SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૧/૧૧/૩૯૫ સાધુને માંદા સાધુને માટે કહે કે, આ મનોજ્ઞ આહાર માંદા સાધુને માટે લઈ જાઓ અને તે ન ખાય તો અમારી પાસે પાછું લાવજો. ત્યારે આહાર લેનાર સાધુ એમ કહે કે, જો કોઈ અંતરાય ન પડે તો પાછું લાવીશ. એમ પ્રતિજ્ઞા કરી આહાર લઈ ગ્લાન પાસે જાય, સૂત્ર-૩૯૪માં બતાવ્યા મુજબ ભોજનના ક્ષાદિ દોષ દેખાડી ગ્લાનને ન આપીને પોતે જ લોલુપતાથી ખાઈ જાય, પછી આપનાર સાધુને કહે કે, મને વૈયાવચ્ચ કરતાં ગોચરી સમયે ન વાપરવાથી શૂળ ઉપડી. તેથી આહાર પાછો ન લાવ્યો. એ રીતે માયા-કપટ કરે. તેવું કપટ ન કરે, પણ ગ્લાનને આપે કે દાતાને પાછું આપે. હવે પિંડાધિકાર સાત પિંડૈષણાને આશ્રીને સૂત્ર કહે છે– ૧૫૯ • સૂમ-૩૯૬ ઃ સાધુ સાત “વિષ્લેષા’ અને સાત પાનૈષણા જાણે. તે આ પ્રમાણે – ૧. અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટ પાત્ર - તે પ્રકારના અસંસૃષ્ટ હાથ કે પાત્ર હોય તો અશનાદિ સ્વયં સારો અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને ગ્રહણ કરે તે પહેલી ''પિષા'': ૨. સંસૃષ્ટ હાથ, સંસૃષ્ટ પાત્ર-હોવા તે બીજી પિીપળા '', ૩. પૂર્વાદિ દિશામાં ઘણા શ્રદ્ધાળુ ગૃહસ્થ સાતત્ કર્મકારિણી રહે છે તેમને ત્યાં વિવિધ વાસણો જેવા કે, થાળી, તપેલી, કથરોટ, સુપડા, ટોકરી, મણિજડિત વાસણોમાં પહેલાથી ભોજન રખાયેલ હોય, પછી સાધુ એમ જાણે કે, અલિપ્ત હાથ-લિપ્ત વાસણ, લિપ્ત હાથ-અલિપ્ત વાસણ છે તો તે પત્રધારી કે કરપાત્રી પહેલા જ કહી દે કે, હે આયુષ્યમાન્ ! તમે મને અલિપ્તહાથ-લિપ્તવાસણ કે લિપ્ત હાથ અલિપ્ત વાસણથી અમારા પાત્ર કે હાથમાં લાવીને આપે. તો તેવું ભોજન સ્વયં કે યાચીને મળે તો પણ અપાતુક અને અનેષણીય સમજીને ન લે તે ત્રીજી “વિજય '' ૪. તે સાધુ ચાવત્ જાણે કે, તુષરહિત મમરા યાવત્ ખાંડેલા ચોખા ગ્રહણ કરવાથી પશ્ચાત્ કર્મદીષ નથી, ફોતરા ઉડાડવા પડે તેમ નથી તો તેવા પ્રકારના મમરા યાવત્ ખાંડેલા ચોખા સ્વયં યારે કે ગૃહસ્થ આપે તો પામુક અને એષણીય સમજી મળે તો લો. આ ચોથી 'વિશ'' ૫. સાધુ યાવત્ જાણે કે, ગૃહસ્થે પોતા માટે શકોરા, કાંસાની થાળી કે માટીના વાસણમાં ભોજન કાઢેલ હોય, પછી સાધુ એમ જાણે કે તે પાણીથી ધોયેલ પણ હવે લિપ્ત નથી તો તેવા પ્રકારના આહારને યાવત્ અપ્રાસુક જાણી ગ્રહણ કરે. આ પાંચમી ''પિયા'', ૬. તે સાધુ યાવત્ જાણે કે ગૃહસ્થ પોતા માટે કે બીજા માટે વાસણમાં ભોજન કાઢેલ હોય, પણ જેને માટે કાઢેલ છે તેણે ગ્રહણ કરેલ ન હોય, તેવા પ્રકારનું ભોજન ગૃહસ્થના પત્ર કે હાથમાં હોય તે પ્રાપ્ત થવા પર પ્રાસુક અને એષણીય જાણી ગ્રહણ કરે આ છઠ્ઠી પિવ ' ૭. તે સાધુ યાવત્ પ્રતિજ્ઞા કરે કે, હું ફેંકી દેવા યોગ્ય આહાર યાચીશ. ૧૬૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ જે બીજા ઘણાં દ્વિપદ, ચતુષ્પદ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, વનીપક પણ ન ઇચ્છે. આવું ઉત્ઝિતધર્મિય ભોજન સ્વયં યારો કે બીજા આપે તો યાવત્ તેને ગ્રહણ કરે. આ સાતમી 'વા'' આ પ્રમાણે સાત પિન્ટુભા કહી. હવે સાત પોષણા કહે છે. તેમાં આ પહેલી પાલૈષણા - અસંસૃષ્ટ હાથ, સંસૃષ્ટ વારાણ. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. ચોથી પાનૈષણામાં એટલું વિશેષ કે તે સાધુ-સાધ્વી પાણીના વિષયમાં એમ જાણે કે તલ આદિનું ધોવાણ ગ્રહણ કર્યા પછી પશ્ચાત્ કર્મ ન લાગે તો તેવા પ્રકારના પાનક ગ્રહણ કરે. • વિવેરાન : અથ શબ્દથી સાત પિ-વળા અને પાનૈષણાનો અધિકાર બતાવે છે. તેથી ભિક્ષુ આ સાત પિધ્રુવા અને પાનૈષણા જાણે - અસંસૃષ્ટા, સંસૃષ્ટા, ઉદ્ઘડા, લેપરહિત, ઉગ્દહિયા, ૫ગ્દહિયા અને ઉત્ત્રિતધર્મા. સાધુના બે ભેદ - ગચ્છમાં રહેલ, ગચ્છથી નીકળેલ. ગચ્છવાસીને સાતે પિંડૈષણાનું ગ્રહણ કહ્યું, ગચ્છ નિર્ગતને પહેલી બે છોડી પાંચનું ગ્રહણ છે. ૧. અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટ વાસણ, વાસણમાં દ્રવ્ય રહે કે ન રહે જો દ્રવ્ય ન રહે તો પશ્ચાત્ કર્મદોષ સંભવે છે, છતાં પણ ગચ્છમાં બાળ આદિની આકુળતાને કારણે તેનો નિષેધ નથી - ૪ - બાકી સુગમ છે. ૨. સંસ્કૃષ્ટ હાથ અને સંસૃષ્ટ વાસણ પણ સુગમ છે. ૩. પ્રજ્ઞાપક અપેક્ષાએ પૂર્વાદિ દિશામાં ગૃહસ્થ આદિ કેટલાંક શ્રદ્ધાળુ હોય છે, તેમને ત્યાં [સૂત્રાર્થમાં કહ્યા મુજબ] વાસણોમાં ભોજન રાખેલ હોય છે. - x - x - બાકી સુગમ છે. યાવત્ સાધુ ગ્રહણ કરે. અહીં સંસૃષ્ટ, અસંસૃષ્ટ, અવશેષ દ્રવ્ય એ આઠ ભંગો છે, તેમાં આઠમો ભંગ છે - લિપ્ત હાથ, લિપ્ત પાત્ર, વધેલું દ્રવ્ય. તે ગચ્છનિર્ગતને પણ કલ્પે, ગચ્છવાસીને તો સૂત્રઅર્થહાનિને કારણે બધા ભાંગા કલ્પે છે. ૪. અલ્પલેપા - તે લેપરહિત જાણવી. જેમકે - ચોખા વગેરે સેકવાથી ફોતરા નીકળી જાય તે - x - અહીં પશ્ચાત્કર્માદિનો અભાવ છે. વળી ફોતરા વગેરેનું ત્યજવાપણું નથી. એ જ રીતે વાલ-ચણા પણ કલ્પે. ૫. અવગૃહિતા - - ૪ - ગૃહસ્થે પોતાના ખાવા માટે વાસણ કે હાથ ધોયા હોય તેવું વાસણ પાણીથી લિપ્ત દેખાય તો લેવું ન કો, પણ બહુ સુકાઈ ગયેલા શકોરા, કાંસાના વાસણ આદિમાં લેવું કલ્પે. ૬. પ્રગૃહીતા - પોતા કે બીજા માટે ચરુ કે હાંડી આદિમાંથી ચાટવા આદિથી લઈને બીજાને વસ્તુ આપી હોય તે બીજાએ ન લીધી હોય અથવા સાધુને અપાવી હોય તો પ્રગૃહીતા કહેવાય તે ગૃહસ્થના પાત્રમાં કે હાથમાં હોય તો યાવત્ ગ્રહણ કરે. ૭. ઉજ્જીિતધર્મિકા - સુગમ છે. [સૂત્રાર્થ જુઓ.] આ સાતે પિÂપળા પણ જાણવી. ભાંગાઓ યોજવા. માત્ર ચોથીમાં વિશેષતા
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy