SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૧/૧/૩૪૩ બધાં ભિક્ષા માટે જતા હોય, તે બધાને દાન આપવા છકાયની વિરાધના કરી ભોજન તૈયાર કર્યું હોય; જો થોડું રાંધે તો બધાને અંતરાય થાય, માટે વધુ રાંધે. તેથી આવા સ્થાનમાં સાધુ ગોચરીને માટે ન જાય. ઉપસંહાર કરતા કહે છે કે - આરંભથી જે કંઈ કહ્યું, તે ભિક્ષુને સમગ્ર જે ઉદ્ગમ, ઉત્પાદન, ગ્રહણએષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ કારણો વડે સમજીને સુપરિશુદ્ધ પિંડ સાધુઓએ લેવો. તે જ્ઞાનાચાર સમગ્રતા દર્શન, ચાસ્ત્રિ, તપ અને વીર્યાચાર સંપન્નતા છે અથવા સૂત્રમાં કહ્યા મુજબ જે સરસ, વિસ આહાર મળે અથવા રૂપ, રસ, ગંધ, સ્પર્શ વડે સાધુ સમિત રહે અર્થાત્ પાંચ સમિતિથી સમિત થઈ શુભ-અશુભમાં રાગદ્વેષ રહિત બને. આવો સાધુ હિત સાધવાથી સહિત છે અથવા જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિથી સહિત છે. તે સંયમયુક્ત થાય. આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને કહ્યું કે, મેં ભગવંત પાસે સાંભળ્યું તે તમને કહું છું, સ્વેચ્છાથી નહીં. બાકી પૂર્વવત્. ચૂલિકા-૧ અધ્યયન-૧ પિંડ-એષણાના ઉદ્દેશક-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૧૨૩ મૈં ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૨ ૦ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૧માં પિંડનું સ્વરૂપ બતાવ્યું, અહીં તેની વિશુદ્ધકોટિ કહે છે. • સૂત્ર-૩૪૪ : a સાધુ કે સાધ્વી આહાર અર્થે ગૃહસ્થને ઘેર પ્રવેશીને અશનાદિના વિષયમાં એમ જાણે કે આઠમના પૌષધના સંબંધમાં, પાક્ષિક-માસિક-દ્વિમાસિકત્રિમાસિક-ચાતુમાસિક-પંચમાસિક-છમાસિક ઉપવાસના પારણાના સંબંધમાં, ઋતુઋતુસંધી-ઋતુ પરિવર્તનના ઉપલક્ષ્યમાં યૂર્તિકારના મતે નદી આદિના ઉપલક્ષ્યમાં બનાવેલ છે અને અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વીપકને એક વાસણમાંથી, બે કે ત્રણ વાસણમાંથી કાઢીને અપાય છે, કુંભીના મુખમાંથી કે ગોળીમાંથી સંચિત કરેલ ગોરસાદિ પદાર્થો અપાય છે; તેવા પ્રકારના અશનાદિ પુરુષાંતકૃત્ થયા નથી યાવત્ આસેવિત થયા નથી તો આપાસુક, અનેષણીય જાણીને ગ્રહણ ન કરે. જો પુરુષ ંતકૃત્ કે આસેવિત થયા જાણે તો પ્રાસુક જાણી લે. • વિવેચન : તે ભાવભિક્ષુ આવા પ્રકારનો આહાર છે તેમ જાણે, જેમકે - આઠમનો પૌષધોપવાસ તે અષ્ટમી પૌષધ ઉત્સવ તથા પાક્ષિકાદિથી ઋતુ પર્યન્તનો અને ઋતુ પરિવર્તનનો ઉત્સવ જાણે - જેમાં ઘણાં શ્રમણ, બ્રાહ્મણ આદિને એક ‘પિઠક’વાસણમાંથી ભાત વગેરે અપાતા આહારને ખાતાં દેખીને કે બે, ત્રણ વાસણથી અપાતું આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ જાણે. આ વાસણ સાંકડા મુખની કુંભી હોય, દેઘડો હોય તેમાંથી અપાય. ‘સંનિધિ’ ગોરસ આદિ, ‘સંચય'-ધૃત-ગુડાદિ. આવો પિંડ અપાતો જાણીને પુરુષાંતર કૃતાદિ ન હોય તો અપ્રાસુક, અનેષણીય જાણીને મળતું હોય તો પણ ગ્રહણ ન કરે - પરંતુ - જો તેને પુરુષાંતસ્કૃત્ આદિ વિશેષણયુક્ત જાણે તો તે આહાર ગ્રહણ કરે. હવે જે કુળોમાં ગૌચરી જવું કો તેનો અધિકાર કહે છે— - સૂત્ર-૩૪૫ : તે સાધુ કે સાધ્વી જાણે કે આ ઉગ્રકુલ, ભોગકુલ, રાજકુળ, ક્ષત્રિય કુલ, ઇક્ષ્વાકુકુલ, હરિવંશકુળ, ગોપકુળ, વૈશ્યકુળ, ગંડકુલ, કોટ્ટણકુલ, ગામ રક્ષકકુલ, બુક્કસકુળ તેવા પ્રકારના બીજા અતિરસ્કૃત અનિંદિત કુળોમાં અશનાદિ આહાર છે, તેને પામુક અને એષણીય જાણીને ગ્રહણ કરે. • વિવેચન : તે ભિક્ષુ ભિક્ષાને માટે જવા ઇચ્છે તો આવા કુળો જાણીને પ્રવેશ કરે. જેમકેઉગ્ર એટલે આરક્ષક, ભોગ એટલે રાજાને પૂજવા યોગ્ય, રાજન્ય એટલે મિત્રસ્થાનીય, ક્ષત્રિય-રાષ્ટકૂટાદિ, ઇક્ષ્વાકુ-ઋષભસ્વામીના વંશજ, હવિંશ-અરિષ્ઠનેમિવંશ સ્થાનીય, એસિઅ-ગોષ્ઠ, વૈશ્ય-વણિજ, ગંડક-નાપિત, જે કામમાં ઉદ્ઘોષણાનું કામ કરે છે, કોટ્ટાગ-સુતાર, બુક્કસ-વણકર. તેવા કુલોમાં ગૌચરી જવું કે જ્યાં જવાથી લોકોમાં નિંદા ન થાય. વિવિધ દેશના શિષ્યોને સુખેથી સમજાય તે માટે પર્યાર્યાન્તરથી આ નામો કહ્યા છે. ૧૨૪ ન નિંદવા યોગ્ય કુળોમાં ગૌચરી જાય એટલે ચર્મકાર કુલ, દાસી આદિ કુલમાં ગૌચરી ન જાય, પણ તેથી ઉલટું સારા કુળોમાં જ્યાં ગૌચરી પ્રાણુક અને એષણીય મળે તો ગ્રહણ કરે - તથા - • સૂત્ર-૩૪૬ : કે તેવા તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે અશનાદિ માટે અહીં ઘણા લોકો એકઠા થયેલ છે, પિતૃ ભોજન છે કે ઇન્દ્ર-દ-રુદ્ર-મુકુદ-ભૂત-યજ્ઞ-નાગરૂપ-ચૈત્ય-વૃક્ષ-પર્વત-ગુફા-કૂવા-તળાવ-દ્રહ-નદી-સરોવર-સાગર-આગર અન્ય પ્રકારના વિવિધ મહોત્સવ થઈ રહ્યા છે તેમાં ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકોને એક વાસણ કે બે વાસણ આદિમાંથી કાઢીને ભોજન પીસાઈ રહ્યું છે. તે જોઈને તે અશનાદિ પુરુષાંતર કૃત નથી તેમ જાણીને યાવત્ ગ્રહણ ન કરે. પરંતુ જો એમ જાણે કે જેમને આપવાનું હતું તે પાઈ ગયું છે હવે તેમને ભોજન કરતા જોઈને અને ગૃહસ્થ પત્ની-બહેન-પુત્ર-પુત્રી-પુત્રવધૂ-ધાત્રી દાસ-દાસી-નોકર કે નોકરાણી તે આહારને ભોગવી રહ્યા છે તો તેમને કહે કે, હે આયુષ્યમતી બહેન ! મને આ ભોજનમાંથી કંઈ આપશો ? સાધુ આમ કહે ત્યારે કોઈ અશનાદિ લાવીને આપે, તેવા અશનાદિ સાધુની યાચનાથી કે યાચના વિના આપે તો ગ્રહણ કરે.
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy