SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૮/૮/૨૫૧ થી ૨૫૦ ૮૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ દેખાતું પોલાણ રહિત સ્થાન કે ફલક ટેકો લેવા માટે શોધે. [૨૫] ઇંગિત મરણને આશ્રીને જે નિષેધ છે, તે કહે છે, આ અનુષ્ઠાનથી કે ટેકા વગેરેથી વજ માફક ભારે કર્મ કે પાપથી દૂર રહે. તે ધુણાવાળા લાકડાનો ટેકો વગેરે ન લે, તથા ઊંચી નીચી કાયાને કરતાં અથવા દુપ્રણિતિ વચનયોગથી અને આર્તધ્યાનાદિ મનોયોગથી પોતાના આત્માને દોષ લાગતો જાણીને તેનાથી દૂર રહે. અર્થાત્ પાપ ઉપાદાનરૂપ આત્માથી નિવાઁ-દૂર રહે.. તેમાં ધૈર્ય આદિ યુક્ત હોય તો શરીરની વૈયાવચ્ચ ન કરે. ચડતા શુભ ભાવના કંડકવાળો બની અપૂર્વઅપૂર્વ ભાવ ધારાએ ચઢી સર્વજ્ઞ પ્રણીત ગમાનુસાર પદાર્થ સ્વરૂપ નિરૂપણમાં પોતાની મતિ સ્થિર કરીને આ શરીર આત્માથી જુદું છે, માટે તજવા યોગ્ય છે, એમ વિચારી બધાં દુઃખ સ્પર્શી તથા અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ પરીષહોને તથા વાત, પિત્ત, કફના ઠંહ કે જુદા રોગો આવે તો મારે કર્મક્ષય કરવો હોવાથી મારે આ પૂર્વકૃતુ પાપ ભોગવવાં જોઈએ, એમ વિચારી દુ:ખ સહે. કેમકે મેં જે શરીરને વ્યાખ્યું છે, એને જ ઉપદ્રવ કરશે, પણ જે ધર્મઆચરણ કરવું છે તેને બાધા નહીં કરે, તેમ વિચારી દુ:ખ સહે. • સૂત્ર-૫૮ થી ૨૬૩ : રિપ૮] આ પાદપોપગમન અનશન ભક્તપરિજ્ઞા અને ઇંગિતમરણની અપેક્ષાએ વિશિષ્ટતા છે જે તેનું વિધિ સહ પાલન કરે છે, તે શરીરમાં તીવ્ર વેદના થવા છતાં પણ તે સ્થાનથી દૂર જતાં નથી. રિપ૯] પાદપોપગમન ઉત્તમધર્મ છે કેમકે પૂર્વોક્ત બંને મરણ કરતાં અધિક પ્રયતનથી ગ્રાહ્ય છે. મુનિ નિદૉષ ભૂમિને જોઈને પાદપોપગમનની વિધિનું પાલન કરે અને કોઈપણ અવસ્થામાં સ્થાનાંતર ન કરે. રિ૬o] નિજીવ સ્થાન અને પાટિયા આદિને પ્રાપ્ત કરી તેના પર મુનિ સ્થિત થાય. શરીરમમત્વનો સર્વથા ત્યાગ કરે અને વિચારે કે મારા શરીરમાં કોઈ પરીષહ નથી. [૨૬] નવજીવ પરીષહ ઉપસર્ગો આવવાના જ. એમ જાણી, સંવૃત્ત શરીર ભેદને માટે પ્રાજ્ઞ ભિક્ષુ તેને સમભાવે સહન કરે રિ૬] મુનિ વિપુલ કામભોગને નશ્વર જીણી, તેમાં ન . શાશ્વત મોક્ષને વિચારીને કોઈ પ્રકારે છા-નિદાન ન કરે [૨૬] આવા મુનિને કોઈ શાશ્વત સૈભવ માટે નિમંત્રણ કરે કે દિવ્ય માયા કરે, તો તેની શ્રદ્ધા ન કરે. તે મુનિ સમસ્તમાયાને દૂર કરીને સત્ય સ્વરૂપને સમજે.. • વિવેચન-૫૮ થી ૨૬૩ - [૫૮] ઇંગતમરણ અધિકાર કહ્યો. હવે પાદપોપગમન અનશન કહે છે - અનંતર કહેલ હોવાથી પહેલાં અહીં પ્રત્યક્ષ મરણ વિધિ કહે છે. તે ‘આયતતર' છે. ફક્ત ભક્તપરિજ્ઞા નહીં ઇંગિતમરણ વિધિ કરતાં પણ આ આયતતર છે. • X - X • અથવા ઉક્ત બંને કરતા અતિશય આd છે, માટે આવતર અત્િ પ્રયન સાધ્ય છે. તે રીતે આ પાદપોપગમન મરણ વિધિ દૃઢતર છે. તેમાં પણ ઇંગિત મરણાનુસાર પ્રવજ્યા, સંલેખનાદિ બધું જાણવું. જો આ આયતતર છે તો શું કરવું ? તે કહે છે - જે ભિક્ષુ કહેલી વિધિએ જ પાદપોપગમન વિધિ પાળે તથા કાય વ્યાપાર છોડે કે મૂછ પામે કે મરણ સમુદ્ઘાત આવે કે શિયાળ, ગીધ આદિ લોહી-માંસ ખાય, તો પણ મહાસત્તત્વથી, મહાફળ પ્રાપ્તિ જાણી; દ્રવ્ય અને ભાવથી તે સ્થાન વડે અને શુભ અધ્યવસાયથી ચલિત ન થાય. [૫૯] વળી અંતઃકરણ નિષ્પન્ન હોવાથી આ પ્રત્યક્ષ ઉત્તમ મરણ વિધિ છે. તે પાદપોપગમન રૂપ મરણનો શ્રેષ્ઠ વિધિ છે. તેની ઉત્તમતાના કારણો દશાવે છે - X - X - ભક્ત પરિજ્ઞા અને ઇંગિતમરણરૂપ વિધિથી તે પ્રકર્ષે ગ્રાહ્ય છે. તેથી પાદપોપગમનને પ્રગૃહિતતર કહે છે. ઇંગિત મરણમાં જે કાય સ્પંદન છૂટ હતી, તે પણ અહીં નથી. જેમ ઝાડનું મૂળ જમીનમાં હોય તે બળાતું કે છેદાતું હોય તો પણ નિશ્ચેષ્ટ નિક્રિય રહે છે અને પડતું નથી. તેમ આવો સાધુ વિલાતિપુત્ર માક સ્થિર રહે છે, પણ પોતાના સ્થાનથી ખસતો નથી. એ જ હવે દશવિ છે– અચિર સ્થાન તે સંથારાની ભૂમિ. તે પૂર્વોક્ત વિધિઓ જોઈને તેમાં રહે. અહીં પાદપોપગમનના અધિકારથી ‘વિહરણ'નો અર્થ વિધિપાલન કહ્યો. તેથી સ્થાનથી ખસે નહીં. બધાં ગાત્રના વિરોધમાં પણ સ્થિર રહે. આવો કોણ છે ? ‘માળ' એટલે સાધુ. તે બેઠો હોય કે ઉભો હોય તો પણ શરીર કર્મ કર્યા વિના જેવી રીતે પહેલા કાયાને સ્થાપી હોય તેમ જ અચેતન માફક રહે, પણ ચાલે નહીં. આ જ વાતને બીજી રીતે દર્શાવે છે– [૨૬] અચેતન અર્થાત્ જીવરહિત. તેવી સંચારા ભૂમિ કે પાટીયું આદિ મેળવીને સમર્થ પુરુષ તેને કે કોઈ કાષ્ઠના ટેકે પોતાને સ્થાપે. પછી ચાર પ્રકારનો આહાર ત્યાગીને મેરુ પર્વત માફક નિપ્રકંપ રહે. આલોચનાદિ કરી, ગુની આજ્ઞાપૂર્વક શરીરનો ત્યાગ કરે. - x • જો તેને કોઈ પરીષહ ઉપસર્ગ થાય તો ભાવના ભાવે કે, આ પરીષહ મારા દેહને થતાં નથી, કેમકે મેં દેહત્યાગ કર્યો છે. • x • અથવા મારા દેહને પરીષહો નથી. કેમકે સારી રીતે સહેવાથી તે સંબંધી પીડાના ઉદ્વેગનો અભાવ છે. તેથી પરીષહોને કર્મશગુના જયમાં સહાયક માની તેને અપરીષહરૂપ જ ગણે. [૨૬૧] આ પરીષહો ક્યાં સુધી સહેવા ? આખી જીંદગી સુધી આ પરીષહઉપસર્ગો સહેવા. એમ જાણીને સહે અથવા મને જાdજીવ પરીષહ-ઉપસર્ગ નથી એમ જાણીને સહે. અથવા જયાં સુધી જીવન છે, ત્યાં સુધી પરીષહ-ઉપસર્ગ પીડા છે, પછી કયાં છે ? મારે આ અવસ્થામાં ક્ષણવાર રહેવાનું હોવાથી આ પીડા અને માત્ર છે, તેમ જણીને કાયાને બરાબર સંવરીને શરીર ત્યાગ માટે હું તૈયાર થયેલો છે, તેમ માનીને ઉચિત વિધાન વેદી મુનિ કાય-પીડાદાયી કષ્ટ સહન કરે. [૨૬૨] આવા સાધુને જોઈને કોઈ રાજાદિ ભોગ માટે નિમંત્રણા કરે તે બતાવે
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy