SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫/૧/૧૫૮ પકાવાઈ રહ્યા છે. આ સંસારમાં તે જ સ્થાનોને વારંવાર સ્પર્શે છે. લોકમાં જેટલા આરંભજીવી છે, તે આ જ કારણે આરંભજીવી છે. અજ્ઞાની સંયમી જીવનમાં પણ વિષયતૃષાથી આકુળ બની અશરણને જ શરણ માની પાપકર્મોમાં રમણ કરે છે. આ સંસારમાં કેટલાંક સાધુ એકલા વિચરે છે. તેઓ અતિ ક્રોધ-માન-માયાલોભ-આરકત-નટ જેવા-શઠ સંકલ્પો કરે છે. હિંસાદિ આસવામાં ગૃદ્ધ દુષ્કર્મ યુક્ત, સ્વ પ્રશંસક, મને કોઈ દુષ્કર્મ કરતા જોઈ ન જાય તેમ વિચરે છે. જ્ઞાનપ્રમાદ દોષથી સતત મૂઢ બની ધર્મને જાણતા નથી. હે માનવ ! જે પ્રજા પીડિત છે, કર્મબંધનમાં ચતુર છે, અવિધાથી મોક્ષ પ્રાપ્તિ બતાવે છે. તે સંસાર આવર્તમાં જ પરિભ્રમણ કરે છે - તેમ હું કહું છું. • વિવેચન : ૨૩૯ હે એકાંત ધર્મક્ત મનુષ્યો ! તમે જુઓ. નિઃસાર અને કટુ ફળદાયી રૂપ આદિ ઇન્દ્રિય વિષયોમાં વૃદ્ધ થઈને ઇન્દ્રિયો વડે વિષય કે સંસાર અભિમુખ થઈને નાકાદિ યાતના સ્થાનોમાં ગયેલા પ્રાણીને જુઓ. તે વિષય સ્વાદુઓ ઇન્દ્રિયને વશ થઈ આ સંસારમાં પરવશ થઈ કર્મની પરિણતિરૂપ સ્પર્શોને વારંવાર તે તે સ્થાનોમાં ભોગવે. પાઠાંતરમાં પ્રથ પાશે ને બદલે થોડ઼ે છે. - આ સંસારમાં મોહ અર્થાત્ અજ્ઞાન કે ચાસ્ત્રિ મોહમાં વારંવાર મૂઢ બને છે. જે કોઈ ગૃહસ્થ સાવધ અનુષ્ઠાનમાં રહે છે, તેઓ ફરી ફરી દુઃખોને અનુભવે છે. વળી તે ગૃહસ્થોને આશ્રીને આરંભ કરે છે તેવા પાખંડી પણ તે દુઃખને પામે છે. - ૪ - ૪ - ગૃહસ્થ કે જૈનેતર તો દૂર રહો, પણ જે સંસાર સમુદ્રથી તરવારૂપ સમ્યકત્વ રત્ન મેળવીને પણ મોક્ષનું એક કારણ વિરતિ પરિણામ પામીને પણ કર્મના ઉદયથી સાવધ અનુષ્ઠાથી બને છે. તે કહે છે– આ અર્હત્ પ્રણીત સંયમ મેળવીને રાગદ્વેષથી આકુળ બનેલો અંદરથી તપતો વિષયતૃષ્ણાથી પાપકર્મ વડે રમે છે. સાવધ અનુષ્ઠાનમાં ચિત લગાડે છે. કામાગ્નિ અને પાપકર્મથી બળતો અશરણ એવા સાવધ અનુષ્ઠાનને શરણ માની ભોગેચ્છા, અજ્ઞાન-અંધકારાચ્છાદિત દૃષ્ટિથી વારંવાર વિવિધ વેદનાને અનુભવે છે. પ્રવ્રજ્યા લઈને પણ કેટલાંક દૂરાચાર કરે છે, તે બતાવે છે– આ મનુષ્યલોકમાં કેટલાક એકલા વિચરે છે. તેના પ્રશસ્ત-અપ્રશસ્ત બે ભેદ છે. તેના પણ દ્રવ્ય-ભાવ ભેદો છે. તેમાં દ્રવ્યથી ગૃહસ્થ, પાખંડી આદિનું વિષય-કષાય નિમિત્તે એકાકી વિચરણ. ભાવથી અપ્રશસ્ત ન હોય - કેમકે તે રાગદ્વેષ અભાવથી હોય છે. દ્રવ્ય પ્રશસ્ત પ્રતિમા પ્રતિપન્ન - ગચ્છથી નીકળેલ અને સ્થવિકલ્પીને સંઘાદિ કાર્ય નિમિત્તે એકલા જવું પડે તે છે. ભાવપ્રશસ્ત તો રાગદ્વેષના વિરહથી થાય. તેમાં દ્રવ્ય તથા ભાવથી એકચર્યા તે સંયમ લઈ કેવળજ્ઞાન ન થયું હોય તેવા તીર્થંકરોને હોય છે. બાકીના બધા ચાર ભાંગામાં આવે છે - તેમાં પ્રશસ્ત દ્રવ્ય આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ એકચર્ચાના દૃષ્ટાંતનો સંક્ષેપ અહીં બતાવેલ છે– ધાન્યપૂરક સંનિવેશમાં યુવાન રૂપવાનૢ વાપરો ગામથી નિર્ગમન રસ્તે છઠનો તપ શરૂ કર્યો. બીજો તાપસ ગુફામાં અઠમ તપ કરી આતાપના લે છે. પહેલા તાપસને ઠંડી-તાપ સહેતો જોઈ તેના સત્કાર-સન્માન કર્યા. ત્યારે તેણે ગુફાવાળા તાપસની સ્તુતિ કરી, લોકોએ બીજા તાપસની પણ પૂજા કરી આ રીતે બંને ભાઈઓએ એકલા રહી પૂજાવા માટે તપ કર્યો, તે અપશા. સૂત્રની વ્યાખ્યા મધ્યે સૂત્રાર્થિક નિયુક્તિ કહે છે— [નિ.૨૪૬] ચાર, ચર્ચા, ચરણ એ ત્રણ શબ્દો એકાર્થક છે ‘ચાર'ના નિક્ષેપા છ છે. નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યમાં જ્ઞ-શરીર, ભવ્ય-શરીર વ્યતિક્તિ દ્રવ્યચાર કહે છે - x - લાકડું જલ અને સ્થલમાં - ૪ - અનેક પ્રકારે ચાલે છે. તેમાં લાકડાનો પુલ વગેરે પાણીમાં બને છે, સ્થળમાં ખાડા વગેરે ઓળંગવા લાકડાં ગોઠવે છે. લાકડાની નાવથી જળમાં ચલાય છે, જમીન પર સ્થાદિથી ચલાય છે. આદિ શબ્દથી લાકડું મહેલ આદિમાં દાદર બનાવવામાં કામ લાગે છે તથા જે જે દ્રવ્ય એક દેશથી બીજા દેશમાં જવા વપરાય તે દ્રવ્ય ચાર છે. ૨૪૦ [નિ.૨૪૭] જે ક્ષેત્રમાં ચાર કરાય અથવા જેટલું ક્ષેત્ર ચાલીએ તે ક્ષેત્રચાર કહેવા. જે કાળમાં કે જેટલો કાળ ચાલીએ તે કાળચાર છે. ભાવ-ચાર કે ચરણ બે ભેદે છે. (૧) પ્રશસ્તચરણ-જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ છે. (૨) અપ્રશસ્ત ચરણ તે ગૃહસ્થ અને અન્યતીર્થિકનું દર્શન છે. આ રીતે દ્રવ્યાદિ ચાર કહ્યો. હવે સાધુનો પ્રશસ્ત ભાવચાર પ્રશ્ન દ્વારથી બતાવે છે. [નિ.૨૪૮] દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ લોકમાં [શ્રમ સહેનાર] શ્રમણ કે ચતિનો દ્રવ્યાદિ ચાર કઈ રીતે ચાર પ્રકારે છે ? તેનો ઉત્તર - અહીં ધૃતિનો અધિકાર છે. (૧) દ્રવ્યકૃતિ - અરસ, વિસ, તુચ્છ, લુખ્ખા આહારમાં ધૃતિ રાખવી. (૨) ક્ષેત્ર ધૃતિ - કુતીર્થિક ભાવિત કે પ્રકૃતિ અભદ્રક લોકો હોય તો સાધુએ ઉદ્વેગ ન કરવો. (૩) કાળધૃતિ - દુષ્કાળ આદિમાં જેવો લાભ મળે તેમાં સંતોષ રાખવો. (૪) ભાવકૃતિ - કોઈ આક્રોશ, હાંસી આદિ કરે તો પણ ક્રોધ ન કરવો. વિશેષથી તો ક્ષેત્ર અને કાળમાં હલકાપણું હોય ત્યાં વધુ ધૈર્ય રાખવું કેમકે પ્રાયઃ દ્રવ્ય અને ભાવમાં તેના નિમિત્તે જ અધૃતિ થાય છે. ફરી સાધુનો ચાર કહે છે– [નિ.૨૪૯] સાવધ અનુષ્ઠાન હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ રૂપ પાપના હેતુથી દૂર રહે, પરિગ્રહ ન રાખે તે અપરિગ્રહ. એ દ્રવ્ય-ચાર, ક્ષેત્ર-ચા-ગુરુ સાંનિધ્ય સેવનાર, જાવજીવ ગુરુ-ઉપદેશાદિ સમન્વિત. આ રીતે કાલ-ચાર બતાવ્યો. સર્વકાળ ગુરુ ઉપદેશ મુજબ વર્તવું, ભાવ-ચાર-ઉલટો માર્ગ તે ઉન્માર્ગ અર્થાત્ અકાર્ય આચરણ છોડવું. તથા રાગદ્વેષથી વિત બનીને તે સાધુ વિચરે-સંયમ અનુષ્ઠાન કરે. એ રીતે નિર્યુક્તિકારે બતાવ્યું. હવે સૂત્રને આશ્રીને કહે છે - વિષય કષાય નિમિત્તે એકચર્ચા કરે તે કેવો થાય ? વિષયમૃદ્ધ બનેલ, ઇન્દ્રિય અનુકૂળ વર્તી એકચર્યામાં વર્તતો પતિત સાધુ કે ગૃહસ્થ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy