SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ પર આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૧/૮ -Jભૂમિકા પાદોપગમન છે, તે સારાકમ મરણ છે, તેનો ભાવાર્થ કથાથી જાણવો. તે કથા પ્રસિદ્ધ જ છે. જેમકે વજસ્વામી કામે રાખેલ સુંઠનો ગાંગડો વાપરવો ભૂલી ગયા. આ પ્રમાદથી મૃત્યુને નજીક જાણીને સપરાક્રમી બની રહ્યાવર્ત પર્વત ઉપર પાદોપગમના અનશન કર્યું. હવે અપરાક્રમ કહે છે [નિ.૨૬૬] પરાક્રમ ન હોય તે અપરાક્રમ, તેવું મરણ જેને જંઘાબળ ક્ષીણ થયેલું તેવા • x- આર્ય સમુદ્રનું મરણ છે. તેનો વૃદ્ધવાદ આ પ્રમાણે છે. પાદો ગમન અનશન વડે તેનું મરણ થયેલ છે. -x - તેના ભાવાર્થ કથાથી જાણવો. આર્યસમુદ્ર આચાર્ય સ્વભાવથી જ કૃશ હતા. પછી જંઘાબળ ક્ષીણ થતા શરીરથી બીજો લાભ ન જાણીને તેને તજવાની ઇચ્છાથી પોતાના ગચ્છમાં રહીને ઉપાશ્રયના એક ભાગમાં આહારહિત પાદોપણમન અનશન કર્યું. હવે વાઘાતિમ અનશન કહે છે [નિ.૨૬] વિશેષથી આઘાત તે સિંહ આદિએ કરેલ વ્યાઘાત એટલે શરીસ્તો નાશ. તેના વડે થતું મરણ તે વ્યાઘાતિમ. કોઈ સાધુને સિંહ આદિ કોઈએ ઘેર્યો હોય અને તેનાથી મરણ થાય, તે વ્યાઘાતિમ. તેનો વૃદ્ધવાદ એવો છે કે, તોસલી આચાર્યને ભેંસોએ ઘેર્યા, તેમણે ચાર પ્રકારે આહાર ત્યાગીને અનશન કર્યું તે વ્યાઘાતિમ મરણ. તેનો ભાવાર્થ કથાથી જાણવો - x •x -. હવે અત્યાઘાતિમ બતાવે છે. [નિ.૨૬૮] આનુપૂર્વી (ક્રમ ને પામે, તે આનુપૂર્વગ. તેનો વૃદ્ધવાદ આ પ્રમાણે - પહેલા આત્માર્થીએ દીક્ષા લેવી. પછી સૂત્ર, પછી અર્થજ્ઞાન દેવું. બંનેમાં પ્રવીણ થયો હોય, સુપાત્ર હોય, તેને ગુરુ આજ્ઞા આપે તો ત્રણમાંથી કોઈ એક અનશન માટે નીકળે. આહાર, ઉપધિ, શય્યા એ ત્રણેનો ત્યાગ કરે - નિત્ય પરિભોગથી મુક્ત થાય. જો તે આચાર્ય હોય તો શિષ્યોને તૈયાર કરી બીજ આયાર્યને સ્થાપીને પોતે નિવૃત થઈ, બાર વર્ષની સંલેખના વડે સંલિખિત થઈ ગચ્છની અનુજ્ઞા લઈ ગચ્છ છોડે અથવા સ્વસ્થાપિત આચાર્યની સંમતિ લઈ મરણ માટે ઉધત થઈ બીજા આચાર્ય પાસે જાય. તે પ્રમાણે ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક કે સામાન્ય સાધુ આચાર્યની રજી લઈને સંલેખના કરી પરિકમ વડે ભક્ત પરિજ્ઞાદિ મરણ સ્વીકારે. તેમાં પણ ભાવે સંલેખના કરે, કેમકે એકલી દ્રવ્ય સંલેખનામાં દોષનો સંભવ છે. તે કહે છે [નિ.૨૬૯] આચાર્યએ પ્રેરણા કરેલો તું ફરી સંલેખના કર, એવું કહેતા કૂદ્ધ થયેલા શિષ્યને રાજાની આજ્ઞા માફક આચાર્યની આજ્ઞા પહેલા તીણ લાગે પણ પછી શીતળ થાય છે. વળી નાગરવેલના બાકીના પાન બચાવવા પહેલા સડેલ પાનનો ત્યાગ કરવો પડે તેમ કુશિષ્યને પણ પહેલા દર્થના કરવી, પછી તે માફી માંગે ત્યારે તેના પર કૃપા કરવી. ભાવાર્થ કથા એક સાધુએ બાર વર્ષ સંલેખના કરી, પછી અનશન માટે આચાર્યની જા માંગી. આચાર્યએ કહ્યું, તું હજી સંલેખના કર. તેથી કદ્ધ થયેલા શિષ્ય માત્ર ચામડીહાડકા બોલ આંગળી ભાંગીને દેખાડી. હજી શું અશુદ્ધ છે ? તેમ પૂછયું. આચાર્યએ કહ્યું કે, આ ક્રોધ છે તે જ અશુદ્ધિ છે. તેં વચનની કડવાસથી આંગળી ભાંગી ભાવ અશુદ્ધતા દેખાડી છે. તેથી તેને બોધ કરવા માટે દૃષ્ટાંત કહ્યું, કોઈ રાજાને બંને આંખે પાણી ઝરતું હતું, રાજવૈધે ઘણી દવા કરી પણ ના મયું. કોઈ પરદેશી વૈધ આવ્યો. તેણે કહ્યું કે, જો તું એક મુહર્ત વેદના સહન કરે અને મને ન મરાવે તો તને સાજો કરું. રાજાએ કબૂલ્યું. અંજન વડે તીવ્ર વેદના થતા વૈધને મારવાની આજ્ઞા કરી તે તીક્ષ્ણ આજ્ઞા. પૂર્વે ન મારવાનું વચન આપેલ છે શીતળ આજ્ઞા. મુહર્ત પછી વેદના દૂર થઈ જતાં રાજાએ વૈધની પૂજા કરી. એ જ પ્રમાણે આચાર્ય દ્વારા થતી પ્રતિયોદના રૂપ આજ્ઞા તીણ હોવા છતાં પરમાર્થથી શીતલ છે, તો પણ આમ કહેવા છતાં શિષ્ય શાંત ન થાય તો બીજા શિષ્યોના રક્ષણ માટે સડેલા પાન માફક દૂર કરવો. જો આચાર્યનો ઉપદેશ શિષ્ય માને તો ગચ્છમાં જ રહેવા દઈને દવચનોથી તેની કદર્થના કરી જોવી. તો પણ તે કોડે નહીં તો તેને શુદ્ધ જાણીને અનશનની આજ્ઞા આપે તથા તેની ખબર રાખી કૃપા કરે. આ પ્રમાણે કેવો અને કેટલો કાળ, કેવી રીતે આત્માને સંલેખે ? કહે છે [નિ.૨૭૦ થી ૨૭૩-] સૂત્ર, અર્થ તથા ઉભયથી પોતાના શિષ્યોને તથા ભણવા આવેલાને - x • પ્રયત્નથી તૈયાર કરવા જોઈએ. પછી આચાર્ય બાર વર્ષની સંલેખના કરે. તે આ રીતે - ચાર વર્ષ વિચિત્ર ૫ અનુષ્ઠાન કરે - એક, બે, ત્રણ, ચાર, પાંચ આદિ ઉપવાસ કરે પારણે વિગઇ વાપરે કે ન પણ વાપરે. પછી બીજા ચાર વર્ષ તેવો તપ કરી પારણે વિગઈ ન જ વાપરે. નવામા, દશમાં વર્ષે ઉપવાસના પારણે આંબેલ કરે. અગિયારમાં વર્ષો પહેલાં છ માસ અતિ વિકૃષ્ટ તપ ન કરે અથવા ચોક, બે ઉપવાસ કરીને પરિમિત આંબેલથી પારણું કરે - ઉણોદરી કરે. બીજા છ માસ વિકટ તપ કરે, પારણે ઉણોદરી આંબેલ કરે. બારમાં વર્ષે નિત્ય આંબેલ કરે • x • તેમાં ચાર માસ બાકી રહે ત્યારે તેલના કોગળા, અખલિત નમસ્કાર શીખવા વાયુ દૂર કરે. આ પ્રમાણે બાર વર્ષ અનુક્રમે બધું કરી સામર્થ્ય હોય તો ગુરુ આજ્ઞા લઈ પહાડની ગુફામાં જઈને જગ્યા જોઈ પારોપણમનાદિ કોઈ એક અનશન જેમ સમાધિ રહે તેમ કરે. આ રીતે બાર વર્ષ સંલેખનાથી આહાર ઓછો કરતા આહાર ઇચ્છાનો ઉચ્છેદ થાય. | [નિ.૨૪,૨૫-] કેવી રીતે એ સાધુ તપ કરવામાં પંડિત થાય ? જે નિત્ય ઉઘુકત આત્મા બનીને ૩૨ કોળીયા પરિમાણવાળી વૃત્તિ ન રાખે ? જે લgવૃત્તિ પરિક્ષેપ ન કરે તે તપકર્મમાં પંડિત કેવી રીતે થાય ? તથા આહાર વડે બે પાંચ ઉપવાસપૂર્વક પારણું કરે તો તે અલ્પાહારી થાય. તે શા માટે તપ કરે ? અનશન માટે. આ પ્રમાણે ઉપવાસ કરતો તથા પારણે અપાહાર વડે આહાર ઓછો ઓછો કરવા ઉક્ત વિધિએ ભક્ત પ્રત્યાખ્યાન કરે. નામ નિક્ષેપો કહ્યો.
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy