SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯/૬૫૮ થી ૬૮૮ ૧૯૩ (૬૬૫) બંધુથી રહિત આસહાય, રડતો એવો હું કુંદકુંભમાં ઉંચે બંધાયો તથા કરવત આદિ શસ્ત્રોથી અનંતવાર દાયો છું. (૬૬૬) અત્યંત તીવ્ર કાંટાથી વ્યાસ, ઉચા શાલ્મલિ વૃક્ષ ઉપર પાશ વડે બાંધીને અહીં - તહીં ખેંચીને મને અસહ્ય કષ્ટ અપાયું છે. (૬૬) અતિ ભયાનક આક્રંદ કરતો હું પાપકમાં, પોતાના કર્મોને કારણે શેરડી માફક મોટા યંત્રમાં અનંતવાર પીલાયો છું. (૬૬૮) હું અહીં-તહીં ભાગતો, આકંદન કરતો, કાળા અને કાબર ચિતરા વર અને કુતરા દ્વારા અનેકવાર પાડી દેવાયો, ફાડી ખવાયો અને છેદાયેલો છું. (૬૬૯) પાપકર્મોના કારણે હું નરકમાં જન્મીને અલસીના ફૂલ સમાન નીલરંગી તલવારોથી, ભાલાથી, લોહદંડોથી છેદાયો, ભેદાયો, ખંડ-ખંડ કરાયો છું. (૬૭૦) સમિલાયુક્ત સૂપવાળા બળતા લોહરથમાં પરાધીન પણે હું જોતરાયો છું, ચાબુક અને સ્મીથી ચલાવાયો છું તથા રોઝની માફક પીટાઈને જમીન ઉપર પાડી દેવાયો છું. (૬૭૧) પાપકમોથી ઘેરાયેલો, પરાધીન હું અગ્નિની ચિત્તામાં ભેંસની જેમ ભળાયો અને પકાવાયો છું. (૬૨) લોહ સમાન કઠોર સંડાસી જેવી ચાંચવાળા ઢકાદિ વડે હું રોતો-તિલપતો અનંતવાર નોચાયો છું. (૬૭૩) તરસથી વ્યાકુળ થઈ, દોડતો એવો હું વૈતરણી નદીએ પહોંચ્યો, “પાણી પીશ' એમ વિચારતો હતો, ત્યારે છરાની ધાર જેવી તીર્ણ જલધારા વડે હું ચીરાયો છું. (૭૪) ગમીથી સંતપ્ત થઈ છાયાને માટે અસિપત્ર મહાવનમાં ગયો. ત્યાં પણ ઉપરથી પડતાં અસિપત્રો વડે - તેના તીણ પાંદડા વડે અનેકવાર ઝેદાયો છે. (૬૭૫) બધી તરફથી નિરાશ થયેલા મારા શરીરને મુગરો, યુસુંડીઓ, શૂળો અને મુસલ દ્વારા ચૂર ચૂર કરાયું. એ રીતે મેં અનંતવાર દુઃખ પ્રાપ્ત કર્યું. (૬૭૬) તેજ ધારવાળી છરી, છરા અને કાતરથી અનેક વાર કપાયો, ટુકડા કરાયા, છેદાયો તથા મારી ચામડી ઉતારાઈ છે. (૬૭૭) પાશા અને ફૂટાળોથી વિવશ બનેલા મૃગની માફક હું અનેકવાર છળ વડે પકડાયો, બંધાયો, રોકાયો અને વિનષ્ટ કરાયો છું. (૬૭૮) ગલ વડે તથા મગરો પકડવાની જાળથી માછલા માફક વિવશ હું અનંતવાર ખેંચાયો, ફડાયો, પકડાયો અને મરાયો છું. (૬૭૯) બાજપક્ષી, જાળ, વજલપ દ્વારા પક્ષી માફક અનંતવાર પકડાયો, ચિપકાવાયો, બંધાયો, મરાયો છું. (૬૮૦) કઠિયારા દ્વારા વૃક્ષની માફક કુહાડી અને સી આદિથી હું અનંતવાર કુટાયો, ફાયો, છેદાયો, છોલાયો છું. (૬૮૧) લુહારો દ્વારા ફિ8/13 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy