SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૮/ર૩૯ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૨૩૯ : જ્યારે મુનિને એમ થાય કે હવે હું આ શરીરને અનુક્રમથી ધારણ કરવામાં અસમર્થ છું. ત્યારે તે ક્રમશઃ આહારને ઓછો કરીને કષાયોને કૃશ કરે. શરીરના વ્યાપારનું નિયમન કરીને લાકડાના પાટિયાની જેમ સહનશીલ બની મૃત્યુ માટે ઉસ્થિત થઈ, શરીર શુકૂષનો ત્યાગ કરી ગામ, નગર • ચાવતું રાજધાનીમાં જઈને ઘાસની યાચના કરી - યાવતુ - સંથારો કરે. યોગ્ય સમયે ત્યાં બેસી શરીરનો, શરીરના વ્યાપારનો અને સૂક્ષ્મ હલનચલનનો ત્યાગ કરે. તે સત્ય છે, તેને સત્યવાદી, પરાક્રમી, રાગદ્વેષરહિત, સંસાર પારગામી, ભય અને શંકાથી મુકત, જીવાદિ સ્વરૂપના જ્ઞાતા, સમસ્ત પ્રયોજનોથી રહિત મુનિ શરીરનો ત્યાગ કરી, વિવિધ પરીષણો અને ઉપયગોની અવગણના કરી, ભગવદ્ વચન પર શ્રદ્ધા રાખી કાયરજનો દ્વારા આચરી ન શકાય તેવા પાદપોપણમન મરણને સ્વીકારે આ મરણ કાળપયરિની સમાન છે, હિતકર છે • સુખકર છે . યોગ્ય છે - કલ્યાણર છે આનુગામિક છે. આવા મરણને પ્રાપ્ત કરનાર [કમ અપાવે છે] અંતક્રિયા કરનાર છે - તેમ હું કહું છું. - વિવેચન : તે ભિક્ષને આવો - કહેવાનાર - અભિપ્રાય થાય કે હું ગ્લાન થયો છું - ચાવત - તૃણનો સંથારો કરે. પછી શું કરે ? તે કહે છે - આ અવસરે બીજે સ્થળે નહીં પણ તે જ સ્થાને સંથારામાં બેસીને સિદ્ધની સમક્ષ આપમેળે પાંચ મહાવ્રત કરી આરોપે. પછી ચાર આહારનું પચ્ચખાણ કરે. પછી પાદપોપગમન અનશન માટે શરીરને સ્થિર કરે. તેના આકુંચનપસારણ, આંખ મીંચવી-ઉઘાડવી આદિ વ્યાપારોને રોકે. તથા ‘ડ્ય' તે સૂમ કાયા-વચન-મનના અપશસ્ત યોગનું પણ પચ્ચકખાણ કરે. તે સત્ય-સત્યવાદી આદિ પદોનું વિવેચન પૂર્વે થયેલું છે. - X • અધ્યયન-૮ “વિમોક્ષ" ઉદ્દેશો-૭ “પાદોપગમન''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ પાલન કરે. • વિવેચન : અનુક્રમે દીક્ષા, શિક્ષા, સૂત્રાર્થગ્રહણ, સ્થિર મતિ થયા પછી એકાકી વિહારત્વ સ્વીકારે અથવા આનુપૂર્વી તે સંલેખના ક્રમે ચાર-ચાર વર્ષનો તપ ઇત્યાદિ પૂર્વે બતાવેલ છે. ત્યારપછી જેનો-જેમાંથી કે જેનાથી મોહ દૂર થયો હોય તેવા મોહરહિતને અનુક્રમે ભક્તપરિજ્ઞા, ઇંગિતકે પાદપોપગમન અનશન કરવાના છે. તેમાં ક્ષોભાયમાન ન થાય, તેવા સંયમ ઘનવાળા તથા હેયને છોડવું અને ઉપાદેયને ગ્રહણ કરનાર મતિમંત, તથા કૃત્ય અકૃત્ય જાણીને ભક્તપરિજ્ઞાદિ મરણ વિધાન ઉચિત છે. તેઓ ધૃતિ આદિ વિચારી અદ્વિતીય રીતે જાણીને સમાધિનું પાલન કરે. સૂત્ર-૨૪૧ - ધર્મના પારગામી, તત્વજ્ઞાતા મુનિ બાહ્ય અને અત્યંતર તપને જાણી, અનુક્રમે શરીરત્યાગનો અવસર જાણી, સંલેખના સ્વીકારી શરીરના પોષણરૂપ આરંભને છોડી દે છે. • વિવેચન : જેના બે પ્રકારો છે તેવા બાહ્ય અત્યંતર તપને જાણીને - પાળીને અથવા મોક્ષાધિકારમાં બે પ્રકારે વિમુક્તિ છે તેમાં બાહ્ય તે શરીર ઉપકરણ આદિ અને અત્યંતર તે રાગાદિ છે. તેને હેયપણે જાણીને ત્યાગ કરીને આરંભથી દૂર થાય. કેમકે જ્ઞાનનું ફળ હેયનો ભાગ છે. તત્વના જ્ઞાતા, શ્રુત-ચા»િ ધર્મના પાણ કે સમ્યગુ જ્ઞાતા, ધર્મના સ્વરૂપને જાણીને પ્રdજ્યા ક્રમે સંયમ પાળીને જાણે કે હવે મારા જીવવાથી કોઈ લાભ નથી. તેથી શરીરના મોક્ષનો અવસર મળ્યો છે તો હું કયા મરણે મરે ? એમ વિચારીને શરીર ધારણ કરવા માટે અન્ન-પાન ગવેષણારૂપ આરંભથી છૂટે અથવા આઠ ભેટવાળા કર્મથી છૂટે. • સત્ર-૨૪૨ - સલેખની ધાક મુનિ કષાયોને પાતળા કરી, અલાહારી બની ક્ષમાશીલ રહે. જે પ્લાન થઈ જાય તો આહારનો સર્વથા ત્યાગ કરે.. • વિવેચન : તે અમ્યુઘત મરણ માટે સંલેખના કરતો શ્રેષ્ઠ ભાવ સંલેખના કરે તે બતાવે છે . સંસારને આપનારા ક્રોધાદિ ચાર કષાયોને પાતળા કરતો થોડો જ આહાર કરે, તે બતાવે છે . થોડું ખાનારો, છ-અટ્ટમ આદિ સંલેખનાના અનુક્રમે તપ કરતો પારણે પણ ઓછું ખાય. અને આહારથી ક્રોધ ઉદ્ભવે તો તેનો ઉપશમ કરે. તુચ્છ માણસના ઇષ્ટ વચનો સહે, રોગાતંકને બરોબર સહે, તે રીતે સંલેખના કરતો આહાને અલ્પ પ્રમાણમાં લેતાં તે ભિક્ષુ ગ્લાનતા પામે, ત્યારે આહાર ન કરે. આહાર સમીપે ન જાય, થોડા દિવસ ખાઈને સંલેખના કરીશ એવી ભાવના ન કરે. • સૂત્ર-૨૪૩ - સંલેખના સ્થિત મુનિ જીવવાની અભિલાષા ન કરે મરણની પ્રાર્થના ન અધ્યયન-૮ ઉદ્દેશો-૮ “અનશન-મરણ” ક o સાતમો ઉદ્દેશો કહ્યો. હવે આઠમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂવોંક્ત ઉદ્દેશામાં રોગાદિ સંભવે કાળપયરિયે આવેલ ભક્ત પરિજ્ઞા, ઇંગિત કે પાદપોપગમન મરણ કરવું યુક્ત છે તે કહ્યું. અહીં અનુક્રમે વિહાર કરતા સાધુઓનું કાળપયયિ આવેલ મરણ કહે છે. આ સંબંધ આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર કહે છે. • સૂત્ર-૨૪o - દીક્ષા ગ્રહણ આદિના અનુકમથી મોહરહિત મરણને પ્રાપ્ત કરી ધીર, સંયમી અને મતિમાન મુનિ સર્વ કૃત્ય-અકૃત્યને જણી અદ્વિતીય એવી સમાધિનું
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy