SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૦/ભૂમિકા છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૦ સમાધિ છે • ભૂમિકા : નવમાં પછી દશમું અાયન કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે. અનંતર અધ્યયનમાં ‘ઘમ' કહ્યો. તે ધર્મ સમાધિ હોય તો થાય છે, તેથી હવે “સમાધિ” કહે છે. એ સંબંધથી આવેલ આ અદયયનના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો કહેવા. તેમાં ઉપકમ દ્વારમાં આ અધિકાર છે. ધર્મમાં સમાધિ કરવી. સમ્યગ્રતયા મોક્ષમાં કે તે માર્ગમાં આત્મા જે ધર્મયાનાદિ વડે સ્થાપીએ, તે સમાધિ છે. તે સારી રીતે જાણીને સ્પર્શનીય છે. નામનિપજ્ઞ નિપામાં નિયંતિકાર કહે છે– [નિ.૧૦૩ થી ૧૦-] સુગમાં પ્રથમ જે લઈએ તે આદાન જેમકે 'મુ’ કે ‘તિ' જેને અંતે છે, તે આદાનપદ છે. તેથી ‘આપ’ નામનું આ અધ્યયન છે. કારણ કે યયનની આદિમાં આ સૂઝ છે “ આપે જ '' ઇત્યાદિ. જેમ ઉતરાધ્યયનમાં ચોથા અધ્યયનમાં પ્રમાદ-અપમાદ કથન હોવા છતાં માનવ પ્રથમ શબ્દ હોવાથી તે નામે કહીએ છીએ. વળી ગુણનિષ્પક્ષ આ અધ્યયનનું નામ સમાધિ છે. તેથી અહીં ‘સમાધિ'નું પ્રતિપાદન કરીએ છીએ. તે સમાધિના નામ આદિ કહીને અહીં ભાવસમાધિનો અધિકાર કહે છે. સમાધિના નિક્ષેપા કહે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ગ, કાળ, ભાવ ભેદથી સમાધિ”ના છ નિણોપ છે, '7' શબ્દ ગુણનિષ્પના જ નામ-નિક્ષેપણ કહ્યા છે, તે બતાવે છે • x • તેમાં દ્રવ્યાદિને કહે છે | શબ્દાદિ પાંચ મનોજ્ઞ વિષયોમાં શ્રોમાદિ ઇન્દ્રિયોને અનુકૂળ આવતાં જે સંતોષ થાય તે દ્રવ્ય સમાધિ. તેથી ઉલટું તે અસમાધિ અથવા બે દ્રવ્યો કે ઘણાં દ્રવ્યોના મિશ્રણનો જેમાં વિરોધ ન હોય કે સ્વાદ ન બગડે પણ સ્વાદ વધે તે દ્રવ્ય સમાધિ છે. જેમકે • દૂધ, સાકર, દહીં, ગોળ અને ચાતુતકાદિ અથવા જે દ્રવ્યના ખાવાથી કે પીવાથી સમાધિ થાય તે દ્રવ્યને દ્રવ્યસમાધિ કહે છે. અથવા તોળવાના કાંટે ચડાવતાં બંને બાજુ સમાન થાય તે દ્રવ્યસમાધિ છે. ક્ષેત્ર સમાધિ • જેને જે ગમાં રહેતા સમાધિ થાય તે ક્ષેત્ર પ્રાધાન્યથી ફોન સમાધિ છે, અથવા જે ક્ષેત્રમાં સમાધિ વર્ણવાય તે ક્ષેત્રસમાધિ. કાળસમાધિ છે જેને જે કાળમાં સમાધિ થાય છે. જેમકે. ગાયોને શરદઋતુમાં, ઘુવડોને રાગે, કાગડાને દિવસે અથવા જેને જેટલો કાળ સમાધિ થાય તે અથવા જે કાળમાં સમાધિનું વર્ણન કરાય તે કાળના પ્રાધાન્યની કાળસમાધિ છે. ભાવસમાધિને કહે – ભાવસમાધિ દર્શન-જ્ઞાન-તપ-ચા»િ ભેદે ચાર પ્રકારે છે. તે પાછલી અડધી ગાચારી કહે છે • મુમુક્ષ આસો તે ચરણ, તે સારી રીતે ચાસ્ત્રિમાં રહી વનાર સાધુ ચાટે સમાધિના ભેદો દર્શન, જ્ઞાન, તપ, ચાસ્ત્રિમાં જેણે આમા સ્થિર કર્યો ૨૧૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હોય તે સમાપ્તિ આત્મા છે અર્થાતુ જે સારા યાત્રિમાં રહે, તે ચાર પ્રકારની ભાવસમાધિવાળો આત્મા થાય છે . x• દર્શનસમાધિમાં રહેલો જિનવયન ભાવિત અંત:કરણવાળો નિવત સ્થાને રહેલા દીવાની જેમ કુમતિવાયુ વડે ભ્રમિત ન થાય. જ્ઞાનસમાધિ વડે જેમ જેમ નવું ભણે તેમ તેમ અતિ ભાવસમાધિમાં ઉધુત થાય છે. તયા કહ્યું છે કે જેમ જેમ અતિશય રસના પ્રસાસ્વાળું અપૂર્વ સૂઝ વાંચે, તેમ તેમ નવા નવા મોક્ષાભિલાષની શ્રદ્ધા વડે મુનિ આનંદ પામે. ચાાિ સમાધિમાં પણ વિષયસુખની નિસ્પૃહતારી પાસે કંઈ નહીં છતાં ઉત્તમ સમાધિ મેળવે છે, તે બતાવે છે • ઘાસના સંયારે બેઠેલા પણ મુનિવર, જેના રાગ, મદ, મોહ દૂર થયા છે તે જે મુક્તિ સુખ પામે છે, તેવું સુખ ચકવર્તીને પણ ક્યાંથી હોય? જેવું સુખ રાજાના સંજાને નથી, દેવરાજાને નથી, તેવું સુખ લોક વ્યાપારથી રહિત સાધુને અહીં છે, ઇત્યાદિ. તપની સમાધિ તે વિકૃષ્ટ તપસ્યા કરે તો પણ ગ્લાનિ ન પામે તથા ભૂખ-તૃષા આદિ પરીષહોથી ઉદ્વેગ ન પામે તથા અભ્યસ્ત એવા અત્યંતર તપોધ્યાન આશ્રિત મનથી મોક્ષમાં રહેલાની માફક સુખ-દુ:ખથી બાધિત થતો નથી. આ પ્રમાણે ચતુર્વિધ સમાધિમાં રહેલ સાધુ સમ્યક્ ચારિત્ર સ્થિત થાય છે. નામનિફોપો કહ્યો. હવે સૂકાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂરને કહે છે– • સૂત્ર-૪૭૩ થી ૪૭૬ : પ્રતિમાને અનુચિંતન કરી, જે જ સમાધિ કહી છે, તેને સાંભળો, સમાધિ પ્રાપ્ત આપતિજ્ઞ અનિદાન ભિક્ષુ શુદ્ધ સંયમ પાળે... ઉd, અધો, તિછ દિશામાં જે મસ, સ્થાવર પ્રાણી છે, તેમની હાથ કે પગથી હિંસા ન કરે અને અદત્ત ગ્રહણ ન કરે...સ્વાગતઘમ, વિચિકિત્સાdles, uસુક આહારી બધાંને આત્મતુલ્ય માને, જીવિતને અર્થે આશ્રવ ન કરે, તેમજ ધાન્યાદિ સંચય ન કરે...ટીના વિષયમાં સર્વેદ્રિય રોકે, સર્વ બંધનથી મુકત થઈને વિચરે, લોકમાં પૃથક પૃથક પાણી વર્ગ આd અને દુઃખથી પીડિત છે, તે જુઓ. • વિવેચન-૪૩૩ થી ૪૩૬ : [૪]] આ સૂચનો અનંતર સૂત્ર સાથે સંબંધ આ પ્રમાણે • બધાં ગાવ છોડીને મુનિ નિર્વાણને સાધે, એવું કેવળજ્ઞાન થયેલા ભગવંતે કહ્યું છે, તે કહે છે • માપ એટલે કહેતા હતા. કોણ ? તમનમનન [વિચાર] કરે તે મતિ, સમસ્ત પદાર્થ પરિજ્ઞાન, જે છે તે મતિમાન એટલે કેવલજ્ઞાની. આ અસાધારણ વિશેષણથી અહીં તીર્થકર લેવા. નિકટ ગામી હોવાથી વીર વર્ધમાનસ્વામી લેવા. તેમણે શું કહ્યું? શ્રુત-વ્યાત્રિરૂપ ધર્મ. કેવી રીતે? કેવળજ્ઞાન વડે જાણીને પ્રજ્ઞાપના યોગ્ય પદાર્થોને આશ્રીને ધર્મ કહે છે. અથવા શ્રોતાને ધ્યાનમાં લઈને આ કયા અને ગ્રહણ કરવા સમર્થ છે? આ કેવો પ્રય છે? કોને માને છે ? કયા મતનો છે? એ બધું વિચારીને. જે ઉપદેશને શ્રોતાઓ માને છે. જેમકે બધાં માને કે અમારા અભિપ્રાયને વિચારીને ભગવંત ધર્મ કહે છે, કેમકે એકસાથે બધાંને સ્વભાષામાં પરિણમતા તેમના સંશય
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy