SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/૭/૨૩૬ 99 અધ્યયન-૮ ઉદ્દેશો-૭ “પાદપોપગમન'' ૦ છઠ્ઠો ઉદ્દેશો કહ્યો. હવે સાતમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશા૬ માં એકત્વભાવના ભાવનાર ધૃતિ આદિ યુક્તનું ઇંગિતમરણ બતાવ્યું. અહીં તે જ એકત્વ ભાવના પ્રતિમાઓ વડે બતાવે છે - ૪ - તથા વિશિષ્ટતર સંઘયણવાળા પાદપોપગમન પણ કરે. એ સંબંધથી આવેલ ઉદ્દેશકનું પહેલું સૂત્ર કહે છે— • સૂત્ર-૨૩૬ : જે ભિક્ષુ અચેલ-કલ્પમાં સ્થિત છે, તેને એવો વિચાર હોય છે કે, હું તૃણ સ્પર્શ, શીત સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ, ડાંસ-મચ્છર સ્પર્શ સહન કરી શકું છું. એક કે અનેક પ્રકારની વિવિધરૂપ વેદનાને સહન કરી શકું છું. પણ લજ્જાના કારણે વસ્ત્રનો ત્યાગ કરવા અસમર્થ છું. એવા સાધુને કટિવસ્ત્ર [ચોલપટ્ટક] ધારણ કરવું કહ્યું છે. • વિવેચન : જે સાધુ પ્રતિમાધારી હોય અને અભિગ્રહ વિશેષથી અચેલપણે સંયમમાં રહેલ હોય, તે ભિક્ષુને આવો અભિપ્રાય થાય કે હું ધૃતિ આદિ યુક્ત હોવાથી વૈરાગ્ય ભાવનાથી ભાવિત અંતઃકરણવાળો છું અને આગમ વડે પ્રત્યક્ષીકૃત્ નાક, તિર્યંચ વેદના અનુભવ છે અને મોક્ષ રૂપ મોટું ફળ લેવું છે તેથી તૃણ સ્પર્શ તો મને કંઈજ દુઃખ દેનાર લાગતો નથી. તથા શીત, ઉષ્ણ, ડાંસ, મશક પરીષહ સહેવા પણ હું સમર્થ છું. એક કે અનેક જાતના અનુકૂળ-પ્રતિકૂળ વિવિધ સ્પર્શો પણ હું સહન કરી શકું છું. પરંતુ લજ્જાને કારણે ગુહ્યપ્રદેશ ઢાંકવાની જરૂર હોવાથી તે હું છોડવા ઇચ્છતો નથી. આ સ્વાભાવિક લજ્જાથી અથવા સાધનના વિકૃત રૂપપણાથી તે સાધુને ચોળપટ્ટો પહેરવો ક૨ે છે. તે પહોળાઈમાં એક હાથ ચાર આંગળ અને લંબાઈમાં કેડ પ્રમાણ હોય તેવો એક [નંગ] રાખે. પણ જો તેવાં કારણો ન હોય તો અચેલપણે જ વિહાર કરે. અયેલપણે શીત આદિ સ્પર્શ સારી રીતે સહન કરે. તે બતાવે છે– - સૂત્ર-૨૩૭ : અથવા - અોલકત્વમાં વિચરનાર સાધુ જો તૃણસ્પર્શ, શીતપર્શ, ઉષ્ણસ્પર્શ, દેશ-મશગ સ્પર્શ અનુભવે, એક યા અનેક પ્રકારે કષ્ટો આવે તેને સારી રીતે સહન કરે, અોલક સાધુ લાઘવતા પ્રાપ્ત કરે . યાવત્ - સમભાવ રાખે. • વિવેચન : એવું કારણ હોય તે સાધુ વસ્ત્ર ધારણ કરે. પોતે લજ્જા ન પામે તો અચેલ રહી સંયમ પાળે. સંયમમાં અ-ચેલપણે વિચરતા તેને તૃણસ્પર્શો દુઃખ આપે, ઠંડીગરમી-ડાંસ-મશકના સ્પર્શો દુઃખ દે. એક કે અનેક જાતના વિરૂપ સ્પર્શો ભોગવવા છતાં પોતે અચેલ રહી લાઘવપણું માને ઇત્યાદિ અર્થો પૂર્વે કહ્યા છે થાવત્ . સમ્યક્ત્વને સારી રીતે જાણે. વળી પ્રતિમાધારી સાધુ જ વિશિષ્ટ અભિગ્રહ લે. તે આ - આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રમાણે - હું બીજા પ્રતિમાધારી મુનિઓને કિંચિત્ આપીશ કે તેમના પાસેથી લઈશ. ઇત્યાદિ અભિગ્રહની ઉભંગી કહે છે– st • સૂત્ર-૨૩૮ : કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું બીજા મુનિઓને અશનાદિ લાવી આપીશ અને બીજા મુનિ દ્વારા લાવેલ શનાદિ સ્વીકારીશ (૧). કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું અશનાદિ લાવી બીજા મુનિને આપીશ પણ તે મુનિ દ્વારા લાવેલ અશનાદિ સ્વીકારીશ નહીં (૨). કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું અશનાદિ લાવી આપીશ નહીં પણ બીજા મુનિ લાવ્યા હશે તો તેનો સ્વીકાર કરીશ (૩). કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું અશનાદિ લાવી આપીશ નહીં કે બીજા મુનિએ લાવેલા સ્વીકારીશ પણ નહીં (૪). પોતાના ઉપભોગ પછી વધેલા, વિધિપૂર્વક ગ્રહણ કરેલા, એષણીય અશનાદિ વડે પોતાના કર્મોની નિર્જરા માટે સમાન આચારવાળા સાધુની હું વૈયાવચ્ચ કરીશ અને બીજા મુનિઓના ઉપભોગ પછી વધેલા વિધિપૂર્વક લાવેલા ઐષણીય અશનાદિને તેઓ નિર્જરાની અભિલાષાથી આપેલ હશે તો ગ્રહણ કરીશ. આવી પ્રતિજ્ઞા કરનાર મુનિને લઘુતા આવે છે, તપની પ્રાપ્તિ થાય છે - યાવત્ • મુનિ સમભાવ ધારણ કરે. • વિવેચન : [આ સૂત્રની પૂર્ણિમાં વિશેષ પાઠ તથા પાઠાંતર બંને જોવા મળે છે. આ સૂત્રની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૨૩૦માં કરાયેલી જ છે. વૃત્તિકારશ્રી આરંભમાં સૂત્રનું સંસ્કૃત રૂપાંતર જ આપે છે. જે અત્રે ગુજરાતીમાં અપાયેલ હોવાથી નોંધેલ નથી. પછીથી જે વિશેષ કયન છે, તે અહીં નોંધેલ છે. ઉક્ત ચારમાંનો કોઈ એક અભિગ્રહ ધારણ કરે અથવા કોઈ પહેલા ત્રણ અભિગ્રહને એક પદ વડે જ ગ્રહણ કરે. તે કહે છે - જે સાધુને એવો અભિગ્રહ હોય કે હું બીજાના પરિભોગ કરતા અધિક આહારને લઈશ કેમકે તે પ્રતિમાધારીને તેવું જ એષણીય છે. તે આ પ્રમાણે - પાંચ પ્રાકૃતિકામાં અગ્રહ છે, બેનો અભિગ્રહ છે તથા પોતાના માટે લીધેલા આહારમાંથી સાધર્મિક સાધુની વૈયાવચ્ચ નિર્જરાને માટે કરે. જો કે તે પ્રતિમાધારી હોવાથી એક સાથે ભેગા થઈને ન ખાય. પણ તેમનો અભિગ્રહ સમાન હોવાથી સાંભોગિક કહેવાય છે. તેથી તેવા સાધુના ઉપકરણ માટે તેમની વૈયાવચ્ચ કરું, આવો અભિગ્રહ કોઈ લે. - ૪ - અથવા તેમણે લાવેલ ગૌચરીમાંથી નિર્જરાને ઉદ્દેશીને સાધર્મિકે કરેલ વૈયાવચ્ચને સ્વીકારીશ. અથવા બીજાએ કરેલ બીજા સાધર્મિકની વૈયાવચ્ચની હું અનુમોદના કરીશ. - ૪ - આ બધું શા માટે કરે ? કર્મની લઘુતા માટે. આ પ્રમાણે કોઈપણ અભિગ્રહ ધારણ કરેલ અચેલ કે સર્ચલ સાધુ શરીર પીડા હોય કે ન હોય પણ પોતાનું આયુષ્ય થોડું રહેલ જાણી ઉધતમરણ સ્વીકારે તે દર્શાવે છે–
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy