SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/૪/૨૦૧ ત્યાગ કરી લેશમાત્ર જ્ઞાનથી અહંકારી બની કઠોરતા ગ્રહણ કરે છે. તેઓ પરસ્પર ગુણનિકાય કે મીમાંસામાં એકબીજાને કહે છે જે તેં કહ્યું, તે આ શબ્દનો અર્થ નથી, તેથી તું જાણતો નથી. મારા જેવો શબ્દનો અર્થનિર્ણય કરવામાં કોઈક જ સમર્થ છે. બધા નહીં. કહ્યું છે, ગુરુઓને પૂછેલ અને જાતે પણ નિશ્ચય કરેલ છે - x - વાદી અને મલ્લમાં મુખ્ય મારા જેવો કોઈક જ બીજો હશે. બીજો સાધુ કહે છે– પણ અમારા આચાર્ય તો આ પ્રમાણે કહે છે, ત્યારે પે'લા ફરી બોલે છે કે, તે આચાર્ય બોલવામાં ગુંઠ અને બુદ્ધિહીન શું જાણે ? તું પણ પોપટ માફક ભણાવેલો, વિચાર કર્યા વિનાનો છે. આ પ્રમાણે તે દુષ્ટબુદ્ધિ ગૃહિત અલ્પજ્ઞાની બીજું પણ બોલે છે. મહા ઉપશમનું કારણ જે જ્ઞાન છે, તે તેને વિપરીત પરિણમતા આવું બોલે છે– બીજાઓએ ઇચ્છાનુસાર રચેલા કોઈપણ અર્થને શ્રમથી જાણીને પોતે સંપૂર્ણ સિદ્ધાંત પારગામી હોય તેમ અહંકારથી બીજાનું અપમાન કરે છે. શ્રીમંતોની ક્રીડા સમાન વસ્તુને કુકડાના લાવક સમાન બનીને શાસ્ત્રોને પણ હાસ્ય કથા બનાવી ક્ષુદ્ર સાધુ લઘુતા પમાડે છે અથવા પાઠાંતર મુજબ-ઉપશમ છોડેલા કેટલાંક બહુશ્રુતો [બધા નહીં કઠોરતા સ્વીકારે છે, તેમને બોલાવતા કે પૂછતાં મૌન રહે છે કે હુંકાર કરે છે. વળી કેટલાંક બ્રહ્મચર્ય-સંયમમાં રહીને અથવા બ્રહ્મચર્ય-આચાર સૂત્ર અનુસાર અનુષ્ઠાન કરવા છતાં તેનો તિરસ્કાર કરીને જિનાજ્ઞાને કંઈક માને-કંઈક ન માને પણ સાતા ગૌસ્વથી શરીર બકુશ થાય છે. અથવા અપવાદને આલંબીને વર્તતા ઉત્સર્ગ માર્ગના ઉપદેશ આપતાં તેઓ એકાંત પકડી કહે છે કે, આ માર્ગ જિનોક્ત નથી. હવે અપવાદ કહે છે, નિરોગી સાધુ ગ્લાનની સમાધિ માટે વૈયાવચ્ચ કરે, કારણે તેને આધાકર્માદિ આહાર પણ લાવી આપે. 39 કુશીલ સાધુને ઘણી આશાતનાથી દીર્ઘસંસાર થાય તે કેમ ન કહ્યું ? શરીર કુશીલને કટુ વિપાકાદિ બતાવનાર ગુરુ પ્રત્યે જ તેઓ કઠોર વચન કહે છે. તેઓ સમનોજ્ઞ બની માન મેળવી અમે જીવન વીતાવશું એવા હેતુથી સિદ્ધાંતને ભણે છે અથવા આ ઉપાય વડે લોક સંમત થઈ અમે જીવીશું એમ માની દીક્ષા લઈ કુશીલ બને છે. અથવા દીક્ષા લેતા તે વિચારે કે અમે ઉધતવિહારી બનીશું. પણ દીક્ષા લઈને મોહોદયથી બરાબર ચારિત્ર ન પાળે. તેઓ ગૌરવત્રિકમાંના કોઈ કારણે જ્ઞાનાદિ મોક્ષ માર્ગે સારી રીતે વર્તતા નથી. આજ્ઞામાં ન વર્તતા તે કામવૃદ્ધ ચિત્તથી બળતા અને ગૌરવત્રિકમાં ક્ત બની ઇન્દ્રિય પ્રણિધાનરૂપ તીર્થંકર કથિત મહાવ્રતોને બરાબર ન પાળીને સ્વયં પંડિત માનીને આચાર્યાદિએ શાસ્ત્ર મુજબ પ્રેરણા કર્યા છતાં ગુરુને કઠોર વચન કહે છે. બોલે છે કે આ વિષયમાં આપ કંઈ જાણતા નથી - ૪ - સૂત્રના અર્વાદને જે રીતે હું જાણું છું તે રીતે બીજો કોણ જાણે ? ધર્મોપદેશકને પણ કડવાં વચન કહે છે. આચાર્ય ઠપકો આપે તો કહે છે કે તીર્થંકર અમારું ગળુ કાપવાથી વિશેષ બીજું શું કહેવાના છે? ઇત્યાદિ - ૪ - તેઓ માત્ર આચાર્યને જ નહીં, બીજાને પણ કઠોર વચન કહે છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સૂત્ર-૨૦૨ - શીલવાન્, ઉપશાંત અને વિવેકથી વર્તતા મુનિને અશીલવાળા કહે છે, આ તે મૂર્ખની બીજી અજ્ઞાનતા છે. • વિવેચન : 36 શીલ ૧૮,૦૦૦ ભેદવાળું છે અથવા મહાવ્રત પાલન, પાંચ ઇન્દ્રિય જય, કષાયનિગ્રહ, ત્રણ ગુપ્તિએ ગુપ્ત એવું નિર્મળ શીલ પાળે તે શીલવંત છે તથા કષાયના ઉપશમથી ઉપશાંત છે. શીલવાના ગ્રહણથી ઉપશાંત આવી જ જાય છતાં કપાય નિગ્રહનું પ્રાધાન્ય જણાવવા તેનું ગ્રહણ કર્યું. સમ્યક્ રીતે જેના વડે કહેવાય તે સંખ્યા કે પ્રજ્ઞા. તેના વડે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારા હોય તો પણ કોઈ મંદભાગ્યથી તેઓને ‘અશીલ' એમ કહી નિંદનાર - ૪ - કે મિથ્યાદૃષ્ટિ આદિ વડે બોલે કે તેઓ કુશીલ છે, એવું કહેનાર પાસત્થા આદિની તે બીજી મૂર્ખતા છે. એક તો પોતે ચાસ્ત્રિરહિત છે. બીજા ઉધુક્ત વિહારીને નિંદે તે બીજી મૂર્ખતા છે. અથવા શીલવંત તે ઉપશાંત છે એવું બીજાએ કહ્યાં છતાં તે કુસાધુ કહે છે - આ ઘણાં ઉપકરણવાળામાં કયા શીલ કે ઉપશાંતતા છે ? એમ બોલતા તે દુરાચારીની બીજી મૂર્ખતા છે. બીજા કેટલાંક વીતરાયના ઉદયથી પોતે શીથીલ હોવા છતાં બીજા સાધુને પ્રશંસતા રહીને યથાવસ્થિત આચાર બતાવે છે. તે કહે છે– • સૂત્ર-૨૦૩ : કેટલાંક સંયમથી નિવૃત્ત હોવા છતાં આચાર-ગોચર બરાબર કહે છે. જ્ઞાનથી ભ્રષ્ટ સમ્યગ્દર્શન વિધ્વંસક થઈને...... • વિવેચન : કર્મના ઉદયથી સંયમ કે લિંગ વિશ મૂકી દે. અથવા ન મૂકે તો પણ સાધુના જેવા આચાર-ગોયર હોય તે બતાવે. સ્વનિંદા કરતા કહે કે અમે તેવો આચાર પાળવા સમર્થ નથી. આવું કહેનારને બીજી મૂર્ખતા નથી. તેઓ એવું નથી કહેતા કે અમે જે કરીએ છીએ. તેવો જ અમારો આચાર છે. એમ પણ ન કહે કે દુઃશ્યમ કાળમાં બળ ઓછું થવાથી મધ્યમ વર્તન જ કલ્યાણનું કારણ છે. હમણાં ઉત્સર્ગનો અવસર નથી. કહ્યું છે કે, સારો સારથી ઘોડાને જોરથી કે ધીમે ન હાંકે તથા ઘોડા પણ તેમ મધ્યમ ચાલે તો તે યોગ બધે માનનીય થાય. - X + X - [કુસા] શા માટે કુશીલનું સમર્થન કરે ? તે કહે છે, સત્ અસટ્ના વિવેકના જ્ઞાનથી તેઓ ભ્રષ્ટ છે. તથા સમ્યગ્દર્શન વિધ્વંસક, અસત્ અનુષ્ઠાનથી પોતે નાશ પામેલા છે, બીજાને શંકાશીલ બનાવી સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે. બીજા બાહ્ય ક્રિયા કરવા છતાં આત્માનો નાશ કરે છે. તે– - સૂત્ર-૨૦૪ - કેટલાંક ‘નમનાર' હોવા છતાં સંયમ જીવનને દૂષિત કરે છે. કેટલાંક
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy