SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪/-I-૫૪ર છે શ્રુતસ્કંધ-૨, ચૂલિકા- “વિમુક્તિ” છે ૦ ત્રીજી ચૂલિકારૂપ ‘ભાવના” નામક અધ્યયન કહ્યું, હવે ચોથી ચૂલિકારૂપ ‘વિમુક્તિ' નામક સોળમું અધ્યયન કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - આ પૂર્વે મહાવત ભાવના કહી, અહીં પણ અનિત્ય ભાવના કહે છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપક્રમ અંતર્ગતુ અધિકાર દશવિવા નિર્યુક્તિકાર કહે છે [નિ.૩૪૫-] આ અધ્યયનમાં અનિત્યત્વ, પર્વત, રૂઢ, ભુજગત્વ અને સમુદ્ર એ પાંચ અધિકાર છે. તે યથાયોગ્ય સૂત્રમાં જ કહીશું. નામનિષજ્ઞ નિફોપે ‘વિમુક્તિ” નામ છે, તેના નામ આદિ નિક્ષેપ ઉત્તરાધ્યયન સૂત્રમાં વિમોક્ષ અધ્યયનમાં બતાવ્યા પ્રમાણે જાણવા. નિયુક્તિકાર કહે છે [નિ.૩૪૬-] જે મોક્ષ છે તે જ વિમુક્તિ છે, તેના મોક્ષવત્ નિક્ષેપ છે. અહીં ભાવવિમુક્તિનો અધિકાર છે, ભાવ-વિમુક્તિ દેશ અને સર્વ બે ભેદે છે. દેશથી સાધથી માંડીને ભવસ્થ કેવલી પર્યા અને સર્વ વિભક્ત તો આઠ કર્મના ક્ષય થવાથી સિદ્ધો જ છે. સૂત્રાનુગમે હવે સૂત્ર કહે છે– • સુત્ર-પ૪૧ - સંસારના પ્રાણીઓને અનિત્ય આવાસની જ પ્રાપ્તિ થાય છે, સર્વશ્રેષ્ઠ આ પ્રવચન સાંભળીને-વિચારીને જ્ઞાની ગૃહ-બંધનને વોસિરાવે તથા આભીર બની આરંભ પરિગ્રહનો ત્યાગ કરે.. વિવેચન જેમાં રહેવાય તે આવાસ, એટલે મનુષ્યાદિ ભવ કે તેનું શરીર. તેને પ્રાણી મેળવે છે. ચારે ગતિમાં જ્યાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં અનિત્ય ભાવને પામે છે. આ પ્રમાણે જિનેન્દ્રનું અનુત્તર વચન સાંભળીને વિચારે કે - આ પ્રવચનમાં અનિત્યવ આદિ બતાવેલ છે. તે જ દશવિ છે. આ સાંભળી-વિચારીને વિદ્વાન પુત્ર, પની, ધન, ધાન્યાદિ રૂ૫ ગૃહપાશનો ત્યાગ કરે. કઈ રીતે? સાત પ્રકારના ભયથી હિત થઈ, પરિસહ ઉપસર્ગથી ન ડરતો સાવધ અનુષ્ઠાન અને બાહ્યાવૃંતર પરિગ્રહ તજે. • સૂત્ર-પ૪૨ - તેવા પ્રકારનો ભિક્ષુ અનંતકાય પતિ સંયત, અનુપમ જ્ઞાની તથા આહારાદિની એષા કરનારને મિશ્રાદેષ્ટિ અનાર્ય અસભ્ય વચનથી પીડા પહોંચાડે છે, જેમ રણભૂમિમાં અગ્રેસર હાથીને શસેના પીડે છે. • વિવેચન : અનિત્યવાદિ ભાવના ભાવેલો સાધુ, ગૃહબંધન છોડેલો, આરંભ પરિગ્રહ તજેલો અનંતકાય-એકેન્દ્રિયાદિની સખ્યણુ યતના કરવાથી, અનન્ય સદેશ જિનાગમના સારને પામેલો, શુદ્ધ આહારાદિ વડે વર્તતો એવો ભિક્ષ, મિથ્યા દૈષ્ટિ પાપોપહ આત્માના અસભ્ય વચનોથી વ્યથા પામે-પીડા પામે અને માટીના ઢેફા વડે સંગ્રામગત આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હાથી જેમ બાણ વડે હણાય તેમ હણાય... • સૂગ-૫૪૩ : તેવા પ્રકારના લોકો વડે કઠોર શબ્દો તથા શીતોષ્ણાદિ સ્પર્શથી પીડિત જ્ઞાની ભિક્ષુ પ્રશાંત ચિત્તથી સહન કરે જેમ વાયુના વેગથી પર્વત કંપતો નથી, તેમ સંયમી મનિ પરીષહ ઉપસથી ચલિત ન થાય • વિવેચન : અનાર્ય પ્રાયઃ લોકો વડે કદર્ચિત, એટલે તે પુરુષો કડવા કઠોર વચન વડે આક્રોશ કરે શીતોષ્ણાદિ દુ:ખ ઉત્પન્ન કરે, તો પણ મુનિ તેને સમભાવે સહન કરે, કેમકે જ્ઞાની સમજે છે કે - આ માસ પૂર્વકૃત કર્મોનો વિપાક છે એમ માનતો અકલુષિત અંતઃકરણવાળો થઈને વાયુ વડે ન કંપતા ગિરિની માફક સ્થિર રહે. હવે રૂયનું દટાંત • સૂત્ર-૫૪૪ : અજ્ઞાનીજનો દ્વારા અપાતા કષ્ટોને સમભાવે સહેતા મુનિ ગીતાર્થ સાથે વસે અને ત્રય-સ્થાવર બધાને દુ:ખ અપિય છે, તેમ જાણીને કોઈ જીવોને સંતાપ ન આપે. બધું સહે તે મુનિને સુશ્રમણ કહેલ છે. • વિવેચન : પરિસહ-ઉપસર્ગોને સહેતો કે ઇષ્ટ-અનિષ્ટ વિષયોની ઉપેક્ષા કરતો માધ્યસ્થભાવ ધારીને ગીતાર્થ સાધુ સાથે વસે. કઈ રીતે ? અશાતા વેદનીય કે દુ:ખથી પીડાતા ત્રણસ્થાવર જીવોને ન પીડતો આશ્રવદ્વાર બંધ કરીને પૃથ્વીવતુ પરીષહ ઉપસર્ગોને સહેનાર, સમ્યગુ રીતે ત્રણ જગતના સ્વભાવને જાણનાર છે માટે તે સુબ્રમણ કહેવાય છે. • સૂત્ર-પ૪૫ : અવસરજ્ઞ, અનુત્તર ધર્મપદ પ્રતિપાત, વૃષણા ત્યાગી, ધર્મધ્યાની, સાવધાન, તપ તેજથી અનિશિખ સમાન તેજવી મુનિના તપ, બુદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે. • વિવેચન : કાળને જાણનાર, નમેલો, પ્રધાન એવા ક્ષાંત્યાદિ ધર્મપદોને જાણીને આવો મુનિ તૃષ્ણાને દૂર કરીને, ધર્મધ્યાનમાં ઉપયોગ રાખતા અનિશિખા માફક તપતેજથી તપ, બુદ્ધિ અને યશથી વૃદ્ધિ પામે છે. • સૂત્ર-પ૪૬ : પાણી મગના રક્ષક, અનંત જિનોએ સવદિશામાં સ્થિત જીવોની રસીના સ્થાનરૂપ મહાવતોની પ્રરૂપણા કરી છે, તે મહાવતો ઘણાં કઠિન છતાં કર્મનાશક છે, જેમ પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેમ આ મહાવત ઉtd-ધો-તિષ્ઠ દિશાને પ્રકાશિત કરે છે. • વિવેચન :સર્વે પણ એકેન્દ્રિયાદિ ભાવદિશાને વિશે રક્ષણ સ્થાનરૂપ વ્રતોને અનંતજ્ઞાનાત્મ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy