SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૪૧ ખોડવામાં આવે છે. માંસના લોભી કીટ-પતંગો માંસ ઉપર ઉડે છે અને ખીલાઓની આસપાસ લાળ પાડે છે. તે લાળ એકત્રિત કરી જે સુતર બનાવવામાં આવે તે પ સુતર, મલયજ વગેરે-મલાદેશમાં બનતા કીટજસૂતર મલયજ, ચીન દેશ સિવાયના દેશોમાં કીડાઓની લાળથી બનતું સૂતર અંશુક અને ચીન દેશમાં બનતું કીટક સૂતર ચીનાંશુક કહેવાય છે, કૃમિરાગ-કૃમિરાણ સતના વિષયમાં એવું મનાય છે કે કોઈ હોમ વિશેષમાં મનુષ્યના લોહીને પાત્રમાં ભરી તેના મુખને છિદ્રોવાળા ઢાંકણથી ઢાંકી દેવામાં આવે છે. તેમાં ઘણા લાલ રંગના કૃમિકીડા ઉત્પન્ન થાય છે. તે કીડા પોતાની લાળ છોડે છે. તે લાળ ભેગી કરી જે સૂતર બનાવવામાં આવે તે કૃમિરાગ સૂતર કહેવાય છે. (૪) વાલજરોમ અથવા વાળથી નિપજ્ઞ સૂતર વાલજ કહેવાય છે. ઘેટાના વાળમાંથી નિષg સૂત્ર ઓર્ણિક, ઊંટના રોમમાંથી નિપજ્ઞ સૂતર ટ્રિક અને મૃગના રોમમાંથી નિપજ્ઞ સૂતર મૃગલોમિક, ઉંદરના રોમમાંથી નિપજ્ઞ સૂતર કતવ કહેવાય છે. આર્ણિક સૂઝ બનાવતા સમયે રહી ગયેલ નાના-નાના રોમને કિટ્ટિસ કહે છે. તેમાંથી બનતું સૂતર અથવા ૌર્ણિક સત્રને ડમ્બલ-ડબલ કરી બનતું સૂતર અથવા ઘોડાના વાળમાંથી બનતા સુતરને કિસિ કહેવામાં આવે છે. (૫) વજ-શણની છાલમાંથી નિપજ્ઞ ણ વકજ કહેવાય છે. • સૂત્ર-૪૨,૪૩ - [૪] પન : ભાવકૃતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ભાવકૃતના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે, આગમભાવકૃત અને નોઆગમભાવકૃત. [13] પ્રશ્ન - આગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ઉપયોગયુકત શુતપદના જ્ઞાતા આગમભાવકૃત છે. આ આગમભાવકૃતનું લક્ષણ છે. • વિવેચન-૪૨,૪૩ - અહીં ઉપયોગરૂપ પરિણામનો સદ્ભાવ હોવાથી ભાવરૂપતા અને શ્રુતના અર્થજ્ઞાનનો અભાવ હોવાથી આગમતા જાણવી. • સૂઝ-૪૪,૪૫ - [૪૪] પ્રશ્ન :- નોઆગમ ભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- નોઆગમ ભાવકૃતના બે પ્રકાર છે. લૌકિક ભાવકૃત અને લોકોત્તરિક ભાવકૃત. [૪૫] લૌકિક ભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? અજ્ઞાની, મિથ્યાર્દષ્ટિઓ દ્વારા પોતાની સ્વછંદ મતિથી રચિત સર્વ ગ્રંથો લૌકિક ભાવકૃત છે. • વિવેચન-૪૪,૪૫ : આ સૂત્રમાં નોઆગમથી લૌકિક ભાવબૃતનું સ્વરૂપ વર્ણન છે. સર્વજ્ઞાત પ્રવચનથી વિરુદ્ધ અભિપ્રાયવાળી મતિ દ્વારા રચિત બધા શાસ્ત્ર લૌકિક શ્રત છે. મોક્ષ સાધક ન હોવાથી તેને લૌકિક શ્રત કહ્યું છે. આ શાસ્ત્રના વાંચન-શ્રવણાદિમાં ઉપયોગ હોવાથી તે ભાવકૃતરૂપ છે. • સૂત્ર-૪૬ - લોકોત્તકિ ભાવયુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, ભૂત-ભવિષ્ય, વર્તમાનકાલિક પદાર્થને જાણનાર, સર્વજ્ઞ, સર્વદશ, ૪૦. અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બિલોકવતી જીવો દ્વારા અવલોક્તિ, મહિત, પૂજિત, આપતિeત, શ્રેષ્ઠ જ્ઞાનદર્શનના ધાક એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત (૧) આચાર, (૨) સૂયગડ, (૩) ઠાણ, (૪) સમવાય, (૫) વ્યાખ્યાજ્ઞતિ (૬) જ્ઞાતાધર્મકથાદશા, (૩) ઉપાસક દશા, (૮) અત્તમ દશા, (૯) અનુરોપપાતિક દશાંગ, (૧૦) પ્રવ્યાકરણ, (૧૧) વિપાકકૃત, (૧૨) દૈષ્ટિવાદ. આ દ્વાદશાંગ ગણિપિટક લોકોત્તરિક ભાવક્ષત છે. આ રીતે લોકોતરિકભાવકૃતનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ નોmગમથી ભાવદ્યુતની અને ભાવકૃતની વકતવ્યતા પણ કહી. • વિવેચન-૪૬ : આ સૂત્રમાં લોકોકિ નોઆગમતઃ ભાવકૃતનું સ્વરૂપ દર્શાવાયું છે. મોક્ષ સાધક હોવાથી દ્વાદશાંગી લોકોરિક છે. અરિહંત પરમાત્મા દ્વારા પ્રણીત હોવાથી તથા તે દ્વાદશાંગીના જ્ઞાનમાં ઉપયોગ હોવાથી ભાવરૂપ છે. તે દ્વાદશાંગીનું જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે તદનુરૂપ ક્રિયા હોય અથવા તેના ઉદ્દેશ, સમુદ્દેશ અને આજ્ઞા સમયે સાથે કિયા હોવાથી તેને નોઆગમથી કહ્યું.. તાત્પર્ય એ છે કે શ્રતમાં લૌકિક, લોકોતરિકતા મોક્ષ સાધકતાની અપેક્ષાઓ છે. ભાવતવ ઉપયોગની અપેક્ષા છે. જ્ઞાન-ક્રિયાની સંયુક્તતાની અપેક્ષાએ અથવા ક્રિયાની પ્રમુખતાએ તે શ્રતને નોઆગમતના ભેદમાં સમાવિષ્ટ કરેલ છે. ‘આવશ્યક નિક્ષેપ' નામના પ્રથમ પ્રકરણમાં આગમથી દ્રવ્ય આવશ્યકમાં ‘આવશ્યક' આ પદના જ્ઞાતાને ઉપયોગનો અભાવ સૂચવેલ છે અને આગમથી ભાવ આવશ્યકમાં ‘આવશ્યક' પદના જ્ઞાતા તથા ઉપયોગવંતને ગ્રહણ કર્યા છે. નોઆગમચી દ્રવ્ય આવશ્યકતા ઉભય વ્યતિકિતમાં લૌકિક, કુપાવયનિક અને લોકોત્તર આવશ્યક આ ત્રણ ભેદ કર્યા છે. જેમાં લૌકિકમાં લૌકિક આવશ્યક કિચાઓનું વર્ણન છે. લોકોતર નોઆગમથી દ્રવ્ય આવશ્યકમાં આવશ્યક સૂઝમાં વણિત મહાવ્રત, સમિતિ, સાધવાચારનું યથાર્થ પાલન નહીં કરતા, સ્વછંદપણે જિનાજ્ઞાથી બહાર વિચરતા પરંતુ ઉભયકાલ આવશ્યક કસ્બારાને ગ્રહણ કર્યા છે. જે શ્રમણ જિનાજ્ઞાનુસાર યથાર્થ સંયમાચરણ કરતાં ઉભયકાલ એકાગ્રચિત્તથી આવશ્યક કરતા હોય તેઓને નોઆગમતઃ દ્રવ્ય આવશ્યકમાં ગ્રહણ નહીં કરતાં નોઆગમતઃ ભાવ આવશ્યકમાં ગ્રહણ કર્યા છે. ‘શ્રુત' નિફોષના પ્રસ્તુત પ્રકરણમાં ‘શ્રુત' એ પદના યથાર્થ જ્ઞાતા અને ઉપયોગ હિતને આગમત દ્રવ્યકૃતમાં અને ઉપયોગ સહિતને આગમતઃ ભાવકૃતમાં ગ્રહણ કર્યા છે. નોઆગમતઃ દ્રવ્યકૃતમાં ઉભયતિરિક્ત ભેદમાં પુસ્તક, પાનામાં લખેલ શ્રુતને તથા અપેક્ષા વિશેષથી કપાસ વગેરેના સૂતરને ગ્રહણ કર્યા છે. જ્યારે નોઆગમતઃ ભાવકૃતમાં લૌકિક અને લોકોત્તર બે ભેદ કરી અન્યમત તથા સ્વમતની શાસ્ત્રોને ગ્રહણ કર્યા છે. • સૂમ-૪૩ થી ૪૯ :ઉદાત્તાદિ વિવિધ સ્વરો અને ‘ક’ કારાદિ અનેક વ્યંજનોથી યુકત તે
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy