SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૬,૩૭ 39 • સૂત્ર-૩૬,૩૭ : [૩૬] દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્યશ્રુતના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે (૧) આગમથી દ્રવ્યશ્રુત (૨) નોઆગમથી દ્રવ્યમ્રુત [૩૭] પ્રન :- આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જે સાધુએ ‘શ્રુત! આ પદ શીખ્યું હતું. સ્થિર, જિત, મિત, પરિજિત કર્યું હતું યાવત્ જ્ઞાયક હોય તે અનુપયુકત ન હોય ત્યાં સુધીનો સૂત્રપાઠ ગ્રહણ કરવો. આ આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ છે. • વિવેચન-૩૬,૩૭ : - આ સૂત્રમાં આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ દર્શાવ્યું છે. ‘શ્રુતપદ’ના અભિધેય આચારાંગ વગેરે શાસ્ત્ર જેઓએ શીખી લીધા પરંતુ ઉપયોગ શૂન્ય હોય તો તે આગમથી દ્રવ્યશ્રુત કહેવાય છે. અનુપયોગ તે દ્રવ્ય કહેવાય છે. ' નાવ મા' આ શબ્દ શા માટે ? જે જ્ઞાયક છે તે અનુપયુક્ત હોઈ શકે ત્યાં સુધીના સૂત્રપાઠનો અતિદેશ ખાવ મ્હા આ શબ્દ દ્વારા કરવામાં આવ્યો છે. દ્રવ્ય આવશ્યક પ્રમાણે અહીં તે સૂત્રપાઠ લેવાનું સૂચન કર્યું છે. • સૂત્ર-૩૮ થી ૪૧/૧ : [૩૮] પ્રશ્ર્વ :- નોઆગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃનોઆગમથી દ્રવ્યશ્રુતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુત, (૨) ભવ્યશરીર દ્રવ્યશ્રુત (૩) તવ્યતિરિક્ત દ્રવ્યશ્રુત. [૩૯] પ્રન :- જ્ઞાયકશરીર દ્રવ્ય શ્રુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- શ્રુતપદના અધિકારના જ્ઞાતાનું વ્યપગત, ચ્યુત, ચ્યાવિત, ત્યક્ત, જીવરહિત શરીરને, શય્યાગત, સંસ્તારકગત અથવા સિદ્ધશિલા-તપોભૂમિગત શરીરને જોઈ, કોઈ કહે, અહો! આ શરીરરૂપ પરિણત પુદ્ગલ સંઘાત દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુરૂપ 'શ્રુત' પદની ગુરુ પાસેથી વાચના લીધી હતી, શિષ્યોને સામાન્યરૂપે પ્રજ્ઞાપિત, વિશેષ રૂપે પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત, ઉપદર્શિત કર્યું હતું. તેનું આ મૃત શરીર ાયક શરીર દ્રવ્યાશ્રુત છે. પન-તેને માટે કોઈ દષ્ટાંત છે ? હા, કોઈ ઘડામાંથી ઘી કે મધ ભરતા હોય, તે કાઢી લીધા પછી પણ તે ઘડાને આ ઘીનો ઘડો છે, આ મધનો ઘડો છે, તેમ કહેવામાં આવે તેમ. નિર્જીવ-શરીર ભૂતકાલીન શ્રુતપયાયના આધારરૂપ હોવાથી તે જ્ઞાયકશરીર દ્રવ્યમ્રુત કહેવાય છે. [૪૦] પ્રન :- ભવ્યશરીર દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સમય થતાં જે જીતે યોનિને છોડી જન્મને ધારણ કર્યો છે, તેવા બાળકાદિના પ્રાપ્ત શરીર સંઘાત દ્વારા ભવિષ્યમાં જિનોપદિષ્ટ ભાવાનુસાર શ્રુતપદને શીખશે પરંતુ વર્તમાનમાં શીખી રહ્યો નથી, તેવા તે જીવનું તે શરીર ભવ્યશરીર દ્રવ્યશ્રુત કહેવાય છે. પ્ર - તે માટે કોઈ દૃષ્ટાંત છે ? જેમ કોઈ ઘડામાં ઘી કે મધ ભરવામાં આવશે પરંતુ વર્તમાનમાં ભર્યું નથી, છતાં તેના માટે આ ઘીનો ઘડો છે' આ મધનો ઘડો છે' તેમ કહેવામાં આવે છે. તેમ ભવિષ્યમાં આ શરીરથી ૩૮ “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન શ્રુતપદને ભણશે, તેને વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યમ્રુત કહે છે. [૪૧/૧] પ્રન :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુતનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર ઃ- તાડપત્રો કે પત્રોના સમૂહરૂપ સુલ્કમાં લિખિત શ્રુત જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્યમ્રુત કહેવાય છે. • વિવેચન-૩૮ થી ૪૧/૧ : ત્રાદિમાં લખેલ શ્રુત ભાવદ્યુતનું કારણ છે, તેથી તેને દ્રવ્ય કહ્યું છે. પત્ર પર લખેલ શ્રુતમાં ઉપયોગ નથી તેથી પણ તે દ્રવ્ય છે. પત્રાદિમાં લેખિતશ્રુત અચેતન છે તેથી તે નોઆગમથીનો ભેદ છે. ‘મુ' પદની સંસ્કૃત છાયા સૂત્ર પણ થાય છે. શિષ્યની બુદ્ધિ વ્યાપક બને તે માટે સુય-શ્રુતનું પ્રકરણ હોવા છતાં પ્રાસંગિક સૂત્ર-સૂતરનું વર્ણન કરે છે. • સૂત્ર-૪૧/૨ : અથવા સાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત સૂત્ર પાંચ પ્રકારના પરૂમા છે, – (૧) અંડજ, (૨) બોડજ, (૩) કીટજ, (૪) વાલજ, (૫) વલ્કજ. પ્રાં - આંડ સૂત્રનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- હંસગદિથી બનેલ સૂત્ર અંડજ કહેવાય છે. પ્રશ્ન :- બોડજ સૂત્રનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- કપાસ કે રૂમાંથી બનતા સૂત્રને બોંડજ કહેવામાં આવે છે. પ્રશ્ન :- કીટજસૂત્રનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- કીટજ સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) પટ્ટ (ર) મલય (૩) શુક (૪) સીનાંશુક (૫) કૃમિરાગ. પ્રા :- વાલજ સૂગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- વાલજ-વાળથી નિષ્પન્ન સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ઔર્થિક (૨) ઔષ્ટ્રિક (૩) મૃગલોમિક (૪) કૌતવ (૫) કિટ્ટિસ. પ્રશ્ન ઃ વકજ સૂત્રનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- શણાદિમાંથી નિર્મિત સૂત્ર વલ્કજ સૂત્ર કહેવાય છે. તે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુતનું સ્વરૂપ છે. આ રીતે નોઆગમથી દ્રવ્યશ્રુતનું અને સમુચ્ચય દ્રવ્યશ્રુતનું વર્ણન સમાપ્ત થાય છે. • વિવેરાન-૪૧/૨ - 'મુચ' નો અર્થ સૂત્ર (સૂતર) પણ થાય છે, જે વસ્તુથી અને જે ક્ષેત્રમાં તે સૂતર બનતું હોય, તેના આધારે તે સૂતર તે નામથી પ્રસિદ્ધ થાય છે. (૧) અંડજ-હંસ, પતંગ વગેરે ચતુિિન્દ્રય જાતિના જીવ છે. તે પોતાની લાળમાંથી એક થેલી જેવું બનાવી, તેમાંથી બનતું સૂતર અંડજ કહેવાય છે. (૨) બોંડજ-બોંડ એટલે કપાસનું કાલુ, જીંડવું, તે કપાસમાંથી બનતું સૂતર બોંડજ કહેવાય છે. જેમ કે સૂતરાઉ વાર (૩) કીટજ-ચતુરિન્દ્રિય જીવ વિશેષની લાળથી ઉત્પન્ન સૂતર કીટજ કહેવાય છે. પટ્ટ વગેરે પાંચે ભેદ કીટ જન્ય છે તેથી તે કીટજ કહેવાય છે, તે આ છે - પટ્ટસૂત્ર-પટસૂતર્ માટે એવું મનાય છે કે જંગલમાં સઘન સત્તાચ્છાદિત સ્થાનમાં માંસના ટૂકડાઓ રાખી આજુબાજુમાં થોડા-થોડા અંતરે નાના મોટા અનેક ખીલા
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy