SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૧/૩/૩૫૫ બેસતા, નિમંત્રણ હોય કે ન હોય, ત્યાંથી પ્રાપ્ત અશનાદિ પ્રાપ્ત થવા છતાં ગ્રહણ ન કરે. ૧૩૧ • વિવેચન :- [મૂર્ણિમાં વિશેષ પાઠ છે અને ભિન્ન અર્થ પણ છે. તે જોવો તે ભિક્ષુ એવા કુલો જાણે, જેવા કે ત્તિય એટલે ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરેના કુળો. રાળ – ક્ષત્રિયોથી અન્ય, કુરાજા-નાના રજવાડા, દંડપાશિક વગેરે, રાજવંશીયા-રાજાના મામા, ભાણેજ આદિના કુળોમાં સંપાતના ભયથી જવું નહીં. ત્યાં ઘરની અંદર કે બહાર રહેલા અથવા જતા-આવતા માણસોથી સાધુઓને નુકસાન થાય, માટે કોઈ ગૌચરીનું નિયંત્રણ કરે કે ન કરે, અશનાદિનો લાભ મળે ન તો પણ ન લે. ચૂલિકા-૧, અધ્યયન-૧ ''પિāવા'' - ઉદ્દેશા-૩નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૪ ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૩-માં સંખડી સંબંધી વિધિ કહી, અહીં પણ તેની વિધિ કહે છે. • સૂત્ર-૩૫૬ : જે સાધુ-સાધ્વી યાવત્ એમ જાણે કે અહીં માંસ કે મત્સ્યપધાન ભોજન છે, અથવા માંસ કે મત્સ્યોના ઢગલા રાખેલ છે અથવા વિવાહ સંબંધીકન્યાવિદાયનું મૃત કે સ્વજન સંબંધી ભોજન થઈ રહેલ છે. તે નિમિત્તે ભોજન લઈ જવાઈ રહેલ છે, માર્ગમાં ઘણાં પ્રાણી, ઘણાં બીજ, ઘણી લીલોતરી, ઘણાં ઝાકળબિંદુ, ઘણું પાણી, ઘણાં જ કીડીયારા-કીચડ-લીલફુગ કરોળીયાના જાળા આદિ છે; ત્યાં ઘણાં શ્રમણ-બ્રાહ્મણ-અતિથિ-કૃપણ-વીપક આવ્યા છે - આવે છે - આવવાના છે. તેમની ઘણી જ ભીડ જામી છે. તેથી પ્રાજ્ઞ સાધુનો નિષ્ક્રમણપ્રવેશ મુશ્કેલ છે, ત્યાં વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપેક્ષા, ધર્મકથા પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી. એવું જાણીને તેવા પ્રકારની પૂર્વ સંખડી કે પશ્ચાત્ સંખડીમાં જવાનો વિચાર સાધુ મનથી પણ ન કરે. પરંતુ જો સાધુ-સાધ્વી એમ જાણ કે અહીં માંસ કે મત્સ્યપધાન ભોજન છે યાવત્ કોઈ ભોજન લઈ જવાઈ રહ્યું છે, પણ માર્ગમાં પ્રાણી, બીજ આદિ નથી, ઘણાં શ્રમણાદિ યાવત્ આવ્યા કે આવવાના નથી, પ્રાજ્ઞ સાધુને વાંચના, પૃચ્છનાદિ માટે ત્યાં અવકાશ છે તો એવું જાણીને પ્રાજ્ઞ સાધુ અપવાદ માર્ગે પૂર્વ સંખડી કે પશ્ચાત્ સંખડીમાં જવાનું વિચારી શકે છે. • વિવેચન : [પૂર્ણિમાં કેટલાંક પાઠાંતર અને કેટલાક પદોના વિશેષ અર્થ છે તે જોવા. તે ભિક્ષુ કોઈ ગામ આદિમાં ભિક્ષાર્થે પ્રવેશે અને આવા પ્રકારની સંખડી જાણે આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તો ત્યાં જવાની પ્રવૃત્તિ કે વિચાર ન કરે. કેવી સંખડીમાં ન જવું તે કહે છે, જેમાં માંપ્રધાન છે, પહેલા કે છેલ્લે માંસને જ રાંધવામાં આવે છે, કોઈ સ્વજનાદિ તેને અનુરૂપ જ કંઈ લઈ જતા હોય તેને જોઈને સાધુ ત્યાં ન જાય. તેના દોષો પછી કહેશે. તે જ પ્રમાણે મત્સ્ય આદિ મુખ્ય હોય, માંસખલ હોય, જ્યાં સંખડી નિમિત્ત માંસ છેદીને સુકાવતા હોય કે સુકવેલાનો ઢગ કર્યો હોય કે મત્સ્યનો ઢગ હોય તથા વિવાહ પછી વહુના પ્રવેશે વના ઘેર ભોજન હોય કે વહુને લાવતા તેણીના પિતાને ઘેર ભોજન હોય, મૃત ભોજન હોય કે યક્ષની યાત્રાદિ માટે ભોજન હોય, પરિવારના સન્માન કે ગોષ્ઠી-ભોજન હોય. આવી કોઈપણ સંખડી જાણીને, ત્યાં કોઈ સ્વજન નિમિતે કંઈપણ લઈ જવાતું જોઈને ત્યાં ભિક્ષા માટે ન જવું. ત્યાં જવાથી સંભવતા દોષો કહે છે-ભિક્ષુના માર્ગમાં અનેક પતંગ આદિ પ્રાણિઓ, ઘણાં બધાં - બીજ, વનસ્પતિ, ઝાકળ, પાણી, ઉહિંગ, લીલફૂગ, ભીની માટી, કરોળીયાના જાળા હોય. ત્યાં જમણ જાણીને ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વણીપક આવ્યા-આવશે-આવે છે. ત્યાં ચક આદિથી વસતિ વ્યાપ્ત છે. ત્યાં પ્રાજ્ઞ સાધુને જવું-આવવું ન ક૨ે. ત્યાં જનારને ગીત વાજિંત્રના સંભવથી સ્વાધ્યાયાદિ ક્રિયા ન થઈ શકે અને વાચના, પૃચ્છનાદિ પણ ન કલ્પે. તે ભિક્ષુને ત્યાં જતાઆવતા ઘણાં દોષ સંભવે. તેથી માંસાદિની મુખ્યતાવાળી સંખડીમાં સાધુએ જવું નહીં. હવે અપવાદ માર્ગ કહે છે— ૧૩૨ તે ભિક્ષુ માર્ગમાં દુર્બળ થાય, બિમારીમાંથી ઉઠ્યો હોય, તપના આચરણથી ક્ષીણ થયો હોય કે સ્થાન ન મળે તો દુર્લભ દ્રવ્યનો અર્થી તે જો એમ જાણે કે - ૪ - ૪ - માર્ગમાં બીજ ઘાસ આદિ નથી, તો આવી અલ્પદોષવાળી સંખડી જાણીને માંસાદિ દોષ દૂર કરવામાં સમર્થ હોય તો કારણે ત્યાં જવા વિચારે. પિંડ અધિકારમાં ભિક્ષા સંબંધિ વિશેષ કહે છે– • સૂત્ર-૩૫૭ - તે સાધુ કે સાધ્વી યાવત્ પ્રવેશવાની ઇચ્છા કરે ત્યારે એમ જાણે કે દુઝણી ગાયો દોહાઈ રહી હોય, અશનાદિ રાંધવાની ક્રિયા ચાલુ હોય અથવા રાંધેલમાંથી કોઈ બીજાને અપાયુ નથી આ પ્રમાણે જાણીને ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિ અર્થે ન નીકળે કે ન પ્રવેશ કરે. કદાચ ગૃહસ્થના ઘેર સાધુ પહોંચી ગયા હોય તો ઉક્ત કોઈપણ કારણ જોઈને એકાંતમાં ચાલ્યા જાય, જ્યાં આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય એવા સ્થાને ઉભા રહે. જ્યારે એમ જાણે કે દુઝણી ગાયો દોહાઈ ગઈ છે, ભોજન રંધાઈ ગયું છે કે તેમાંથી બીજાને અપાઈ ગયેલ છે, ત્યારે સંયમપૂર્વક આહારપાણી માટે નીકળે કે ગૃહસ્થને ત્યાં પ્રવેશ કરે. • વિવેચન : તે ભિક્ષુ ગૃહસ્થના ઘેર પ્રવેશવા ઇચ્છે ત્યારે એમ જાણે કે દુધાળી ગાયો અહીં દોહવાઈ રહી છે, ત્યારે તેમને દોહવાતી જોઈને તથા અશન આદિ ચતુર્વિધ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy