SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૮/૧/૨૧૦ ૫૩ અધ્યયન-૮ ઉદ્દેશો-૧ “અસમનોજ્ઞવિમોક્ષ'' • હવે સૂત્રાત્રુગમે અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે• સૂત્ર-૨૧૦ : હું કહું છું . સમનોજ્ઞ કે અસમનોજ્ઞ સાધુને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદોછનક આદરપૂર્વક ન આપે, તે માટે નિમંત્રણ ન કરે, તેમની વેયાવચ્ચ ન કરે. તેમ હું કહું છું. • વિવેચન : જે મેં ભગવંત પાસે જાણ્યું તે હું કહું છું, જે હવે કહીશ. સમનોજ્ઞ કે અસમનોજ્ઞ હોય. સમનોજ્ઞ એટલે દૃષ્ટિ અને લિંગથી સમ, પણ ભોજન આદિથી સમ નહીં, અસમનોજ્ઞ તેથી વિપરીત એવા શાક્યાદિ. જે ખવાય તે અશન-શાલિ ઓદન આદિ. પીવાય તે પાન - દ્રાક્ષ પાનક આદિ. ખવાય તે ખાદિમ - નાળિયેર આદિ. સ્વાદ કરાય તે સ્વાદિમ કપૂર, લવીંગ આદિ તથા વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ પ્રાસુક કે અપ્રાસુક અન્ય કુશીલના ઉપભોગને માટે ન આપે. દાન માટે નિમંત્રણ ન કરે. તેની વૈયાવચ્ચ ન કરે. - x - અતિ આદરવાળો બનીને તેઓને કંઈ પણ ન આપે, ન નિમંત્રે, ન થોડી ઘણી વૈયાવચ્ચ કરે. તેમ હું કહું છું. • સૂત્ર-૨૧૧ -- [કદાચ તે કુશીલ કહે કે, હે મુનિઓ !] તમે નિશ્ચિત સમજો કે, તમને અશન યાવત્ રોહરણ મળે કે ન મળે, તમે ભોગવ્યું કે ન ભોગવ્યું હોય, માર્ગ સીધો હોય કે વક્ર તો પણ અવશ્ય આવવું. - આ રીતે જુદા ધર્મને પાળનારા આવતા કે જતા કંઈ આપે, આપવા નિયંત્રણ કરે કે, વૈયાવૃત્ય કરે તો મુનિ તે ન સ્વીકારે - તેમ હું કહું છું. • વિવેચન : તે શાક્યાદિ કુશીલો અશનાદિ બતાવીને એમ બોલે કે, આ નિશ્ચયે જાણો કે અમારા મઠમાં તમને ભોજન મળશે. આ ભોજન તમને બીજે મળે કે ન મળે, ખાઈને કે ખાધા વિના અમારી ખુશી માટે અવશ્ય આવવું. જો ન મળે તો લેવા અને મળે તો વધુ ખાવા કે વારંવાર ભોજન માટે અને ન ખાધું હોય તો પ્રથમાલિકા [નવકારસી] માટે ગમે ત્યારે આવવું અથવા જ્યારે તમને જે કલ્પે તેવું અમે આપશું. વળી અમારો મઠ તમારા માર્ગે જ છે. તમે બીજે રસ્તે જતા હો તો પણ થોડો ફેરો ખાઈને આવવું. - ૪ - તેમાં ખેદ ન રાખવો. શાક્યાદિ કેવા હોય ? તે કહે છે, જુદા ધર્મને પાળતા હોય. તેઓ કદાચ ઉપાશ્રયે આવીને કે રસ્તે જતાં નિયંત્રણ કરે કે અશનાદિ આપે. અશનાદિ લેવા આવવા બોલાવે કે ભક્ત માફક વૈયાવચ્ચ કરે; મુનિને તે લેવું ન ક૨ે, તેમની સાથે પરિચય પણ ન કરે. પણ તેમના તરફ અનાદરવાનૢ રહે. તો જ દર્શનશુદ્ધિ રહે. અથવા હવે પછી કહે છે– ૫૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૨૧૨ : આ મનુષ્યલોકમાં કેટલાક સાધુને આચાર-ગોચરનું યોગ્ય જ્ઞાન હોતું નથી. તેઓ આરાંભાર્થી થઈ અન્યમતીયનું અનુકરણ કરી “પાણીને મારો” એવું કહી બીજા પાસે હિંસા કરાવે છે, હિંસા કરનારની અનુમોદના કરે છે. અદત્તને ગ્રહણ કરે છે અથવા અનેક પ્રકારના વચનો બોલે છે— જેમકે, “લોક છે, લોક નથી, લોક નિત્ય છે, લોક અનિત્ય છે, લોક સાદિ છે, લોક અનાદિ છે, લોક તવાળો છે, લોક અનંત છે, સારું કર્યું, ખરાબ કર્યું, કલ્યાણરૂપ છે, પાપરૂપ છે, સાધુ છે, અસાધુ છે, સિદ્ધિ છે, સિદ્ધિ નથી, નરક છે, નસ્ક નથી' આ પ્રમાણે વાદીઓ જે વિવિધ પ્રકારે પરસ્પર વિરોધી વાતો કરે છે. પોત-પોતાના મતને જ સાચો બતાવે છે તેમનું તે કથન નિર્દેતુક છે. આ એકાંતવાદ સુ-આખ્યાત ધર્મ નથી, સુપજ્ઞપ્ત ધર્મ નથી. • વિવેચન : આ મનુષ્યલોકમાં કેટલાંક પૂર્વે કરેલ અશુભકર્મના વિપાકવાળાને મોક્ષ માટે જે અનુષ્ઠાનરૂપ આચાર છે, તે સારી રીતે પરિચિત્ત થયો નથી. તે અપરિણત આચારવાળા જેવા હોય તે બતાવે છે— તે આચારનું સ્વરૂપ ન જાણનારા સ્નાનરહિત પરસેવાના મેલથી કંટાળેલા સાધુ છે, તેમને સુખવિહારી શાક્યાદિ વડે પોતાના જેવા વિચારવાળા બનાવેલા છે. તેમના સંગથી સાધુ આ લોકમાં આરંભાર્થી બને છે. અથવા તે શાક્યાદિ કે અન્ય કુશીલો સાવધ આરંભાર્થી છે તથા મઠ, બગીચા, તળાવ, કુવા બનાવવા; ઔદ્દેશિક ભોજનાદિ કરનારા ધર્મને કહેતા બોલે છે કે, પ્રાણીને મારો, એ પ્રમાણે બીજા પાસે હિંસા કરાવતા અને હિંસા કરનારની અનુમોદના કરતા અથવા બીજાનું દ્રવ્ય લેવાથી થતા કટુ ફલને વિસરીને જેના શુભ અધ્યવસાયો ઢંકાયેલા છે, તેઓ ચોરીનું દ્રવ્ય લે છે, વળી પહેલા અને ત્રીજા વ્રતમાં અલ્પવક્તવ્યતા હોવાથી તેને પ્રથમ કહીને પછી બહુતર વક્તવ્યતા વાળું બીજું વ્રત કહે છે. અથવા તે અદત્ત લે છે કે વિવિધ યુક્તિઓ યોજે છે. તે આ રીતે - સ્થાવર જંગમરૂપ લોક છે, તેમાં નવખંડા પૃથ્વી કે સાત દ્વીપવાળી પૃથ્વી છે. બીજા બ્રહ્માના અંડમાં અંતવર્તી માને છે. કોઈ બ્રહ્માના અંડા જેવી પાણીમાં રહેલી કહે છે. તથા જેઓ સ્વકૃત કર્મફળ ભોક્તા છે, પરલોક છે, બંધ-મોક્ષ છે, પાંચ મહાભૂત છે ઇત્યાદિ મતો છે. ચાર્વાકો કહે છે આ લોક જે દેખાય છે, તે માયા-ઇન્દ્રજાલ-સ્વપ્નવત્ છે. તથા અવિચારીત રમણીપણે ભૂતનો સ્વીકાર કરવા છતાં પરલોકનો અનુયાયી જીવ પણ નથી, શુભાશુભ ફળ નથી પણ જેમ કિણુ આદિમાંથી જેમ નસો ઉત્પન્ન થાય છે, તેમ ભૂતમાંથી ચૈતન્ય થાય છે. આ બધું માયાકાર ગંધર્વનગર તુલ્ય છે. પુન્ય-પાપાદિ યુક્તિથી સિદ્ધ થતાં નથી. વળી કહે છે, જેમ જેમ અર્થો વિચારીએ તેનું વિવેચન કરીએ તેમ તેમ જે
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy