SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯/૬૯૮ થી ૭૦૧ ૧૯૯ અને ભાવથી છદ્મ આદિ જેનાથી આત્મા નરકમાં જાય, તેનો ત્યાગ કરી, દીક્ષા લે છે તેમ કહ્યું છે. આ અર્થને જ વિસ્તારથી કહે છે સર્વે અશાતા વિમુક્તિ હેતુને, હે માતા! આપની અનુમતિ પામીને મહાનાગ જેમ કાંચળી ઉતારે તેમ તે મમત્વને દૂર કરે છે. આના વડે અંતર્ ઉપાધિ ત્યાગ કહ્યો. હવે બાહ્ય ઉપાધિ ત્યાગ કહે છે - હાથી, ઘોડા આદિ સંપત્તિ, સહોદરને તજીને ઘેરથી નીકળ્યો. અર્થાત્ પ્રજિત થયો. આ જ અર્થને સ્પષ્ટ કરતાં નિયુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૧૮ થી ૪૨૧ + વિવેચન મૃગાપુત્રની નિશ્ચયમતિ જાણીને કે - તે એમ જ કરશે, ત્યારે તેમણે કહ્યું - હે પુત્ર! તને ધન્ય છે, જેથી તું વિરક્ત થયો છું. હે પુત્ર! સીંહની જેમ નીકળીને સીંહની હૈ જેમ જ વિચરજે. કામભોગથી વિરક્ત થઈને ધર્મનો જ અભિલાષ કરતો વિચરજે. તું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, નિયમ, સંયમ ગુણોથી, ક્ષાંતિ અને મુક્તિથી વૃદ્ધિ પામજે. સંવેગ જનિત હાસ્ય, મોક્ષ ગમન બદ્ધ ચિહ્ન રૂપ વચને ધારણ કરજે, તેણે માતાપિતાના વચનોને અંજલિ જોડીને સ્વીકાર્યાં. અહીં વૃત્તિકારે કરેલ વૃત્તિમાં પ્રાયઃ ઉક્ત નિયુક્તિ અર્થ જ છે. કિંચિત્ વિશેષ આટલું જ છે - જેમ સિંહ પોતાના સ્થાનેથી નિરપેક્ષ જ નીકળે છે પછી તેવી જ નિરપેક્ષ વૃત્તિથી વિચરે છે, તેમ તું પણ વિચરજે. ચાસ્ત્રિમાં સમાવિષ્ટ છતાં તપ વગેરેનો ઉપદેશ સામાન્યથી વિશેષને કહે છે. સંવેગ - મોક્ષાભિલાષ, સંવેગ જનિત હાસ્ય - આ મુક્તિનો ઉપાય છે. અર્થાત્ દીક્ષાને ઉત્સવ માનીને પ્રહસિત મુખ, મુક્તિ ગમન માટે બદ્ધ ધર્મધ્વજાદિ, તે જ દુર્વચન શર-પ્રસર નિવારક સન્નાહ છે - - X • સૂત્ર - ૭૦૨ થી ૭૦૭ - પાંચ મહાવ્રત યુક્ત, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, બાહ્યાતર તોકર્મમાં ઉધત, નિમ, નિરહંકાર, નિત્સંગ, ગૌરવ ત્યાગી, ત્રસ સ્થાપવર સર્વ ભૂતોમાં સમર્દષ્ટિ, લાભ-લાભમાં, સુખદુઃખમાં, જીવિત-મરણમાં, નિંદા-પ્રશંસામાં, માન-અપમાનમાં સમ, (તથા) ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય, શોકથી નિવૃત્ત, નિદાન અને બંધનથી મુક્ત... આલોક અને પરલોકમાં અનાસક્ત, વાંસલા અને ચંદનના સ્પર્શમાં સમભાવી, અશન કે અનશનમાં પણ સમ... પ્રશસ્ત દ્વારોથી આવનારા કર્મ પુદ્ગલોનો સર્વથા નિરોધક એવા મહર્ષિ અધ્યાત્મ ધ્યાન યોગથી પ્રશસ્ત સંયમમાં લીન થયા. ૭ વિવેચન - ૭૦૨ થી ૭૦૭ - છ એ સૂત્રો સ્પષ્ટ જ છે. વિશેષ એ કે - અત્યંતર તપ તે પ્રાયશ્ચિતાદિ, બાહ્ય તપ - અનશનાદિ. પ્રધાન હોવાથી પહેલાં અત્યંતરનું ઉપાદાન છે. નિર્મમ - મમત્ત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy