SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૧/૪/૩૫૭ ૧૩૩ ૧૩૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અથવા ત્યાં સ્થિત સાધુના પૂર્વના સગાં ભત્રીજા વગેરે કે પછીના સગાં શશૂર કૂલ સંબંધી હોય તેને નામ પૂર્વક સૂત્રમાં જણાવ્યા છે. જેમકે-ગૃહપતિ આદિ. તેવા પ્રકારના પૂર્વ કે પશ્ચાત્ સગાને ત્યાં પહેલા ગૌચરી જાઉં તો ત્યાં • x • શાલિ ઓદનાદિ, ઇનિદ્રય અનુકૂલરસાદિ તથા દૂધ વગેરે હોય. જો કે સૂત્રમાં કહેલ દારુમાંસની વ્યાખ્યા છેદ-સૂર મુજબ કરવી અથવા કોઈ સાધુ અતિ પ્રમાદથી કે અતિ ગૃદ્ધ બનીને મધ, દારૂ, માંસ પણ લાવે તેવી સૂત્રમાં ઉલ્લેખ છે. • x • x • તે મેળવીને પહેલા ખાય-પીએ પછી પાત્ર ધોઈ, લુંછી સાફ કરી વય વડે કોરું કરી, પછી ભિક્ષાકાળ થતાં શાંત ચેહેરે પરોણા સાધુ સાથે ગૃહસ્થને ઘેર આહારને માટે પ્રવેસીશ કે નીકળીશ એમ વિચારી માયા સ્થાનને સ્પર્શે છે. તેથી તેનો નિષેધ કરતા ગુર) કહે છે કે સાધુએ આવું ન કરવું જોઈએ. તો સાધુ શું કરે ? તે ભિક્ષુએ પરોણા ભિક્ષુ સાથે ભિક્ષા અવસરે ગૃહસ્થના ઘેર જઈને ત્યાં ઉંચનીચ કુળોમાંથી સામુદાનિક ઉદ્ગમાદિ દોષરહિત અને ફક્ત સાધુના વેશથી મેળવેલ ધામિ-દૂધ-નિમિતાદિ પિંડદોષરહિત ભિક્ષા લઈને પરોણા સાધુ સાથે ગ્રામૈષણા દોષરહિત આહાર કરવો જોઈએ. આ તે ભિક્ષનો સંપૂર્ણ ભિક્ષભાવ છે. ચૂલિકા-૧ અધ્યયન-૧ “fપvપUT '' ઉદ્દેશા-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આહાર રંધાતો જોઈને કે પૂર્વે રાંધેલ ભાત બીજા કોઈને ન અપાયેલ જાણીને પ્રવર્તમાન અધિકરણાપેક્ષી પ્રકૃતિભદ્રક આદિ કોઈ ગૃહસ્થ સાધુને જોઈને શ્રદ્ધાવાળો થઈ ઘણું દૂધ તેમને આપું એવી બુદ્ધિથી વાછડાને પીડા આપે, દોહવાની ગાયને ત્રાસ પમાડે તો સાધને સંયમ અને આત્મ વિરાધના થાય. અર્ધ પક્વ ભાતને જલ્દીથી, પકાવવા યત્ન કરે, તેથી સંયમ વિરાધના થાય. તેમ જાણીને સાધુ ગૌચરી માટે ત્યાં ન જાય-ન નીકળે. તેવા સ્થળે શું કરવું તે કહે છે– તે ભિક્ષ ગો-દોહન આદિ જાણીને એકાંતમાં જ્યાં ગૃહસ્થ ન આવે કે ન દેખે ત્યાં ઉભો રહે. પછી જયારે જાણે કે ગાય દોહાઈ ગઈ છે વગેરે જાણી, પછી આહાર અર્થે નિષ્ક્રમણ કે પ્રવેશ કરે. આગળ કહે છે • સૂત્ર-૩૫૮ - સ્થિરવાસ કરનાર કે માસકતાથી વિચરનાર કોઈ મુનિ, આગંતુક મુનિને કહે છે, આ ગામ નાનું છે, તેમાં પણ કેટલાંક ઘર સૂતક આદિ કારણે રોકાયેલા છે. આ ગામ મોટું નથી. તેથી હે પૂજ્ય ! આપ ભિક્ષાચરી માટે બીજે ગામ પધારો. માનો કે ત્યાં રહેતા કોઈ મુનિના પૂર્વ કે પશ્ચાત સંસ્તુત રહે છે. જેમકે • ગૃહસ્થ, ગૃહસ્થપની, તેના પુત્ર-પુત્રી-પુત્રવધૂ-ધામી-દાસ-દાસી-કમર કે કર્મકરી. - જે કોઈ સાધુ એમ વિચારે કે મારા પૂર્વ કે પશ્ચાત્ સંસ્તુત એવા ઉક્ત ઘરોમાં પહેલા જ ભિક્ષા માટે પ્રવેશ કરીશ, જેથી મને અs, સમય પદાર્થ, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધુ, મધ, માંસ, પૂડી, રાબ, માલપૂઆ કે શ્રીખંડ આદિ ઉત્તમ ભોજન મળશે. તે આહાર પહેલાંજ લાવી ખાઈ-પીને પગને ધોઈલુછીને સાફ કરીશ. પછી બીજા સાધુ સાથે આહાર માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરીશ કે નીકળીશ. આ રીતે તે માયા-કપટ કરે છે, તેમ કરવું ન જોઈએ. પરંતુ તે ભિક્ષુઓ બીજા સાધુઓ સાથે ભિાકાળે ગૃહસ્થના ઘેર જઈ અનેક ઘરેથી શુદ્ધિપૂર્વક નિદૉષ ભિન્ન ગ્રહણ કરી આહાર કરવો જોઈએ. સાધુ-સાદdીનો આ જ આહાર ગ્રહણ કરવાનો આચાર છે. • વિવેચન : મૂર્ણિમાં કોઈ સ્થાને પાઠાંતર જોવા મળેલ છે. એમાં પણ કિથિત ;િ\ti છે. નિશીથસૂઝ ઉદ્દેશક-૨માં પણ આ સુત્ર જેવો પાઠ છે.) ભિક્ષક એટલે ભિક્ષણશીલ. - x - કેટલાંક સાધુ જંઘાબળ ક્ષીણ થવાથી એક ક્ષેત્રમાં રહ્યા હોય કે માસકતા વિહારી હોવાથી રહ્યા હોય. તે સમયે કોઈ ગ્રામાનુગ્રામ વિચરતા પરોણા સાધુ ત્યાં આવે, ત્યારે પૂર્વ સ્થિત સાધુ કહે, આ ગામ નાનું છે - મોટું નથી અથવા ભિક્ષાદાનમાં તુચ્છ છે. સુતક આદિથી ઘર અટક્યા છે. તેથી ઘણું જ તુચ્છ છે. તેથી હે પૂજ્ય ! આપ નજીકના ગામોમાં ભિક્ષાયયર્થેિ જજો. તો તેમ કરવું. 9 ચૂલિકા-૧, અધ્યયન-૧ ઉદ્દેશો-પ ક o ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે ઉદ્દેશા૪-માં પિંડ ગ્રહણ વિધિ કહી. અહીં પણ તે જ કહે છે. • સૂત્ર-૩૫૯ - તે સાધુ-સાદની યાવતું એમ જાણે કે અગ્રપિંડ કઢતું દેખાય છે, અગ્રપિંડ રખાતુ-લઈ જવાતું-વહેંચાતુ-અધાતુ કે ફેંકાતુ જોઈને અથવા પહેલ [બીજ લોકોએ જમી લીધું છે કે કેટલાંક ભિક્ષાચર] પહેલાં લઈને જઈ રહ્યા છે. અથવા બીજ શ્રમણ, બ્રાહ્મણ આદિ અગપિંડ લેતા જલ્દી જલ્દી આવી રહ્યા છે તે જોઈને કોઈ સાધુ એમ વિચારે કે તે ભોજન લેવા હું પણ જલ્દી જાઉં, તો તે માયા કરે છે - “એવું ન કરવું.” • વિવેચન : તે ભિક્ષુ ગૃહસ્થના ઘેર જઈને એમ જાણે કે દેવતા માટે તૈયાર કરેલો ભાત વગેરેનો આહાર છે. તેમાંથી થોડો થોડો કાઢે છે તથા બીજા વાસણમાં નાંખે છે તે જોઈને કે દેવાયતનમાં લઈ જવાનું તથા થોડું થોડું બીજાને અપાતું જોઈને, બીજાથી ખવાતું કે દેવાયતનની ચારે દિશામાં ફેંકાતુ જોઈને; તથા પૂર્વે અન્ય શ્રમણાદિ આ અગ્રપિંડ ખાધો હોય, કે પૂર્વે - X - ગ્રહણ કરેલ હોય અને - x - ફરી પણ અમને મળશે એમ માની • x • શ્રમણાદિ જલ્દી જલ્દી તે અગ્રપિંડ લેવા જતા હોય. ત્યારે
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy