SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫/૧/૧૫૮ બીજા દ્વારા અપમાનીત થતા બહુ ક્રોધી થાય. તથા વંદન કરે તો બહુમાનવાળો થાય, કુચેષ્ટા કે ખોટી તપશ્ચર્યાથી બહુમાયી થાય. આ બધું આહારાદિના લોભથી કરે તો બહુ લોભી થાય. તેનાથી તે બહુ પાપકર્મ રજવાળો થાય. અથવા આરંભાદિમાં બહુ સ્ક્વ બને તેથી બહુ ત થાય. નટની માફક ભોગ માટે બહુ વેષો ધારણ કરે તે બહુનટ છે. ઘણાં પ્રકારે શઠપણાથી બહુશઠ કહેવાય. સંસારીપણાના ઘણાં વિચારો કરવાથી બહુસંકલ્પી બને. આ પ્રમાણે ચોર વગેરેની પણ એકચર્ચા જાણવી. ઉક્ત સ્થિતિવાળાની કેવી અવસ્થા થાય ? તે કહે છે– આમવ - હિંસા આદિ. તેમાં સંગ રાખે તે આશ્રવસકત. પતિતં - કર્મથી લેપાયેલો. આવો તે બોલે છે - થિ - હું ધર્મ-ચાસ્ત્રિ માટે ઉધમ કરનારો છું. વેશધારી પણ કહે છે કે, હું પણ પ્રવ્રુજિત છું, ધર્મ-ચારિત્ર માટે ઉધત છું. એમ બોલતા તે કર્મ વડે લેપાય છે. તે ઉત્થિતવાદી આસવમાં વર્તતો આજીવિકાના ભયથી કઈ રીતે વર્તે ? તે કહે છે, મને કોઈ પાપ કરતા ન જુએ, તેથી તે છાના પાપો કરે છે તે પાપો અજ્ઞાન કે પ્રમાદના દોષથી કરે છે. ૨૪૧ વળી નિરંતર મોહનીયના ઉદય કે અજ્ઞાનથી મૂઢ બનેલો શ્રુતચારિત્ર ધર્મને જાણતો નથી. તેવો વિવેક નથી. - ૪ - વિષય કષાયોથી પીડિત થઈ તેઓ આઠ પ્રકારના કર્મ બાંધવામાં કુશળ છે, પણ ધર્માનુષ્ઠાનમાં કુશળ નથી. હે જંતુઓ ! માનવો ! મનુષ્ય જ ઉપદેશ ગ્રહણ યોગ્ય હોય ‘માનવ' લીધું. તે તમે જુઓ. કયા મનુષ્યો ધર્મ ન સમજતા કર્મ બાંધવામાં કુશળ છે ? જે કોઈ પાપ અનુષ્ઠાનથી વિક્સ્ડ ન હોય તથા જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ જે મોક્ષમાર્ગ છે તે રૂપ વિધાથી વિપરીત અવિધા, તે અવિધાથી ઘેરાયેલા છતાં મોક્ષ કહે, તેઓ ધર્મને જાણતા નથી - ૪ - તે કારણે ભાવ આવર્ત-સંસારમાં જન્મ-મરણનું ભ્રમણ કર્યા કરે છે. નકાદિ ગતિમાં વારંવાર જન્મ લે છે. અધ્યયન-૫ “લોકસાર' ઉદ્દેશો-૧ “એકચર''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૐ અધ્યયન-૫ ઉદ્દેશો-૨ “વિરતમુનિ” ભૂમિકા ઃ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પહેલા ઉદ્દેશામાં કહ્યું કે એકચર્યા સ્વીકારીને પણ સાવધ અનુષ્ઠાનની વિરતિના અભાવથી મુનિ ન કહેવાય. તેથી વિપરીત જેમ મુનિભાવ કહેવાય તે કહે છે. આ સંબંધથી આવતું સૂત્ર આ પ્રમાણે– • સૂત્ર-૧૫૯ : આ લોકમાં જેટલા પણ અનારંભજીવી છે, તેઓ આરંભથી રહિત થઈ પાપકર્મનો ક્ષય કરી આ અપૂર્વ અવસર છે એમ વિચારે. આ ઔદારિક શરીર 1/16 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિગ્રહની આ વર્તમાન ક્ષણ છે, આ પ્રમાણે જે ક્ષણાન્વેષી છે તે આમત્ત છે. આ માર્ગ આર્યોએ બતાવેલ છે, તે માટે ઉત્થિત થઈ પ્રત્યેક પ્રાણીના સુખ-દુઃખ પોતાના છે તેમ જાણી પ્રમાદ ન કરે. આ સંસારમાં મનુષ્યના અભિપાય અને દુઃખ ભિન્ન-ભિન્ન બતાવેલા છે. માટે જે કોઈ પ્રકારની હિંસા કરતા નથી, અસત્ય બોલતા નથી, પરીષહોને સમ્યક્ પ્રકારે સહન કરે છે. [તે જ પ્રશંસનીય છે.] • વિવેચન : આ મનુષ્યલોકમાં સાવધ અનુષ્ઠાન કે પ્રમત્તયોગરૂપ જે આરંભ છે. કહ્યું છે કે, વસ્તુ લેવી કે મૂકવી, બોલવું, પરઠવવું, આવવું-જવું આ બધું જો પ્રમાદથી કરે તો તે સાધુને આરંભ દોષ લાગે. પણ જો પ્રમાદ ન કરે તો અનારંભી કહેવાય. સમસ્ત આરંભથી નિવૃત્ત સાધુ છે જે પુત્ર, પત્ની આદિ માટે આરંભ કરતા ગૃહસ્થને આશ્રીને અનારંભી જીવન જીવે છે. કહ્યું છે કે સાવધ અનુષ્ઠાન પ્રવૃત્ત ગૃહસ્થ અનવધ આરંભ જીવી છે. સાધુ કાદવને આધારે રહેલા કમળ જેવા નિર્લેપ હોય છે. ભજે. જો એમ છે તો શું? આ સાવધ આરંભથી - ૪ - દૂર રહે અથવા આર્હત્ ધર્મમાં રહી પાપારંભથી નિવૃત્ત થાય. સાવધાનુષ્ઠાનથી થતા કર્મ ક્ષય કરતો મુનિભાવને - ૪ - ૪ -આ પ્રત્યક્ષ દેખાતા આર્યક્ષેત્ર, સુકુલમાં જન્મ, ઇન્દ્રિય નિવૃત્તિ, શ્રદ્ધા સંવેગ લક્ષણ અવસર કે મિથ્યાત્વ ક્ષય-અનુદય લક્ષણ એટલે સમ્યક્ત્વ પ્રાપ્તિ હેતુભૂત કર્મવિવર લક્ષણવાળો અવસર અથવા શુભ અધ્યવસાય જોડાણરૂપ સંધિ તને મળ્યો છે. તેને તારા આત્મામાં સ્થાપન કરેલ તું જો. માટે ક્ષણ માત્ર પ્રમાદ ન કરજે. ન વિષયાદિથી પ્રમાદવશ થજે. ૨૪૨ તત્ત્વ પ્રાપ્ત જ્ઞાની - x - ૪ - ઔદાકિ શરીર, તેની આ વાર્તામાનિક ક્ષણ સુખ-દુઃખમાં વીતી અને ભાવિમાં પણ વીતશે એ રીતે પ્રત્યેક ક્ષણને શોધવાના સ્વભાવવાળો સદા અપ્રમત્ત રહે છે. આચાર્ય કહે છે - આ હું નથી કહેતો પણ આ માર્ગ આર્યપુરુષે કહેલ છે. આર્ય એટલે સર્વ ત્યાજ્ય ધર્મથી દૂર મોક્ષ કિનારે પહોંચેલા તીર્થંકર કે ગણધર. પૂર્વે કહેલો, હવે કહેવાતો માર્ગ તીર્થંકરોએ કહ્યો છે એટલું જ નહીં પણ— ધ્રુપ – સંધિ [અવસર] મળેલો જાણીને ધર્મ ચરણ માટે તૈયાર થયેલ તું ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરીશ. બીજું નાળિત્ત - પ્રત્યેક પ્રાણીના દુઃખ અને દુઃખના કારણો કે કર્મ તથા મનગમતું સુખ જાણીને તું પ્રમાદી ન થઈશ. પ્રત્યેક જીવના દુઃખ કે કર્મ જ નહીં પણ તેના ઉપાદાનભૂત અધ્યવસાયો પણ જુદા જ છે તે બતાવે છે - - ૪ - તેઓના અભિપ્રાય જુદા છે. અર્થાત્ જુદી જુદી જાતનાં બંધ અધ્યવસાય સ્થાનવાળા છે. તે આ સંસારમાં કે સંજ્ઞીલોકમાં મનુષ્યો છે. ઉપલક્ષણથી અન્ય જીવો પણ લેવા. સંજ્ઞી પ્રાણીના સંકલ્પ જુદા હોવાથી તેના કર્મ પણ જુદા છે. તેના કારણરૂપ દુઃખ પણ જુદા જુદા છે. - x - ફરી પૂર્વોક્ત કથન યાદ કરાવી કહે છે - ઉપાદાન ભેદથી પ્રાણીનું દુઃખ પણ જુદું છે કેમકે બધા પ્રાણીઓ સ્વકૃત્ કર્મ જ ભોગવે છે, અન્યકૃત્ છે કર્મ ભોગવતા નથી. એવું માનીને શું કરે ? તે કહે છે - તે અનારંભજીવી સાધુ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy