SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/૪/૨૦૪ પરીષહોથી ડરી અસંયમિત જીવન માટે સંયમ છોડે છે. તેમની દીક્ષા કુદીક્ષા છે. કેમકે તે સાધારણજન દ્વારા પણ તે નિંદિત થાય છે. પુનઃ પુનઃ જન્મ ધારણ કરે છે. નીચો હોવા છતાં પોતાને વિદ્વાન માને છે, “જે છું તે હું જ છું” તેવો ગર્વ કરે છે. મધ્યસ્થ સાધકને કઠોર વાન કહે છે. તેમના પૂર્વ જીવનનું કથન કરે છે કે જૂઠા આરોપથી નિંદા કરે છે. બુદ્ધિમાન ધર્મને સારી રીતે જાણે. • વિવેચન : ૩૯ તે જ્ઞાનાદિ ભાવવિનય સિવાય માત્ર શ્રુતજ્ઞાનાર્થે આચાર્યાદિને દ્રવ્યથી નમે છે. તેમાંના કેટલાંક, કર્મના ઉદયથી સંયમ જીવનને વિરાધે છે. ઉત્તમ ચાસ્ત્રિથી આત્માને દૂર રાખે છે. વળી બીજું શું તે કહે છે અસ્થિર મતિવાળા, ત્રણ ગૌરવમાં આસક્ત, પરીષહોથી સ્પર્શાતા તેઓ સંયમ કે સાધુવેશથી દૂર થાય છે - શા માટે ? અસંયમી જીવિતના નિમિત્તથી. અમે સુખેથી જીવીશું એમ વિચારી સાવધ અનુષ્ઠાન કરી સંયમથી દૂર થાય છે તેવા કુસાધુ ઘર છોડવા છતાં જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, મૂળ-ઉત્તર ગુણમાં ઉપઘાત થતાં કુદીક્ષિત થાય છે. અસમ્યગ્ અનુષ્ઠાન થકી દીક્ષા છોડનાર સામાન્યજનથી પણ નિંદાય છે. વળી તેઓ વારંવાર નવા જન્મો ધારણ કરે છે. તેઓ કેવા છે ? અસંયમ સ્થાનમાં રહેલા કે અવિધાથી કુમાર્ગે વર્તતા છતાં પોતે પોતાને વિદ્વાન્ માનતા લઘુતાથી આત્માને ગર્વ કરાવે છે - આત્મશ્લાધા કરે છે. થોડું ભણેલ છતાં માનથી ઉન્નત બની રસ-સાતા ગૌરવથી માને કે હું બહુશ્રુત છું, આચાર્ય જે જાણે છે, તે મેં અલ્પકાળમાં જાણી લીધું છે. એમ માની અહંકારી બને. તદુપરાંત ઉત્તમ સાધુને નિંદે છે. રાગદ્વેષરહિત મધ્યસ્થ સાધુ બહુશ્રુત હોવાથી શાંત હોય છે. સ્ખલિત સાધુને સમજાવે ત્યારે તે કઠોર શબ્દ કહે છે, તમે તો પહેલાં કૃત્ય-અકૃત્યને જાણો પછી અમને કહેજો. - x - x - તે કુસાધુ ગુરુને જેમ તેમ બોલે, અપમાન કરે, તિરસ્કારે [તો પણ મધ્યસ્થ સાધુ શાંત રહે]. - ૪ - મેધાવી સાધુ શ્રુત ચાસ્ત્રિ ધર્મને સારી રીતે જાણે. જે અસભ્યવાદમાં બાળ સાધુ વર્તતો હોય તેને શું કરવું ? કહે છે— • સૂત્ર-૨૦૫ : [પતિત સંયમીને સાચો સંયમી આ પ્રમાણે ઉપદેશ આપે કે] તું અધર્મનો આર્મી છે, અજ્ઞ છે, આભાર્થી છે. “પાણીને મારો” એવો ઉપદેશ આપે છે, હિંસાની અનુમોદના કરે છે. જ્ઞાનીઓએ ઘોર ધર્મની પ્રરૂપણા કરી છે, પણ તું તેની આજ્ઞાની ઉપેક્ષા કરી રહ્યો છે. આવા સાધુ કામભોગમાં મૂર્છિત અને હિંસામાં તત્પર કહેવાય છે. તેમ હું કહું છું. • વિવેચન : અર્થ જેને હોય તે અર્થી. અધર્મનો અર્થી, તેને શિક્ષા અપાય છે. તે અધર્માર્થી કેમ છે ? કેમકે તે અજ્ઞાન છે. કેમ અજ્ઞાન છે ? કારણ કે તે સાવધ આરંભમાં વર્તે છે. પ્રાણીને દુઃખ દેવારૂપ વાદોને બોલતો તે કહે છે, “જીવોને હણો”. બીજા આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પાસે હણાવો. હણતાને અનુમોદો. સાદિ ગૌરવમાં રક્ત, રાંધવા-રંધાવાની ક્રિયામાં પ્રવર્તોલ ગૃહસ્થી પાસે તેમના ભોજનનો ઇચ્છુક બની આ પ્રમાણે કહે છે– આમાં શું દોષ છે ? શરીર વિના ધર્મ ન થાય. તેથી ધર્મના આધારરૂપ શરીર યત્નાથી પાળવું જોઈએ. કહ્યું છે કે, “ધર્મથી યુક્ત શરીર પ્રયત્નથી બચાવવું, કેમકે બીજ હોય તો અંકુરો થાય.'' ત્યારે [આચાર્ય તેને કહે છે-] તું શા માટે આવું બોલે છે ? સાંભળ ! ધર્મ ઘોર છે. સર્વ આશ્રવ નિરોધથી દુસ્નેચર છે. એવું તીર્થંકરાદિએ કહેલું છે. તું તેવા અધ્યવસાયવાળો બન. તેવા ઉત્તમ અનુષ્ઠાનને અવગણીને તીર્થંકર આદિની આજ્ઞા બહાર સ્વેચ્છાએ વર્તે છે ? ४० ઉક્ત અધર્માર્થી, અજ્ઞ, આરંભનો અર્થી બની પ્રાણીનો ઘાત કરે, કરાવે, કરનારને અનુમોદીને ધર્મની અવગણના કરનારો; કામભોગ વાંછક, વિવિધ હિંસા કરનારો અથવા સંયમમાં પ્રતિકૂળ છે. એવું સ્વરૂપ તીર્થંકરે કહેલું છે તે હું કહું છું. તું મેધાવી બની ધર્મને જાણ. આગળ પણ કહું છું કે– • સૂત્ર-૨૦૬ : [કેટલાક સાધક વિચારે છે-] આ સ્વજનોનું હું શું કરીશ ? [મારે શા કામના છે ?] એવું માનતા અને કહેતા કેટલાંક લોકો માતા, પિતા, જ્ઞાતિજન અને પરિગ્રહનો ત્યાગ કરી વીર વૃત્તિથી મુત્થિત થઈ દીક્ષા લે છે, અહિંસક, સુવતી, દાંત બને છે. છતાં [પાપના ઉદયથી સંયમથી પતિત થઈ દીન બને છે, તે વિષયોથી પીડિત કાયર મનુષ્ય તૂતોનો નાશક બને છે. તે તું જો. તેમાંના કેટલાકની શ્લાધારૂપ કીર્તિ પાપરૂપ થાય છે. લોકો કહે છે જુઓ આ શ્રમણ વિભ્રાન્ત [ભન શ્રમણ] છે. વળી જુઓ કેટલાંક સાધુ ઉત્કૃષ્ટ આચારવાળા મધ્યે શિથિલાચારી, વિનયવાન્ મધ્યે અવિનયી, વિત મધ્યે અવિરત, પવિત્ર મધ્યે અપવિત્ર બને છે. આ સર્વે જાણીને પંડિત, બુદ્ધિમાન, નિષ્ઠિતાર્થ, વીર મુનિ સદા, આગમાનુસાર પરાક્રમ કરે. એમ હું કહું છું. • વિવેચન : કેટલાક તત્ત્વ સમજેલા, વીર માફક વર્તતા, સમ્યગ્ ઉત્થાન વડે ઉત્થિત ાઈને ફરી પ્રાણિની હિંસા કરનારા થાય છે. કઈ રીતે ઉત્થિત ? તે વિચારે છે - પરમાર્થથી અનર્થરૂપ, સ્વાર્થી એવા આ માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિથી મારે શું પ્રયોજન ? તે મારા કોઈપણ કાર્યમાં કે રોગ દૂર કરવામાં સમર્થ નથી. તેના વડે હું શું કરીશ ? એમ જાણીને દીક્ષા લે. અથવા કોઈએ કહ્યું કે, રેતીના કોળીઆ ખાવા સમાન દીક્ષા વડે તું શું કરીશ ? પૂર્વના ભાગ્યે મળેલ ભોજનાદિ ભોગવ. એમ કહેતા વૈરાગ્ય પામેલો તે બોલે કે, હું આ ભોજનાદિથી શું કરીશ ? સંસારમાં ભમતા મેં અનેકવાર ભોગવ્યું તો પણ તૃપ્તિ ન થઈ, તો આ જન્મે શું થશે ? આ પ્રમાણે વિચારતા સંસાર સ્વભાવ જાણેલા કેટલાંક દીક્ષા લેવા તત્પર થઈને
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy