SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૮/૮/૨૪૮ થી ૨૫૦ ૮૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ગ્રહણ કરે છે. આ કોને હોય છે ? દ્રવ્ય-સંયમ જેને હોય તે દ્રવિક છે, તે જઘન્યથી નવા પૂર્વી હોય તેવા ગીતાર્થને હોય છે, બીજાને નહીં. અહીં ઇંગિતમરણમાં પણ સંલેખનામાં કહેલ વૃણ સંથારાદિ સમજવું. હવે બીજી વિધિ કહે છે– • સૂત્ર-૨૫૧ થી ૨૫૭ : રિપ૧] જ્ઞાતપુત્ર મહાવીરે ઇંગિતમરણમાં વિશિષ્ટતા બતાવી છે. આત્મ વ્યાપાર સિવાય બીજ પાસે ત્રણ, ત્રણ યોગથી વૈયાવૃત્ય ન કરાવે. રપ) તે લીલોતરી પર ન સૂવે, શુદ્ધ ભૂમિ જાણીને સૂવે. પરિગ્રહ અને આહારનો ત્યાગી તે ભિક્ષ પરિગ્રહો અને ઉપસર્ગોને સહન કરે. રિપ3] નિરાહાર રહેવાથી ઇન્દ્રિયો શિથિલ બને તો પણ સમભાવમાં રહે. તે હલનચલન આદિ ક્રિયાઓ કરે છે નિંદનીય નથી, કેમકે તે અચલ છે અને સમાહિત છે.. [૫૪] ઇંગિત મરણ સ્થિત મુનિ શરીરની સુવિધા માટે નિયતભૂમિમાં જઈ અને પાછો ફરી શકે છે. પોતાના અંગોપાંગને સંકોચી કે પસારી શકે છે શરીરમાં શક્તિ હોય તો નિગ્નેટ થઈને પણ રહે. ] જે આ મુનિ બેઠા બેઠા થાકી જાય તો નિયત પ્રદેશમાં ચાલે, થાકી જાય તો બેસે, સીધા ઉભા રહે કે સીધા સૂઈ જાય. ઉભા ઉભા થાકી જાય તો અંતે બેસી જાય. - [૫૬] આવા અનુપમ મરણને સ્વીકારી મુનિ પોતાની ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરી સંયમમાં સ્થિર કરે. ટેકો લેવા જે પાટિયું રાખેલ હોય, તેમાં જીવજંતું હોય તો તેને બદલીને નિર્દોષ પાટિયાની ગવેષણ કરે. રિ૫૭] જે વસ્તુના અવલંબનથી પાપની ઉત્પત્તિ થાય. તેનું અવલંબન ન લે, પોતાના આત્માને પણ વ્યાપારથી દૂર કરે અને આવતા વરીષહ-ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે. • વિવેચન-૨૫૧ થી૫૭ : [૫૧] ઉક્ત ભક્તપરિજ્ઞા વિધિથી જુદો ઇંગિતમરણ વિધિ વિશેષ પ્રકારે ભગવંત વર્ધમાનસ્વામીએ સમ્યક્ પ્રકારે પ્રાપ્ત કર્યો છે. કિલ્લો છે.] - X - આ ઇંગિતમરણમાં પણ પ્રવજ્યા આદિનો વિધિ કહેવો. સંલેખના પણ પૂર્વવતુ જાણવી. ઉપકરણાદિ ત્યજીને, સંચારાની ભૂમિ પડિલેહી, આલોચના-પ્રતિક્રમણ કરી, પંચમહાવત ઉચ્ચરી, ચાર આહારનો ત્યાગ કરી સંચારામાં બેસે. પણ આટલું વિશેષ કે - અંગ સંબંધી વ્યાપાર વિશેષ પ્રકારે તજે મન, વચન, કાયાથી કરવા, કરાવવા, અનુમોદવા રૂપે સ્વ વ્યાપાર સિવાયનું તજે. જરૂર પડે તો પડખું ફેરવવું, સ્થાન ફેર કે મૂત્રાદિ ક્રિયા માટે જાતે જ જાય. - સર્વથા પ્રાણિ સંરક્ષણ વારંવાર કરવું તે બતાવે છે [૫૨] હરિત એટલે દુર્વા, અંકુરાદિમાં ન સુવે. પણ નિર્દોષ જગ્યા જોઈને સુવે. તથા બાહ્ય વ્યંતર ઉપધિ છોડીને અણાહારી બનીને પરિસહ, ઉપસણોથી . પર્શ પામેલો પણ સંથારામાં બેઠેલો રહી સહન કરે.. [૫૩] વળી આહારના અભાવે મુનિ ઇન્દ્રિયોથી ગ્લાન ભાવ પામે ત્યારે આત્માને સમતા ભાવમાં રાખે, આર્તધ્યાન ન કરે. તથા જેમ સમાધિ રહે તેમ બેસે. તે આ પ્રમાણે - સંકોચરી ખેદ પામે તો હાથ વગેરે લાંબા કરે. તેથી પણ થાકે તો સ્થિરચિતે બેસે. અથવા મુકરર સ્થાનમાં ફરે. આ સ્વકૃત્ ચેષ્ટા હોવાથી નિંદવા યોગ્ય નથી. કઈ રીતે ? કહે છે અયળ તે સમાધિમાં રહે. તે ઇંગિત પ્રદેશમાં પોતાની મેળે શરીર ચલાવે. પણ ખેદથી કંટાળી અમ્યુદત મરણથી ચલાયમાન ન થાય તેથી અચળ છે. તે ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં મનને સ્થાપે - ભાવથી નિશ્ચલ રહી ઇંગિત પ્રદેશમાં ચંદ્રમણ આદિ કરે. તે બતાવે છે [૫૪] પ્રજ્ઞાપકની અપેક્ષાએ અભિમુખ જવું તે અભિક્રમણ છે. અર્થાત સંથારાથી દૂર જાય. તથા પ્રતીપ એટલે પાછો સંથારા તરફ આવે. નિયત દેશમાં ગમન-આગમન કરે. તથા નિષ્પન્ન કે નિષણ રહીને જેમ સમાધિ રહે તેમ ભુજા આદિને સંકોચે કે લાંબા કરે. શા માટે ? તે બતાવે છે - શરીરની પ્રકૃતિના સાધારણ કારણથી અને કાયાના સાધારણપણાથી પીડા થતાં આયુષ્યના ઉપક્રમના પરિહારવડે પોતાની આયુની સ્થિતિ ફાય થવાથી મરણ થાય તેમને મહાસત્વપણાથી - શરીર પીડા થતાં ચિતમાં ખોટો ભાવ થાય [તે માટે શંકા - જેણે શરીરની સમરત ચેષ્ટા રોકી છે, સૂકા લાકડા માફક ચેતન પડેલો છે, પ્રયુપુન્ય સમૂહ એકઠો કર્યો છે, તે કાયા કેમ હલાવે ? ઉત્તર તેવો નિયમ નથી. શુદ્ધ અધ્યવસાયથી યથાશક્તિ ભાર વહન કરવા છતાં, તેની સમાન જ કર્મક્ષય છે. 'વા' શબ્દથી પાદપોપગમનમાં અચેતન માફક ઇંગતમરણવાળો સક્રિય હોય તો પણ અક્રિય જ છે. અથવા અહીં પણ ઇંગિતમરણમાં અચેતનવત શક કાઠવતુ સર્વ ક્રિયારહિત જેમ પાદપપગમનવાળો હોય તેમ પોતે શક્તિ હોય તો નિશ્ચળ રહે. [૫૫] એવું સામર્થ્ય ન હોય તો આ પ્રમાણે કરે - જો બેઠતા કે ન બેઠતા ગાગભંગ થાય તો ત્યાંથી ઉઠીને ફરે, સરળગતિએ નિયમિત ભાગમાં આવ-જા કરે અને થાકી જાય તો જેમ સમાધિ રહે તેમ બેસે કે ઉભો રહે. જો સ્થાનમાં ખેદ પામે તો બેસે કે પાસને કે અર્ધપકાસને કે ઉકુટુક આસને બેસે અને થાકે તો સીધો બેસે. તેમાં પણ ઉંચું મોટું રાખીને સુવે કે પડખું ફેરવે કે સીધો સુવે કે લગંડશાયી થાય. એ રીતે જેમ સમાધિ રહે તેમ કરે. [૫૬] વળી, આ મરણ અપૂર્વ છે. તે સામાન્ય માણસને વિચાર્યું પણ દુર્લભ છે. તેવો મરણસાધક ઇન્દ્રિયોના પોતાના ઇષ્ટ અનિષ્ટ વિષયોથી રાગદ્વેષ ન કરતાં તેને સમ્યમ્ રીતે પ્રેરે. કોલા, ધુણ, કીડાનું સ્થાન તે કોલાવાસ કે ઉધઈનો સમૂહ ચોટેલો જોઈને જે વસ્તુ હોય કે તેમાં નવી જીવાત ઉત્પન્ન ન થાય તેવું જોઈને ખુલ્લું
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy