેમ બીજાને પણ થાય એવું માનીને પ્રજાજીવોમાં આત્મવત્ ભાવ રાખે. હું અસંયમ જીવનના અર્થી બની ઘણો કાળ સુખેથી જીવીશ એવા અધ્યવસાયથી કર્મનો આશ્રવ ન કરે તથા આહાર, ઉપકરણ આદિ કે ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિ પરિગ્રહ ભાવિ સુખ માટે સારો તપસ્વી-વિકૃષ્ટતપથી કાયા શોષવનારો ભિક્ષુ [સંચય] ન કરે. [૪૭૬] વળી બધી ઇન્દ્રિયો અને સ્પર્શ આદિથી નિવૃત્ત થઈ જિતેન્દ્રિય બને. ક્યાં ? પ્રજ્ઞા - સ્ત્રીમાં, કેમકે તેણીમાં પાંચે પ્રકારે શબ્દાદિ વિષયો વિધમાન હોય છે તથા કહ્યું છે - યુવાન સુંદરીઓના વાક્યો કર્ણને પ્રિય છે, રૂપ જોવાનું રમ્ય લાગે છે, તે સુંદરીનો સ્પર્શ આશ્ચર્યકારી આનંદ આપે છે રસ અને ગંધ ચુંબનથી આનંદ આપે છે. એ રીતે સ્ત્રીમાં પાંચે ઇન્દ્રિયોના વિષયના સંભવથી સર્વ ઇન્દ્રિયોમાં સંવૃત્ત થવું. તે દર્શાવે છે સંયમ અનુષ્ઠાનમાં રહેલ સાધુ બાહ્ય-અત્યંતર સંગથી વિશેષ મુક્ત અર્થાત્ નિ:સંગ કે નિષ્કિંચન રહે. તે આવો સર્વ બંધનમુક્ત થઈ જુદા જુદા પૃથ્વી આદિ કાયોમાં સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત તથા પ શબ્દથી વનસ્પતિકાયમાં સાધારણ શરીરમાં એકસાથે રહેલા અનંત જીવોને જુએ. તે કેવા છે ? અસાતા વેદનીયના ઉદયરૂપ દુઃખથી દુઃખી છે અથવા દુઃખ એટલે આઠ પ્રકારના કર્મોથી આર્દ-પીડાતા સર્વ રીતે સંસાર કડાયા મધ્યે પોતાના કરેલા કર્મ ઇંધન વડે પકાવાઈ રહ્યા છે અથવા દુપ્પણિહિત ઇન્દ્રિયોના આર્તધ્યાન યુક્ત મન-વચન-કાયાથી પરિતાપ પામી રહ્યા છે, તે તું જો. - વળી - • સૂત્ર-૪૭૭ થી ૪૮૦ : અજ્ઞાની જીવ પૃથ્વીકાયાદિને દુઃખ આપી પાપકર્મ કરતો વારંવાર તે-તે યોનિઓમાં ભમે છે, તે આ પાપકર્મ પોતે કરે છે કે બીજા પાસે કરાવે છે...આદીનવૃત્તિવાળો પણ પાપકર્મ કરે છે, તેમ માની એકાંત સમાધિ કહી છે, તેથી પંડિત સાધુ ભાવસમાધિ અને વિવેકત બની પ્રાણાતિપાત વિરત એવો સ્થિતાત્મા બને..સર્વ જગતને સમભાવે જોનાર કોઈનું પ્રિય કે અપ્રિય ન કરે,
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy