SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪/-|-|૫૪૬ કે નિત્યપણે રોગદ્વેષને જિતનાર જિને પ્રરૂપેલા છે. આ વ્રતો કાયર પુરુષથી ન પળાય તેવા, અનાદિ કર્મોને દૂર કરવામાં સમર્થ છે. જેમ અગ્નિ ઉપર, નીચે, તીર્થી દિશા પ્રકાશિત કરે છે તેમ કર્મરૂપી અંધકાર દૂર કરવાથી ત્રણે દિશાને પ્રકાશિત કરે છે. હવે ઉત્તરગુણોને કહે છે– • સૂત્ર-૫૪૭ : ૨૫૩ સાધુએ રાગાદિ નિબંધજનક ગૃહપાશથી બદ્ધ ગૃહસ્થાદિ સાથે સંસર્ગ ન રાખવો, સ્ત્રીઓમાં આસકત ન થવું, પૂજા પ્રતિષ્ઠાની કામના ન કરવી. • વિવેચન : કર્મો વડે કે રાગદ્વેષના કારણરૂપ ગૃહપાશથી બદ્ધ ગૃહસ્થ કે અન્ય તીર્થિક સાથે સંગ ન કરે તે ભિક્ષુ સંયમાનુષ્ઠાયી થાય, તથા સ્ત્રીનો સંગ ન કરતો પૂજનને તજે-સત્કાર અભિલાષી ન થાય. આ જન્મમાં અને સ્વર્ગાદિમાં એ રીતે મનોજ્ઞશબ્દાદિ વડે ન સ્વીકારાય તે કટુ વિપાક કામગુણદર્શી પંડિત છે. • સૂત્ર-૫૪૮ - તથા વિમુક્ત, જ્ઞાનપૂર્વક આચરણ કરનાર, દુઃખ સહન કરનાર ભિક્ષુના પૂર્વકૃત્ કર્મમલ અગ્નિ દ્વારા ચાંદીના મેલની જેમ શુદ્ધ થાય છે. • વિવેચન : તે પ્રકારે મૂળ-ઉત્તરગુણધારિત્વથી વિમુક્ત થયેલ તથા સદ્ અસદ્વિવેક રૂપ પરિજ્ઞા વડે ચાલનાર, જ્ઞાનપૂર્વક ક્રિયાકારી તથા સંયમમાં ધૃત્તિમાત્, અસાતા વેદનીયથી ઉદીર્ણ દુઃખને સમ્યક્ સહે, ખેદ ન કરે, તેને ઉપશમાવવા વૈધનું ઔષધ ન શોધે, આવા ભિક્ષુના પૂર્વકૃત્ કર્મ દૂર થાય છે. કઈ રીતે ? અગ્નિ વડે ચાંદીની માફક, * X • • સૂત્ર-૫૪૯ : જેમ સર્પ જીર્ણ ત્વચાને તજે તેમ મૂલ-ઉત્તરગુણ ધારી ભિક્ષુ પરિજ્ઞાસિદ્ધાંતમાં વર્તે છે, આશંસા રહિત થઈ, મૈથુનથી વિત થઈ વિચરે, તે દુઃખશાથી મુક્ત થાય છે. • વિવેચન : તે મૂલ-ઉત્તરગુણધારી ભિક્ષુ પિપળા અધ્યયનમાં બતાવેલા અર્થ પ્રમાણે પરિજ્ઞા-સિદ્ધાંતમાં વર્તે છે. તથા આ લોક-પરલોકની આકાંક્ષા રહિત તથા મૈથુનથી વિરમી, ઉપલક્ષણથી બીજા પણ મહાવ્રતધારી એવો ભિક્ષુ જેમ સાપ કાંચળી ઉતારીને નિર્મળ થાય, તેમ મુનિ પણ નકાદિ દુઃખશય્યાથી મુક્ત થાય છે. • સૂત્ર-૫૫૦ : અપાર જળ પ્રવાહવાળા સમુદ્રને ભૂજા વડે પાર કરવો દુસ્તર છે તેમ સંસાર સમુદ્રને પાર કરવો દુસ્તર છે, તેથી સંસારના સ્વરૂપને જાણીને, ત્યાગ કરનાર પંડિત મુનિ કર્મોનો અંત કરનાર કહેવાય છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન : તીર્થંકર કે ગણધર કહે છે, સંસાર સમુદ્ર માફક ભુજા વડે તરવો કઠિન છે. કેવો સમુદ્ર ? ઓઘરૂપ. તેમાં દ્રવ્ય ઓઘ તે જળ પ્રવેશ, ભાવ ઓઘ તે આસવ દ્વારો તથા મિચ્યાત્વાદિ અપાર જળ. તે કારણે દુસ્તરત્વ કહ્યું. આવા સંસારસમુદ્રને જ્ઞપરિજ્ઞા વડે જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કર. સદસદ વિવેકજ્ઞ મુનિ આ રીતે કર્મનો અંત કરે છે. ૨૫૪ • સૂત્ર-૫૫૧ : જે પ્રકારે મનુષ્યે કર્મ બાંધેલ છે, જે પ્રકારે તેમાંથી મુક્તિ કહી છે. તે રીતે બંધ-મોક્ષને જે જાણે છે, તે જ મુનિ કર્મોનો અંત કરનાર કહેવાય. • વિવેચન : જે પ્રકારે મિથ્યાત્વ આદિથી પ્રકૃતિ, સ્થિતિ આદિથી કર્મ આત્મસાત્ થાય છે, તેને આ સંસારમાં મનુષ્યો સમ્યક્ દર્શનાદિ વડે તોડે છે તે જ મોક્ષ કહ્યો છે. આ રીતે બંધ-મોક્ષનું સ્વરૂપ સમ્યક્ રીતે જાણીને તે પ્રમાણે વર્તનાર કર્મનો અંત કરનાર મુનિ કહેવાય છે. - સૂત્ર-૫૫૨ : આ લોક અને પરલોકમાં કે બંનેમાં જેને કોઈ બંધન નથી તથા જે નિરાલંબી અને ક્યાંય પ્રતિબદ્ધ નથી, તે સાધુ સંસારમાં ગર્ભાદિ પર્યટનથી મુક્ત થાય છે. તેમ હું કહું છું. • વિવેચન : આ લોક, પરલોક અને બંને લોકમાં જેને જરા પણ બંધન નથી તે આ લોક, પરલોકની આકાંક્ષા રહિત ક્યાંય પ્રતિબદ્ધ નથી અથવા શરીરી છે, તે સંસારમાં ગર્ભાદિ પર્યટનથી મુકાય છે. - ૪ - ચૂલિકા-૪ - વિમુક્તિનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ થયો. ૦ અનુગમ કહ્યો. હવે નયો કહે છે - તે જ્ઞાન-ક્રિયા નયોમાં અવતરે છે. તેમાં જ્ઞાનનય કહે છે - જ્ઞાન જ આલોક, પરલોકના અર્થને આપે છે. - ૪ - ૪ - જ્ઞાનના વિષયમાં યત્ન કરવો એવો જે ઉપદેશ તે નય એ જ્ઞાનનય છે તેવો અર્થ જાણવો. ક્રિયાનય કહે છે, પુરુષને ક્રિયા જ ફળદાયી કહી છે, જ્ઞાનને ફળદાયી માનેલ નથી, કેમકે સ્ત્રી, ભક્ષ્ય, ભોગનો જ્ઞાતા જ્ઞાનથી સુખી થતો નથી. તથા શાસ્ત્રોને ભણવા છતાં લોકો મૂર્ખ થાય છે, પણ જે ક્રિયાવાન પુરુષ છે તે વિદ્વાન્ છે. શું સંચિત કરેલા ઔષધના જ્ઞાનમાત્રથી રોગરહિત કરે છે તથા ગ્રાહ્ય-ગ્રાહકનો અર્થ જાણવા છતાં ક્રિયાના અભ્યાસને માટે પ્રયત્ન કરવો જોઈએ તે ક્રિયા નય. હવે પ્રત્યેકને આશ્રીને આ પરમાર્થ કહે છે - જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ છે. આગમમાં પણ કહ્યું છે કે - સર્વે પણ નયોની બહુવિધ વક્તવ્યતાને છોડીને સર્વનય
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy