SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૯/૪/૩૨૦ થી ૩૨૪ ૧09 ૧૦૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૩૨૦ થી ૩૨૪ : [૩૨૦-] ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભગવત અભાષી થઈ વિચરતા હતા. કયારેક શિયાળામાં છાયામાં બેસી ધ્યાન કરતા. રિ૧] ભગવંત ઉનાળામાં તાપ સન્મુખ ઉcકટ આસને બેસતા અને આતાપના લેતા હતા. શરીર નિર્વાહ માટે તેઓ લુખા ભાત-ભોરનું ચૂર્ણ તથા અડદના બાકળાનો આહાર કરતા હતા. ડિરર-] ભગવંતે ઉક્ત ત્રણે વસ્તુ આઠ માસ સુધી વાપરી હતી. ભગવતે ક્યારેક પંદર દિવસ તો ક્યારેક મહિના સુધી પાણી પણ તેવું જ પીવું. ૩િ -] ભગવત ક્યારેક બે માસથી અધિક સમય, ક્યારેક છ માસ સુધી પાણી પણ પીધું નહીં રાત-દિવસ આપતિત થઈ વિચય. પારણે ભગવત સદા નીરસ ભોજન કર્યું હતું. [૩ર૪-] ભગવત પોતાની સમાધિનો વિચાર કરી, નિષ્કામ ભાવથી કયારેક છ8, અટ્ટમ, ચાર કે પાંચ ઉપવાસ કરી પારણું કરતા હતા. • વિવેચન-૩૨૦ થી ૩૨૪ : [૩૨૦-] વળી ઇન્દ્રિયોના વિષયોમાં શબ્દાદિમાં મોહ ન પામતાં સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે છે. તેથી વિરત છે. તથા જીવોના રક્ષક ભગવંત બહુ બોલનારા ન હતા - એક વખત પણ બોલે તેવી ‘બહુ’ શબ્દ લીધો. નહીં તો ‘અવાદી' શબ્દ લેત. કોઈ વખત શિયાળામાં ભગવંત ધર્મ કે શુક્લ ધ્યાનમાં સ્થિર રહેતા હતા. [૨૧] વળી ગ્રીષ્મ ઋતુમાં ભગવંત આતાપના લેતા તે બતાવે છે. ઉકુટુક આસને ભણવંત સૂર્યના તાપ સામે બેસતા અને ધર્મના આધારરૂપ દેહને લુખા કોદરા, બોરનું ચૂર્ણ, અડદ, પર્યાષિત કે સિદ્ધ માસા આદિથી નિભાવતા હતા. હવે કાળ અવધિ વિશેષથી બતાવે છે [૩૨૨-] કદાચ કોઈને શંકા થાય કે ઉક્ત ભાત, બોર ચૂર્ણ, અડદ સાથે મેળવીને ખાતા હશે ? તે દૂર કરવા કહે છે - તે ત્રણે સાથે, એકલા કે જેમ મળે તેમ ખાતા હતા. કેટલો કાળ આમ કર્યું ? તે કહે છે– આઠ માસ ઋતુબદ્ધ કાળ ભગવંતે આ રીતે નિર્વાહ કર્યો. તથા પાણી પણ અડધો માસ કે એક માસ તેવું જ પીધું. [૩૨૩-] વળી બે માસથી અધિક અથવા છ માસથી પણ વધારે ભગવંતે પાણી પણ પીધા વિના રાત-દિવસ નિહિ કર્યો. હું પાણી પીશ તેવી ઇચ્છા-પ્રતિજ્ઞા પણ ન કરી તથા કોઈવાર પયુષિત અન્ન પણ ખાઈ લેતા હતા. [૩૨૪-] કોઈ વખત છૐ [ભક્ત] કરી પારણું કરતા - તે આ રીતે - પહેલે દિવસે એક વખત ખાય, પછી બે દિવસ ન ખાય [ઉપવાસ કરે), ચોથે દિવસે એક વખત ખાય. એ રીતે છ વખત ના ભોજનના ત્યાગચી છä થાય છે. એ રીતે દિવસની વૃદ્ધિથી અમ આદિ લેવું. અથવા કોઈ વખત આઠ ભક્ત, દશ ભક્ત કે બાર ભક્ત ભોજન ન કર્યું. આ બધો તપ શરીરની સમાધિ રાખીને કરતા પણ ભગવંતને કદી મનની દીનતા ન થતી. તથા નિયાણું કરતા ન હતા. • સૂત્ર-૩૫ - હેય-ઉપાદેયને જાણીને ભગવંતે સ્વયં પાપ ન કર્યું. બીજી પાસે પણ ન કરાવ્યું અને પાપકર્મ કરનારને અનુમોધા નહીં. • વિવેચન : ભગવંત મહાવીરે હેય-ઉપાદેયને જાણીને કર્મ-પ્રેરણ-સહિષ્ણુ બની જાતે પાપકર્મ કર્યું નહીં, બીજા પાસે પાપકર્મ કરાવ્યું નહીં, પાપકર્મ કરનાઓ અનુમોદન ન કર્યું. વળી • સૂત્ર-૩૨૬ થી ૩૩૦ : રિ૬-] ભગવત ગામ કે નગરમાં જઈ બીજા માટે બનાવેલ આહારની ગવેષણા કરતા હતા અને સુવિશુદ્ધ આહાર ગ્રહણ કરી યતયોગથી સેવન કરતા હતા. [3] ભિન્ન લેવા જતાં ભગવંત સ્તામાં ભૂખ્યા કાગડા વગેરે કે બીજ સલોનુષ પક્ષીઓ જમીન ઉપર ભેગા થયેલા દેખાય તો [૨૮] અથવા કોઈ બ્રાહાણ, શાકયાદિ શ્રમણ, ભિખારી, અતિથી, ચાંડાલ, બિલાડી કે કૂતરાને માર્ગમાં બેઠેલા જોઈને [૩૨૯-] તેઓની [તે કાગડા આદિ, બ્રાહ્મણ આદિની] આજીવિકામાં વિચ્છેદ ન થાય, તેમને પીતિ ન થાય તે રીતે, ભગવંત ધીરે-ધીરે નીકળી; તેમની હિંસા ન થાય તે રીતે આહારની ગવેષણા કરતા. [33o-] ભિક્ષામાં પ્રાપ્ત આહાર દૂધ-ઘીથી યુક્ત હોય કે રુક્ષ-સુકો હોય, શીત હોય કે અડદ-જુનું ધાન્ય-જવાદી હોય; તે પણ મળે કે ન મળે ભગવંત સમભાવ ધારણ કરતા હતા. • વિવેચન-૩૨૬ થી 330 - [૨૬] ભગવત ગામ કે નગરમાં પ્રવેશીને આહાર શોધતા, તે બીજા માટે બનાવેલું અર્થાત્ ઉદ્ગમ દોષરહિત હોય છે તથા સુવિશુદ્ધ એટલે ઉત્પાદન દોષરહિત તથા એપણા દોષરહિત આહાર શોધતા. ભગવંત માયત એટલે સંયમ અને થાક એટલે મન, વચન, કાયલક્ષણ. એવા ‘આયતયોગ'-જ્ઞાન ચતુષ્ટય વડે - X - શુદ્ધ આહાર લાવીને ગૌચરીના પાંચ દોષ મળીને ગૌચરી વાપરતા હતા. [૩૨] વળી ભિક્ષા માટે નીકળેલ ભગવંતના માર્ગમાં ભૂખથી પીડાયેલા કાગડા તથા બીજા રસાર્થી-પાણીની ઇચ્છાવાળા કપોત-કબૂતર આદિ પ્રાણીઓ તથા ખાવાનું શોધવા માટે રસ્તામાં બેઠેલા હોય તેમને જમીન ઉપર બરોબર જોઈને તેમને ખાવા-પીવામાં અડચણ ન પડે તેવી રીતે હંમેશાં ધીમે ધીમે ગૌચરીને માટે ચાલે છે. ૩૨૮] અથવા બ્રાહ્મણને લાભ માટે ઉભેલો જાણીને તથા શાક્ય-આજીવક,
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy