SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૯/૪/૩૨૬ થી ૩૩૦ ૧૦૯ ૧૧૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પરિવ્રાજક, તાપસ, નિન્જાદિ શ્રમણમાંથી કોઈપણ હોય કે ગામના ભિખારી ઉંદર મરણાર્થે ભટકતા હોય કે અતિથિ-આગંતુક હોય તથા ચાંડાલ, બીલાડી, કૂતરું કે કોઈ આગળ ઉભું હોય [૩૨૯-] તો તેમની વૃત્તિને છેદ્યા વિના, મનથી દુપ્પણિધાનને વર્જીને, તેમને લેશમાત્ર ત્રાસ ન થાય તે રીતે ભગવંત ચાલતા હતા. તથા બીજ કુંથવા આદિ જંતુની હિંસા ન થાય તે રીતે ગૌચરી-આહાર શોધતા હતા-ચાલતા હતા. [33૦-] દહીં વગેરેથી ભોજન ભીંજાવેલું હોય કે વાલ-ચણા આદિ સુકું હોય, ઠંડુ ભોજન હોય કે પયુષિત ભોજન તથા ઘણા દિવસના સીઝેલા જુના કુભાષ હોય, જનું ધાન્ય કે ભાત વગેરે હોય અથવા જનો સાથવો વગેરે હોય, ઘણાં દિવસનું ભરેલું ગોરસ અને ઘઉંના મંડક હોય તથા જવમાંથી બનેલ પુલાક હોય; આવો કોઈપણ આહાર મળે તો રાગ-દ્વેષરહિત થઈને વાપરતા તથા બીજો કોઈ આહાર મળે કે ન મળે પણ ભગવંત સંયમપૂર્વક વિચરતા. જો પતિ કે સારી ગૌચરી મળે તો અભિમાન ન કરતા અને ઓછી કે ખરાબ ગૌચરી મળે તો આપનારની ગુપ્તા ના કરતા • વળી - તેવો આહાર મળે તો ખાઈને અને ન મળે તો ભૂખ્યા રહીને ભગવંત સારું ધ્યાન કરે છે. દુર્ગાન કરતા નથી. કઈ અવસ્થામાં ધ્યાન કરે છે. તે કહે છે– • સૂત્ર-૩૩૧ થી ૩૩૪ : [33૧-] ભગવંત મહાવીર ઉકડુ આદિ આસનોમાં સ્થિત અને સ્થિર ચિત્ત થઈને ધ્યાન કરતા હda. ઉd-ધો-તિછલોકમાં સ્થિત દ્રવ્યાદિનું ધ્યાન કરતા સમાધિમાં સ્થિત રહેતા. [33] ભગવંત કપાયરહિત, આસક્તિરહિત થઈ, શબ્દ અને રૂપમાં અમૂર્ષિત થઈ ધ્યાન કરતા. 98ાસ્થ હોવા છતાં સંયમમાં પ્રબળ પુરષાર્થ કરતા ભગવંતે એક પણ વખત પ્રમાદ ન સેવ્યો. [333-] ભગવતે આત્મશુદ્ધિ દ્વારા સ્વયં જ આયતયોગને પ્રાપ્ત કર્યો માયાદિ કષાયોના વિજેતા બન્યા. જીવનપર્યત સમિતિયુકત રહ્યા. [૩૩૪-] આપતિજ્ઞ, મતિમાન, માહણ, ભગવંતે આ વિધિનું વારંવાર આચરણ કરેલું છે, બીજ મુમુક્ષુ પણ આ રીતે આચરણ કરે.. • વિવેચન-૩૩૧ થી ૩૩૪ - ઉ૩૧] ઉત્કટક, ગોદોહિક, વીરાસન આદિ અવસ્થામાં, મુખવિકારાદિ ચંચળ ચેષ્ટાને છોડીને ધર્મ કે શુક્ર ધ્યાન ધ્યાવે છે. ત્યાં કયા ધ્યેયને ભગવંત ધ્યાવે છે ? તે કહે છે - ઉંચે, નીચે તથા તીછલોકમાં જે જીવ તથા પરમાણું વગેરે વિધમાન છે તેને દ્રવ્ય-પર્યાય, નિત્યઅનિત્યાદિ રૂપપણે ધ્યાવે છે. તથા અંતઃકરણદ્ધિ-સમાધિને દેખતા અપ્રતિજ્ઞા થઈને ધ્યાવે છે. ૩૩૨] કષાયરહિતપણે-ક્રોધાદિથી ભ્રકુટી ચડાવ્યા વિના તથા ગૃદ્ધપણું દૂર કરીને, શબ્દ રૂપાદિમાં ઇન્દ્રિયાર્થે મૂર્ષિત થયા વિના ધ્યાન કરે છે. મનને અનુકૂળમાં રાગ નથી તેમ પ્રતિકૂળમાં દ્વેષ નથી કરતા. તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાયકર્મ હોવાથી છઠ્ઠા હતાં, તો પણ વિવિધ સંયમાનુષ્ઠાનમાં પરાક્રમ બતાવીને કષાયાદિ પ્રમાદ એક વખત પણ ન કર્યો. [333-3 તથા પોતે પોતાના આત્માથી તાવને જાણીને સંસારનો સ્વભાવ જાણનારા સ્વયંબુદ્ધ બની તીર્થ પ્રવર્તનાર્થે ઉધમ કયોં. કહ્યું છે કે, આદિત્યાદિ વિબુધોના સમૂહે કહ્યું કે, હે નાથ ! આ ત્રણ લોકમાં સારરૂપ અનુપમ જે શિવપદ છે - શીઘ ભવભય છેદનાર છે તે તીર્થને આપ શીધ્ર સ્થાપન કરો ! આ પ્રમાણે આવું વાક્ય તમારી સ્મૃતિ માટે કાને ન પડ્યું હોત, તો આ નિયોગ કેવી રીતે થાત ! તથા તીર્થ પ્રવર્તનાર્થે ભગવંત કેવી રીતે ઉધમ કર્યો કહે છે આત્મશુદ્ધિ વડે - પોતાના કર્મનો ક્ષયોપશમ તથા ક્ષય કરવા વડે સુપણિહિત મન-વચન-કાયાના યોગો જે આયતયોગ છે તેને ધારણ કરી, વિષય કષાયાદિને ઉપશમાદિથી શીતીભૂત કરેલ તથા માયા રહિત ઉપલક્ષણથી ક્રોધાદિ હિત બની માવજીવ ભગવંત પાંચ સમિતિએ સમિત તથા ત્રણ ગતિએ ગુપ્ત બનીને રહ્યા. [૩૩૪-] શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશકની વ્યાખ્યા સમાપ્ત કરતા કહે છે - અનંતરોકત “શસ્ત્રપરિજ્ઞા'થી આરંભીને જે બતાવ્યું તે અનુષ્ઠાન આસેવન પરિજ્ઞા વડે વધમાન સ્વામીએ સેવેલ-આચરેલ છે તે ભગવંત ચાર જ્ઞાન વડે યુક્ત, અનેક પ્રકારે નિદાનરહિત થઈ આચરેલ છે. ઐશ્વર્યાદિ ગુણથી યુક્ત છે તેથી બીજા પણ મુમુક્ષુ ભગવદ્ આસીમાં મોક્ષ આપનાર માર્ગ વડે આમતિને આચરતા વિચરે. આ પ્રમાણે સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે, તે હું કહું છું જે વીર પ્રભુના ચરણની સેવા કરતાં મેં સાંભળેલ છે. અધ્યયન-૯ “ઉપધાનશ્રુત' ઉદ્દેશો-૪ “આતંકિત''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ આ પ્રમાણે સૂવાનુગમ તથા સૂકાલાપક નિષ્પન્ન નિક્ષેપ સૂત્રસ્પર્શ નિયુક્તિ સહિત વર્ણવ્યો છે. ક અધ્યયન-ત્નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ હવે નયોનું વર્ણન કરે છે . નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસબ, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નો સામાન્યથી છે. તે સંમતિતર્ક વગેરેમાં લક્ષણથી અને વિધાનથી કહેલ છે. અહીં તે નયોને જ્ઞાન અને ક્રિયા બંને નયોમાં સમાવીને સમાસથી કહીએ છીએ. આચારાંગ સૂત્રના અધિકારમાં જ્ઞાન અને ક્રિયા બે નયો સમાવિષ્ટ છે. જ્ઞાનક્રિયાની અધીનતાથી મોક્ષને માટે શાસ્ત્રપ્રવૃત્તિ છે. જ્ઞાન અને ક્રિયા પરસ્પર સંબંધથી જ વિવક્ષિત કાર્ય સિદ્ધિમાં સમર્થ છે. પણ એકલું જ્ઞાન કે હોકલી ક્રિયા સમર્થ નથી. • જ્ઞાન નયવાળાનો અભિપ્રાય આ પ્રમાણે છે - જ્ઞાન જ પ્રધાન છે. કિયા
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy