SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૨૦ ૧ • વિવેચન-૧૨૦/૧ : આ સૂત્રોમાં ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અનૌપનિધિકીમાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય એમ ત્રણ ભેદ છે. જ્યારે અહીં ઔપનિધિકીમાં-પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી એવા ત્રણ ભેદ કર્યા છે. અહીં ત્રણ લોકના આધારે ત્રણે આનુપૂર્વીનું સ્વરૂપ સમજાવ્યું છે. ચૌદરાજુ લાંબા આ લોકના રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિ ભાગવાળા ક્ષેત્ર અને મેરુપર્વતની મધ્યના ક્ષેત્રમાં આકાશ દ્રવ્યના આઠ રુચપ્રદેશ છે. તે રુચક પ્રદેશથી નીચે-અધોદિશામાં નવસો યોજન પછીના ક્ષેત્રને અધોલોક, ઉર્ધ્વદિશામાં નવસો યોજનથી ઉપરના ક્ષેત્રને ઉર્ધ્વલોક અને વચ્ચેના ૧૮૦૦ યોજનવાળા ક્ષેત્રને મધ્યલોક કહે છે. તેનો તિછો વિસ્તાર વધુ હોવાથી તેને તિર્યક્ લોક પણ કહે છે. ‘અધઃ' શબ્દનો અર્થ છે અશુભ. ક્ષેત્ર પ્રભાવથી જ જે ક્ષેત્રમાં અશુભ પરિણમનવાળા પુદ્ગલ દ્રવ્ય વધુ છે, તે અધોલોક. જે ક્ષેત્રમાં શુભ પરિણમનવાળા પુદ્ગલદ્રવ્યો વધુ છે, તે ક્ષેત્ર ઉર્ધ્વલોક. અને જે ક્ષેત્રમાં પ્રાયઃ મધ્યમ પરિણમનવાળા પુદ્ગલ દ્રવ્યો વિશેષ છે, તે ક્ષેત્ર મધ્યલોક. ક્રમવિન્યાસ ઃ- શાસ્ત્રકારે (૧) અધોલોક, (૨) મધ્યલોક અને (૩) ઉર્ધ્વલોક, આ પ્રમાણે ક્રમ બતાવ્યો છે. તે ક્રમ વિન્યાસનું કારણ જણાવતા વ્યાખ્યાકાર કહે છે કે ચૌદ ગુણસ્થાનકમાં જેમ જઘન્ય પરિણામવાળા મિથ્યાત્વનું પ્રથમ કથન કરાય છે તેમ અહીં અધોલોકમાં જઘન્ય પરિણામવાળા દ્રવ્યનો સંબંધ વિશેષ હોવાથી ક્રમમાં તેને પ્રથમ સ્થાન પ્રાપ્ત થાય છે. તત્પશ્ચાત્ મધ્યમ પરિણામવાળા દ્રવ્યસંયોગથી મધ્યલોકનું અને ઉત્કૃષ્ટ પરિણામવાળા દ્રવ્યસંયોગના કારણે ઉર્ધ્વલોકને અંતમાં સ્થાન પ્રાપ્ત થયું છે. • સૂત્ર-૧૨૦/૨ : અધોલોક ક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે – (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી પ્રશ્ન :- અધોલોક ક્ષેત્રપૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- (૧) ર૫ભા, (૨) શકરાપભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમપભા. આ ક્રમથી સાત નકભૂમિઓના કથનને અધોલોક ક્ષેત્ર પૂર્વાનુપૂર્વી કહે છે. 1 :- ધોલોક ક્ષેત્રપશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- તમતમપ્રભા નામની સાતમી નકથી શરૂ કરી વિપરીત ક્રમથી પ્રથમ રત્નપ્રભા નરક પર્યંતના કથનને અધોલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વી કહે છે. અધોલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? આદિમાં એકને સ્થાપિત કરી એક-એકની વૃદ્ધિ કરતાં સાત પતિની સંખ્યાને એક શ્રેણીમાં રાખીને તે શ્રેણીના અંકોને પરસ્પર ક્રમશઃ ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને છોડીને શેષ ભંગ અનાનુપૂર્વી કહેવાય છે. 41/6 “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • વિવેચન-૧૨૦/૨ : આ સૂત્રમાં અધોલોક ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન છે. અધોલોકમાં સાત નસ્ક પૃથ્વીઓ આવેલી છે. તેના ક્રમથી સાત નામ આ પ્રમાણે છે. ર (૧) રત્નપ્રભા :- પ્રથમ નસ્ક પૃથ્વીમાં રત્નો જેવી પ્રભા-કાન્તિનો સદ્ભાવ છે. (૨) શર્કરપ્રભા :- બીજી નસ્ક પૃથ્વીમાં શર્કરા-પત્થરખંડ જેવી પ્રભા છે. (૩) વાલુકાપ્રભા :- ત્રીજી નરક પૃથ્વીમાં વાલુકા-રેતી જેવી પ્રભા છે. (૪) પંકપ્રભા :- ચોથી નસ્ક પૃથ્વીમાં પંક-કાદવ-કીચડ જેવી પ્રભા છે. (૫) ધૂમપ્રભા :- પાંચમી નરક પૃથ્વીમાં ધૂમ-ધૂમાડા જેવી પ્રભા છે. (૬) તમઃપ્રભા - છઠ્ઠી નસ્ક પૃથ્વીમાં તમઃઅંધકાર જેવી પ્રભા છે. (૭) તમતમપ્રભા :- સાતમી નસ્ક પૃથ્વીમાં ગાઢ અંધકાર જેવી પ્રભા છે. - સૂત્ર-૧૨૦/૩ થી ૧૨૫/૧ : [૧૨૦/૩] તિકિલોક ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી [૧૨૧ થી ૧૨૪] પ્રશ્ન :- મધ્યલોકક્ષેત્ર પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરોદ સમુદ્ર, વરુણદ્વીપ, વરુણોદસમુદ્ર, ક્ષીરદ્વીપ, ક્ષીરોદ સમુદ્ર, ધૃતદ્વીપ, ધૃતોદસમુદ્ર, ઇક્ષુવરદ્વીપ, ઈક્ષુવર સમુદ્ર, નન્દીદ્વીપ, નંદીસમુદ્ર, અરુણવરદ્વીપ, અરુણવરસમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલસમુદ્ર, રુચકદ્વીપ અને રુચક સમુદ્ર. જંબુદ્વીપથી લઈને આ રુચક સમુદ્ર પર્વતના દ્વીપ સમુદ્ર નિરંતર છે. તે પછી શેષ સંખ્યદ્વીપ સમુદ્રોનું અક્રમિક કથન છે અર્થાત્ ત્યાંથી આગળ અસંખ્યાત દ્વીપ સમુદ્ર, પછી ભુજગવર દ્વીપ સમુદ્ર, પશ્ચાત્ અસંખ્યાત દ્વીપ સમુદ્ર પછી કુશવર, કચવર વગેરે દ્વીપ સમુદ્રો છે. તે પછી આભરણ આદિ દ્વીપસમુદ્રો છે અર્થાત્ લોકમાં જેટલા શુભ નામના આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પદ્મા, નિધિ, રત્ન, વધર, હદ, નદી, વિજય, વક્ષસ્કાર, કલ્પેન્દ્ર, કુરુ, મંદર, આવાસ, ફૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય આદિ છે તે નામના દ્વીપસમુદ્રો છે. અંતે દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ આ પાંચ નામના દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. જંબુદ્વીપથી લઈ સ્વયંભૂરમણ પર્વતના બધા દ્વીપસમુદ્ર એક-બીજાથી વેષ્ટિત છે, વીંટળાયેલા છે. • સૂત્ર-૧૨૫/૧ : [૧૨૫/૧] મધ્યલોકક્ષેત્ર પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સ્વયંભૂરમણ સમુદ્ર, સ્વયંભૂરમણ દ્વીપ, ભૂત સમુદ્ર, ભૂતદ્વીપથી લઈ જંબૂદ્વીપ સુધી વિપરીત ક્રમથી દ્વીપ-સમુદ્રના સ્થાપનને મધ્યલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વી કહે છે. મધ્યલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? એકથી શરૂ કરી, એકએકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્યંતની રાશિને એક શ્રેણીમાં સ્થાપી, તેને
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy