SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૧૬ અવકતવ્ય દ્રવ્ય માટે પણ આ પ્રમાણે જાણવું. • વિવેચન-૧૧૬/ર : પ્રસ્તુત સૂત્રમાં ક્ષેમાનુપૂર્વીગત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્રનો વિચાર એકવચન અને બહુવચનની અપેક્ષાએ કરવામાં આવ્યો છે. એક આનુપૂર્વી ત્રિપદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ હોય છે. ત્રણ આકાશ પ્રદેશ લોકાકાશનો અસંખ્યાતમો ભાગ થાય તેથી એક આનુપૂર્વી લોકના અસંખ્યાતમા ભાગમાં કહેવાય, કોઈ એક આનુપૂર્વી લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાત ભાગો, સંખ્યાત ભાગોમાં સંભવે છે અને કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય દેશોન લોકમાં રહે છે અથતિ ક્ષેમાનુપૂર્વરૂપ આનુપૂર્વીનું જઘન્ય ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ દેશોન લોક છે. • સૂર-૧૧૬/૩ : અન* નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યામાં ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને કે સવલોકને સપણે છે ? ઉત્તર :- એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો અથવા દેશોન લોકને સ્પર્શે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ નિયમો સર્વલોકને સ્પર્શે છે. અનાનુપૂર્વી અને વક્તવ્ય દ્રવ્યોની સ્પર્શનનું કથન પૂવક્ત ક્ષેત્ર દ્વારને અનુરૂપ સમજવું વિશેષતા એ છે કે મને બદલે અહીં ના કહેવી. • વિવેચન-૧૧૬/૩ : ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક વધુ હોય છે. અવગાહન ક્ષેત્રની પૂર્વાદિ ચારે દિશા, ઉદd, અધો દિશાને, આધેય દ્રવ્ય સ્પર્શે, તે સ્પર્શના કહેવાય છે માટે ક્ષેત્રથી કંઈક અધિક સ્પર્શના જાણવી. સૂઝ-૧૧૬/ક : પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂવદ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી આનુપૂર્વી દ્રવ્ય રૂપે રહે છે ? ઉત્તર :- એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાઓ જન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વીઓ નિયમા સર્વકાલિક છે. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોની સ્થિતિ જાણવી. વિવેચન-૧૧૬૪ - આ સૂત્રમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય પોત-પોતાના સ્વરૂપમાં કેટલો કાળ રહે છે. તેની વિચારણા એક દ્રવ્ય આશ્રી અને અનેક દ્રવ્ય આશ્રી, તેમ બે રીતે કરવામાં આવી છે. એક દ્રવ્યની અપેક્ષાએ તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. ત્રિપદેશાવગાઢ સ્કંધ એક સમય પર્યત ઝિપદેશાવગાઢ રહીને તુરંત જ પરિણામની વિચિત્રતાથી અન્યથા પરિણમન પામે, તે એક પ્રદેશાવગાઢ કે દ્વિપદેશાવગાઢ બની જાય તો તેની જઘન્ય એક સમયની સ્થિતિ ઘટી શકે છે. જ્યારે ૩૮ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તે ત્રણ પ્રદેશાવગાઢ દ્રવ્ય અસંખ્યાતકાળ સુધી ત્રણ પ્રદેશાવગાઢ રહી પછી બે કે એક પ્રદેશાવગાઢ બને ત્યારે ક્ષેત્ર અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યની ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની સ્થિતિ થાય છે. આ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યની પણ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની કહી છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્યની સ્થિતિ સર્વકાલની છે. કારણ કે એવો કોઈ પણ સમય નથી કે જ્યારે લોકાકાશના પ્રદેશ પર કોઈ આનુપૂર્વી વગેરે દ્રવ્ય અવગાહિત ન હોય. તેથી અનેક આનુપૂર્વી વગેરે દ્રવ્યનું અવસ્થાના સર્વકાલિક બતાવ્યું છે. • સૂગ-૧૧૬/૫ - પ્રથમ * બૈગમ-વ્યવહાર નયસંમત આનુપૂર્વદ્રવ્યનું કેટલા કાળનું અંતર હોય છે ઉત્તર - ગણે આનુપૂરી, અનાનુપૂર્વ, આવકતવ્ય દ્રવ્યોમાં એક દ્રવ્યની અપેક્ષાઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. • વિવેચન-૧૧૬/૫ - આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વીપણાને છોડી અનાનુપૂર્વી વગેરે રૂપ બને અને જેટલા સમયમાં તે પુનઃ આનુપૂર્વીપણાને પ્રાપ્ત કરે તે વચ્ચે જેટલો સમય પસાર થાય તે અંતકાળ કે વિરહકાળ કહેવાય છે. તે વિરહકાળનું વર્ણન આ સૂરામાં છે. ફોગાનુપૂર્વીગત કોઈ એક આનુપૂર્વીદ્રવ્ય ત્રણાદિ આકાશપદેશ પર વગાઢ હોય તે અન્ય આકાશપ્રદેશ પર અવગાહન પામી, એક કે બીજા દ્રવ્ય સાથે સંયુક્ત થઈ એક સમયમાં પુનઃ તે ત્રણાદિ વિવક્ષિત આકાશપદેશમાં અવગાઢ થાય તો એક સમયનું જઘન્ય અંતર કહેવાય. તે જ આનુપૂર્વી દ્રવ્ય અન્ય ક્ષેત્રમાં અસંખ્યાત કાળ સુધી અવગાઢ રહી પછી તે જ દ્રવ્ય અથવા અન્ય દ્રવ્ય સાથે સંયુક્ત થઈ પુનઃપ્રણાદિ વિવક્ષિત આકાશપ્રદેશમાં અવગાહિત થાય તો અસંખ્યાત કાળનું અંતર કહેવાય. દ્રવ્યાનુપૂર્વમાં ઉકાટ વિરહકાળ અનંતકાળનો છે. વિવણિત દ્રવ્ય કરતાં અન્ય દ્રવ્ય અનંત છે તેથી વિવક્ષિત દ્રવ્ય અને દ્રવ્યો સાથે ક્રમથી સંયોગ પામી પુનઃ પોતાનું પ્રથમ સ્વરૂપ પ્રાપ્ત કરે તેમાં અનંતકાળ પસાર થઈ જાય છે. બાનુપૂર્વીમાં વિવક્ષિત અવગાહન ક્ષેત્રથી અન્ય ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે પ્રાપ્તિસ્થાનમાં અવગાહન કરી પ્રથમના અવગાહન ક્ષેત્રને પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ જ પસાર થાય છે. તેથી ગાનુપૂર્વમાં ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું છે. આનુપૂર્વી દ્રવ્યો હંમેશાં વિધમાન જ હોય છે તેથી અનેક દ્રવ્યની અપેક્ષાઓ અંતર નથી. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ આ જ રીતે અંતર સમજવું. • સૂર-૧૧૬/૬ : પ્રશ્ન :- નૈગમ-વ્યવહાર નયસંમત આનુપૂર દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણ છે ? ઉત્તર :- ત્રણે દ્રવ્યોનું કથન દ્રવ્યાનુપૂર્વ પ્રમાણે જાણવું.
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy