SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાર ભ્રમણ કરે છે. ત્યાં જે ભક્ષ્ય તૃણ આદિ અને પાન મળે તેની શોધ કરે છે. - X- Xપોતાના ભક્ષ્યને નિકુંજોમાં ખાય છે અને સરોવરમાં પાણી પી છે. એ રીતે પરિમિત ભક્ષણ રૂપ ચર્ચા કરીને જ સ્વરૂપથી જ મૃગો રહે છે. - x• x પાંચ સૂત્રો વડે દષ્ટાંત કહ્યું. બે સૂત્રો વડે તેનો ઉપસંહાર કહે છે. એ પ્રમાણે મૃગવત્ સંયમ અનુષ્ઠાન પ્રતિ ઉધત થઈ તથાવિધ આતંક ઉત્પન્ન થાય તો પણ કોઈ ચિકિત્સા પ્રતિ અભિમુખ ન થાય. પણ મૃગની જેમ કોઈ વૃક્ષ નીચે રહે છે. તે એક જ સ્થાને નહીં, પણ કદાચિત ક્વચિત્ અનિયત સ્થાને રહે છે. ઘર વગરના રહે છે. એ પ્રમાણે સાધુ મૃગચર્યાનિ ચરીને મૃગની જેમ આતંકના અભાવે ભોજન પાનને માટે ગૌચરીએ જઈને, તે પ્રાપ્ત ભોજન-પાનથી, વિશિષ્ટ સમ્યમ્ જ્ઞાનાદિ ભાવથી શુકલ દયાને આરૂઢ થઈ શેષ કર્મોને દૂર કરી ઉર્ધ્વ દિશામાં જાય છે. અર્થાત્ સર્વોપરી સ્થાને સ્થિત થાય છે. એ પ્રમાણે - *- મૃગની ઉપમાથી મુનિઓ અહીં-તહીં પ્રતિબદ્ધ વિહારીપણાથી વિચારીને જાય છે. મૃગચર્યાને જ સ્પષ્ટ કરતાં કહે છે - જેમ મૃગ એટલે એકત્ર ભોજન પાન નથી કરતો, એકજ સ્થાને રહેતો નથી પણ સર્વદા ગોચર વડે પ્રાપ્ત આહાર જ આહારે છે તે પ્રમાણે જ મુનિ પણ ભિક્ષાટન માટે પ્રવેશ કર્યા પછી નિકૃષ્ટ અશનાદિ પામતા તેની અવજ્ઞા ન કરે તે તથાવિધ આહાર પામીને પોતાની કે બીજાની નિંદા ન કરે. - અહીં વારંવાર મૃગનું દષ્ટાંત પ્રાયઃ તેમના પ્રશમ પ્રધાનત્વથી અપાય છે. તેમ સંપ્રદાય છે. એ પ્રમાણે મૃગચર્યાનું સ્વરૂપ કહ્યું, ત્યારે પિતાએ શું કહ્યું? પિતાના વચન પછી તેણે શું કર્યું? • સૂત્ર - ૬૯૮ થી ૨૦૧ - (૬૯૮) “હું મૃગચયથી ચરીશ.” હે પુજા “જેમ સુખ ઉપજે તેમ કરો.” પ્રમાણે માતા-પિતાની અનુમતિ પામીને, તે પરિગ્રહને છોડે છે. (૬૯૯) હે માતા તમારી અનુમતિ પામીને સર્વ દુઃખોનો ક્ષય કરનારી મૃગચયને આચરીશ. હે પુત્રી સુખ ઉપજે તેમ કરો. (૭૦૦) આ પ્રમાણે તે અનેક રીતે માતાપિતાને અનુમતિને માટે સમજાવી મમત્વનો ત્યાગ કરે છે, જે રીતે મા નાગ કાંટાળીને છોડે છે. (૦૦૧) કપડા ઉપર લાગેલી ભૂળ માફક નહિ, ધન, મિત્ર, પુત્ર, પત્ની અને જ્ઞાતિજનોને ફગાવીને સંયમ યાત્રાને માટે નીકળી ગયો. • વિવેચન - ૬૯૮ થી ૭૦૧ - ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે- મૃગની જેવી ચર્યા- ચેષ્ટા, તે નિપ્રતિકમેતાદિ રૂપને હું ચરીશ. બલશ્રી મૃગાપુત્ર બોલ્યો. માતા - પિતાએ પણ કહ્યું, તને રુચિ હોય, જેમ સુખ ઉપજે તેમ કર. એમ અનુજ્ઞા મળતા તે દ્રવ્યથી ઉપકરણ, આભરણ આદિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy