SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧//૬/૧૦૫ ૧૮૫ ૧૮૬ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ કરે છે તેમ ચવર્તી આદિને પણ ઉપદેશ કરે છે અથવા ચક્રવર્તી માફક તુચ્છને પણ ઉપદેશ કરે છે -x - જો કે એવો નિયમ નથી કે બધાંને સમાન રીતે કહેવું, જેને જેમ બોધ થાય તેમ તેને કહેવું. બુદ્ધિમાને સૂક્ષ્મ વાત કહેવી અન્યને પૂળ વાત કહેવી. સજાને ઉપદેશ આપે તો તે રાજા અન્યદર્શીની, મધ્યસ્થ બુદ્ધિ કે સંશયવા આદિ કેવો છે તે જાણીને કહેવું. - x • x • તેને સાંભળીને ક્રોધ થાય તેવી રીતે ઉપદેશ ન આપવો. વળી તેની ભક્તિ રુદ્ર વગેરે દેવતા પરત્વે હોય, તે દેવનું ચરિત્ર સાંભળતા તે હેપી થાય તો તે શું કરે ? તે કહે છે– • સૂત્ર-૧૦૬ - અનાદર થવાથી (શ્રોતા) મારવા લાગે, તેથી એ જાણે કે અહીં ધમકા કરવી શ્રેય નથી. [પહેલા એ જાણવું જોઈએ કે-] શ્રોતા કોણ છે ? કોને માને છે ? તે ‘વીર' પ્રશંસા યોગ્ય છે જે [ધર્મકથા વડે દ્ધિ મનુષ્યોને મુક્ત કરાવે. તે સાધક ઉર્વ-અધો-તિછદિશામાં સર્વ પ્રકારે સમગ્ર પરિજ્ઞા સાથે ચાલે છે અને હિંસા સ્થાનથી લિપ્ત થતા નથી. તે મેધાવી છે જે અનEઘાત-અહિંસાના સ્વરૂપને જાણે છે, બંધનથી મુક્ત થવાની અન્વેષણા કરે છે. કુશળ પુરો બદ્ધ કે મુકત હોતા નથી. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પૂછે, ત્યારે ધર્મકથી વિચારે કે આ પુરુષ કેવો છે ? મિથ્યા દૈષ્ટિ કે ભદ્રક ? કેવા હેતુથી પૂછે છે, તેના ઇષ્ટ દેવ કોણ છે ?, કયા મતને માને છે ? વગેરે વિચારી યોગ્ય કાળે યોગ્ય ઉત્તર આપવો. તેનો સાર એ કે - x • ધર્મકથા વિધિ - x • દ્રવ્ય • x • ક્ષેત્ર • x • કાળ - x • ભાવ - x • વગેરે વિચારીને જે રીતે તે બોધ પામે તે રીતે ધર્મકથા કરવી. ઉક્ત ગુણવાળો ધર્મકથાને યોગ્ય છે, બીજાને અધિકાર નથી. કહ્યું છે કે જે હેતુવાદ પક્ષમાં હેતુને અને આગમમાં આગમને બતાવનાર છે. તે સ્વ સિદ્ધાંતનો પ્રજ્ઞાપક છે, બીજો સિદ્ધાંત વિરાધક છે.” . જે આ પ્રમાણે ધર્મકથાનો વિધિજ્ઞ છે તે જ પ્રશસ્ત છે. તથા જે પુન્યવાનું અને પુન્યહીનને ધર્મકથામાં સમર્દષ્ટિ વિધિએ જાણે છે, શ્રોતૃ વિવેચક છે, તેવા ગુણવાળો કર્મવિદાક સાધુ ઉત્તમ પુરુષોથી પ્રશસિત છે. જે આઠ પ્રકારના કર્મ કે સ્નેહથી બદ્ધ પ્રાણીને ધર્મકથાદિ વડે મૂકાવે છે, તે તીર્થકર, ગણઘર, આયાદિ ચોક્ત ધર્મકથા વિધિજ્ઞ છે. તેઓ ઉદર્વ દિશાના જ્યોતિકાદિને, અધોદિશાના ભવનપતિ આદિને તથા તિર્થી દિશામાં મનુષ્યાદિને [કર્મથી મૂકાવે છે. બીજાને મૂકાવનાર તે ‘વીર’ હંમેશા બંને પરિજ્ઞા આચરે છે, વિશિષ્ટ જ્ઞાને અથવા સર્વ સંવચાત્રિ યુક્ત હોય છે. તે કયા ગુણોને મેળવે છે તે કહે છે તે પ્રાણી હિંસાથી લપાતો નથી. તે વીર છે, મેધાવી છે, જેના વડે જીવો ચાગતિમાં ભમે તે કર્મ. તેનો ઘાત કરે; તે ખેદને જાણનાર મુનિ છે. એટલે તે કર્મનો ક્ષય કરવાને ઉધત મુમુક્ષના કર્મક્ષયનો વિધિજ્ઞ એવો તે મેધાવી, કુશળ, વીરમુનિ છે. તથા જે પ્રકૃતિ, સ્થિતિ, સ, પ્રદેશ એમ ચાર પ્રકારના બંધનોથી મોક્ષ કરાવે કે તેનો ઉપાય બતાવે તે અન્વેષી [શોધક પણ છે. જે આવો છે તે મેધાવી આદિ છે. જે જીવહત્યાના ખેદને જાણે, તે મૂળ-ઉત્તર પ્રવૃત્તિ ભેદો વડે ભિન્ન તથા યોગ નિમિતે આવતી કપાયની સ્થિતિવાળી કર્મની બદ્ધ-સ્પટ-નિud-નિકાચિત રૂપ અવસ્થાને દૂર કરવાનો ઉપાય જાણે છે. - x • x - જે ઉક્ત ગુણવાળા છે તે સાધુ છાસ્થ હોય કે કેવલી ? કેવળીને ઉક્ત વિશેષણ ન ઘટે, માટે છાસ્ય લેવા. કેવળીની તો વાત જ શું કરવી ? તે કહે છે, કુશળ - એટલે ઘાતિકર્મનો સંપૂર્ણ ક્ષય કરનાર તીર્થકર કે સામાન્ય કેવલી. જયારે છાસ્થ વાતિકર્મચી બદ્ધ મોક્ષાર્થી છે - તેના ઉપાયને શોઘનારો છે. પરંતુ કેવલી ઘાતિકર્મ ક્ષય થવાથી બદ્ધ નથી અને ભવોપણાહી કર્મના સદ્ભાવથી મુક્ત પણ નથી. અથવા તેને છાસ્ય જ કહીએ તો ‘કુશલ’ એટલે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ પ્રાપ્ત કરનાર, મિથ્યાત્વ અને બાર કષાયોનો ઉપશમ કર્યો હોવાથી - તેનો ઉદય ન હોવાથી તે બદ્ધ નથી, કર્મોના સર્ભાવથી મુક્ત પણ નથી. આવા ગુણવાનું કુશળ હોય છે, પછી તે કેવલી હોય કે કદાચ્છ. - x • બીજા પણ મોક્ષાભિલાષીએ તેમ વર્તવું તે બતાવે છે • વિવેચન 0 1 ક્રિોધિત થયેલ રાજા વાણીથી અપમાન કરે, અનાદર થવાથી મારવા લાગે. લાકડી કે ચાબુકથી મારે. કહ્યું છે - “કુદ્ધ થયેલ પકડે, બાંધે, કાઢી મૂકે, સેના પાસે મરાવે, પ્રવેશ નિષેધ કરે, સંઘને દુ:ખ આપે.” તથા બુદ્ધ ઉપાસક નંદબળની કથાથી, શીવ ઉપાસક સત્યકીની કથાથી આદિ - હેષ પામે છે અથવા ભીખારી, ખોડવાળો તેને ઉદ્દેશીને કથા કહેતા હૈષ પામે છે. આ રીતે અવિધિથી કહેતા આવી બાધા થાય છે. તથા પરલોકમાં તેનો કંઈ લાભ નથી. કે મુમુક્ષને પરહિતને માટે ધર્મકથા કહેતાં પુન્ય છે, પણ કહેનાર જો સભાને ન ઓળખે તો તેનું કારણ બને. અથવા રાજાનું અપમાન થતાં ઘર્મકથા કહેનારને હણે. જો તે પશુવધ યજ્ઞાદિને ધર્મ માનતો હોય ત્યારે સાધુ, “તેમાં ધર્મ નથી” કહે તો પણ રાજા તેને હણશે. અવિધિએ કહેવામાં પણ શ્રેય નથી. જેમકે - સાક્ષરો મધ્ય પક્ષ-હેતુ છોડી પ્રાકૃતમાં કહેવું, તે પણ અવિધિ છે. આ રીતે પ્રવયનની હીલના જ છે અને કેવળ કર્મબંધ થાય છે. પણ કલ્યાણ થતું નથી. વિધિ ન જાણનારને મૌન જ શ્રેય છે. કહ્યું છે કે, “સાવઘ-નિરવધ વચનથી અજાણને બોલવાનો પણ અધિકાર નથી, તો ઉપદેશ અધિકાર ક્યાંથી હોય ?" તેથી ધર્મકથા કઈ રીતે કરવી ? તે હવે કહે છે . જેને ઇન્દ્રિયો વશ વર્તે છે, વિષયથી પરાંગમુખ છે, સંસારથી ઉદ્વેગ મનવાળો છે, વૈરાગ્ય હદયી છે તેવો ધમાં
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy