SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૧/૨/૩૪૬ ૧૨૫ • વિવેચન : તે ભિક્ષુ આ પ્રકારનો આહારાદિ જાણે, તે પુરુષાંતર ધૃત્ નથી આદિ વિશેષણયુક્ત અપ્રાસુક અનેષણીય જાણી ગ્રહણ ન કરે તે સંબંધ છે. તેમાં સમવાય-મેળો, પિતૃપિંડ-મૃત ભોજન, ઇન્દ્રોત્સવ, કાર્તિકસ્વામી મહોત્સવ, - ૪ - દ્રાદિ પૂજા - ૪ - આવા વિવિધ મહોત્સવમાં જે કોઈ શ્રમણ, બ્રાહ્મણ આદિને આપવા ભોજન બનાવી અપાય છે, તેવું જાણી અપુરુષાંતÚતાદિ જાણી અપુરુષાંતસ્કૃતાદિ વિશેષણ વિશિષ્ટ આહારાદિ જાણી ગ્રહણ ન કરે. જો તે દાન બધાંને ન દેવાતું હોય, તો પણ ત્યાં ઘણા માણસો એકઠાં થયા હોય તો આવી સંખડીમાં પ્રવેશે નહીં. આ જ વાત કહે છે— પરંતુ જો એવો આહાર જાણે કે જે શ્રમણાદિને આપવાનો હોય તેને અપાયો છે, ગૃહસ્થલોકોને ત્યાં ખાતાં જુએ, તો આહાર માટે ત્યાં જાય, તે ગૃહસ્થોના નામ જણાવતા કહે છે - ગૃહપતિની પત્ની આદિને પૂર્વે ખાતાં જુએ કે માલિકને જુએ તો તેમને ઉદ્દેશીને કહે, હે આયુષ્યમતિ ! ઇત્યાદિ મને જે કંઈ ભોજન તૈયાર હોય તે આપ. - X - ગૃહસ્થ લાવીને આપે. ત્યાં જનસમૂહ એકઠો થવાથી કે બીજા કારણથી સાધુ પોતાની મેળે યારે કે યાસ્યા વિના ગૃહસ્થ આપે. તે પ્રાસુક, એષણીય જાણી લે. હવે અન્ય ગામની ચિંતાને આશ્રીને કહે છે– • સૂત્ર-૩૪૭ : સાધુ કે સાધ્વી અડધા યોજન જેટલું દૂર સંખડી [જમણવાર] છે તેમ જાણે તો સંખડી નિષ્પન્ન આહાર લેવા જવાનો વિચાર ન કરે. સાધુ-સાધ્વી પૂર્વ દિશામાં સંખડી છે તેમ જાણીને તેનો અનાદર કરી પશ્ચિમમાં જાય, પશ્ચિમમાં સંખડી જાણે તો પૂર્વ દિશામાં જાય. દક્ષિણમાં સંખડી જાણી ઉત્તરમાં જાય, ઉત્તરમાં જાણે તો દક્ષિણમાં આહાર માટે જાય. તે સંખડી જ્યાં હોય . જે ગામ, નગર, ખેટ, કટિ, મડંબ, પટ્ટણ, આગર, દ્રોણમુહ, નૈગમ, આશ્રમ, સંનિવેશ યાવત્ રાજધાનીમાં સંખડી [જમણવાર] હોય; ત્યાં જવાનો વિચાર પણ ન કરે. કેવળી ભગવંતે કહ્યું છે કે, આ કર્મબંધનું કારણ છે. જો સાધુ સંખડીમાં જવાના વિચારથી જાય તો તેને આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, ક્રીતકૃત, પામીત્ય, આચ્છેધ, અનિસૃષ્ટ કે આહત આહાર સેવન કરવો પડે. કેમકે ગૃહસ્થો ભિક્ષુની સંખડીમાં આવવાની શક્યતાથી નાનામાંથી મોટા કે મોટામાંથી નાના દ્વાર બનાવશે. વિશ્વમ સ્થાનને સમ કે સમ સ્થાનને વિશ્વમ બનાવશે. હવાવાળા સ્થાનને નિવૃતિ કે નિતિને વાયુવાળા કરશે. ઉપાશ્રયની અંદર અને બહાર વનસ્પતિને કાપી-કાપી, છેદી-છેદીને તે સ્થાનમાં સંસ્તાક બિછાવશે. એ પ્રમાણે સાધુને અનેક દોષ લાગશે. તેથી સંયમી નિર્પ્રન્થ આ પ્રકારની પૂર્વ કે પશ્ચાત્ સંખડીમાં જવાની ઇચ્છા ન કરે. આ સાધુ-સાધ્વીનો આચાર છે યાવત્ તેમ હું કહું છું. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન : તે ભિક્ષુ પ્રકર્ષથી અર્ધયોજન સુધીના ક્ષેત્રમાં જ્યાં પ્રાણીની વિરાધના થતી હોય તેવી સંખડી-અર્થાત્ જમણવારમાં જવાનો વિચાર ન કરે. જો ગામમાં અનુક્રમે ગૌચરી જતાં ત્યાં સંખડી છે તે જાણે તો શું કરે ? ૧૨૬ તે ભિક્ષુ પૂર્વ દિશામાં સંખડી જાણે તો પશ્ચિમમાં ગોચરી જાય [ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ. અર્થાત્ સંખડીનો અનાદર કરે. એટલે કે જ્યાં સંખડી હોય ત્યાં ન જાય. સંખડી ક્યાં ક્યાં હોય તે કહે છે - જેમકે - ગામ-જ્યાં ઇન્દ્રિયોની પુષ્ટિ થાય કે જ્યાં કર લાગે તે. નગર-જ્યાં કર ન હોય તે. ખેટ-ધૂળીયા કિલ્લાયુક્ત. કર્બટ-કુનગર, મડંબ-અર્ધ યોજનમાં રહેલ ગામ. પતનપાટણ આકર-ખાણ, દ્રોણમુખ-બંદર, નિગમ-વ્યાપારનું સ્થાન, આશ્રમ, રાજધાની-જ્યાં રાજા પોતે રહે, સંનિવેશ. આ સ્થાનોમાં સંખડી જાણીને સંખડીના હેતુથી આહારાર્થે જવું નહીં કેમકે કેવલીએ તેને કર્મ-ઉપાદાન કારણ કહ્યું છે. પાઠાંતથી આદાનને બદલે ‘આયતન' શબ્દ છે - એટલે કે - સંખડીમાં જવું તે દોષોનું સ્થાન છે. જે-જે સંખડીને ઉદ્દેશીને પોતે જાય, તો તે સ્થાને આમાંનો કોઈપણ દોષ લાગે છે– આધાકર્મ, ઔદેશિક, મિશ્ર, ક્રીત, ઉધતક, આચ્છેધ, અનિસૃષ્ટ, અભ્યાહત આમાંથી કોઈપણ દોષથી દોષિત ભોજન વાપરે, કેમકે જમણ કરનારો એવું ધારે છે કે, આવનાર સાધુને મારે કોઈપણ બહાને આપવું, એમ વિચારી આધાકર્માદિ દોષવાળું ભોજન બનાવે અથવા જે સાધુ લોલુપી થઈને જમણની બુદ્ધિએ ત્યાં જાય, તે આધાકર્મી ભોજન વાપરે છે. વળી સંખડી નિમિતે આવેલ સાધુ માટે વસતિ કેવી કરે ? અસંયત-ગૃહસ્થ, તે શ્રાવક પ્રકૃતિભદ્રક હોય, તે સાધુને આવતા જાણીને તેમના નિમિત્તે સાંકડા દ્વારને મોટા કે મોટા દ્વારને સાંકડા કરાવે. સમ જગ્યાને સાગારિક આવવાના ભયથી વિષમ કરાવે, વિષમ હોય તે સાધુના સમાધાન માટે સમ બનાવે. શીતના ભયે હવાવાળા સ્થાનને નિર્વાત કરાવે, ઉનાળો હોય તો હવા રહિત સ્થાનને હવાવાળું બનાવે. ઉપાશ્રયના ચોકમાં લીલું ઘાસ છેદી-છેદી, ઉખેડી-ઉખેડીને ઉપાશ્રય રહેવા યોગ્ય બનાવે અથવા સુવાની જગ્યા સુધરાવે. ગૃહસ્થ માને કે આ કાર્યને પોતાનું કર્તવ્ય માને. કેમકે સાધુ તો અકિંચન છે. વળી ગૃહસ્થ ન કરે તો સાધુ પોતે કરી લે. તેથી અનેક દોષ દુષ્ટ સંખડીને જાણીને નામકરણ કે લગ્નાદિ પુરઃસંખડી અને મૃતભોજનરૂપ પશ્ચાત્ સંખડી જાણીને સાધુ ન જાય, પરંતુ ગૃહસ્થે જગ્યા સુધારી રાખી હોય, જમણવારી પુરી થઈ હોય પછી વધેલો આહાર યાચીશું એવી બુદ્ધિથી સાધુ જાય. એ રીતે સંખડીના જમણને ઉદ્દેશીને તેવા સ્થાને સાધુ વિહાર ન કરે. આ જ સાધુની સંપૂર્ણ સંયમશુદ્ધિ છે કે સંખડીનું સર્વથા વર્જન કરે. ચૂલિકા-૧, અધ્યયન-૧ ‘પિન્ટુપ'' ઉદ્દેશા-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy