SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ઉત્તરાધ્યયન મૂલસૂમ-સટીક અનુવાદ થઈ શક્તો નથી. - x- ફરી પણ અસમર્થપણાને ઉદાહરણ વડે સમર્થન આપવા કહે છે - જે મુનિપણાને સ્વીકારે છે તેને ક્ષણવાર પણ વિશ્રામ મળતો નથી. કેમકે યતિગુણોનો ભાર એ લોઢાના ભાર સમાન વહન કરવો દુર્વહ છે. તું સુખોચિત હોવાથી તે વહી શકશે નહીં. આકાશમાં ગંગાના શ્રોતવ દુતર છે. આ લોકરૂઢિથી કહેલ છે, તથા પ્રતિશ્રોત - જળ પ્રવાહને પાછો વાળવા સમાન દુત્તર છે. બે ભૂજા વડે સમુદ્રને પાર જવું તે પણ દુષ્કર છે. કેવો સમુદ્રી જ્ઞાનાદિ ગુણો રૂપ સમુદ્ર, અહીંમન, વચન, કાયાની નિયંત્રણાને દુકરત્વનો હેતુ છે. નિરાસ્વાદ - વિષયમૃદ્ધોને વૈરના હેતુપણાથી નીસ્સ છે. સર્પની જેમ એકાંત - નિશ્ચય જેનો છે તેવી દષ્ટિ તે એકાંતદષ્ટિ, તેના વડે એકાંત બુદ્ધિને આશ્રીને આ એકાંદ દષ્ટિક કે ચારિત્ર દુશ્વર છે. કેમકે વિષયોથી મનને દુર્નિવારવ છે. લોઢાના યવ, જેમ તેને ચાવવા દુષ્કર છે, તેમ ચાગ્નિ પાલન દુષ્કર છે. અગ્નિની ઉજ્જવલ જ્વાલા તે બળતી હોય, તેને પી જવાનું દુષ્કર છે, તેમ ચાગ્નિ પાલન દુષ્કર છે. ઇત્યાદિ ઉપમા વડે ચારિત્ર્ય પાલનની દુકરતાઓને સૂત્રકારે બતાવી છે. અનુપરાંત - ઉત્કટ કષાય વડે, અહીં દમસાગર શબ્દોથી તેનું પ્રાધાન્યત્વ જણાવવા કેવલ ઉપશમને સમુદ્રની ઉપમા બતાવી. પૂર્વે ગુણોદધિ કહ્યું તેથી આના વડે નિઃશેષ ગુણોવાળાને કહ્યું છે. આ બધાં કારણોથી તારણ્યમાં પ્રવજ્યા દુષ્કર છે. તેથી ભોગ ભોગવવા માટે માતા-પિતાએ ઉપદેશ આપ્યો. ભોગ-શબ્દાદિ પંચક સ્વરૂપ છે. હે પુત્રા ભોગો ભોગવીને પછી વૃદ્ધત્વમાં દીક્ષા લે. તેમના વચનો સાંભળીને જે મૃગાપુત્રે કહ્યું, તે બતાવે છે - • સૂત્ર ૬૫૮ થી ૬૮૮ • (૬૮) ત્યારે મૃગાપુરા માતાપિતાને કહ્યું - તમે જે કહ્યું તે ઠીક છે, પણ આ સંસારમાં જેની તરસ છીપી ગઈ છે, તેને કશું દુષ્કર નથી. (૬૫૯) મેં અનંતવાર શારીરિક, માનસિક વેદનાને સહન કરી છે અને અનેકવાર ભયંકર દુખ અને ભયને અનુભવ્યા છે. (૬૬) મેં જરા મરણ રૂપ કાંતારમાં, ચાતુરત ગતિમાં, ભવાકરમાં ભયંકર જરા મરણને સહ્યા છે. (૬૬૧) જેમ રાહ નિ ઉષ્ણ છે, તેનાથી અનંતગુણ દુ:ખ રૂપ ઉષ્ણ વેદના મેં નરકમાં સાનુભાવી છે. (૬૬૨) જેમ અહીં શીત છે, તેનાથી અનંત ગુણ દુખ રૂપ શીત વેદના મેં નરકમાં અનુભવેલી છે. (૬૬૩) હું નરકની કંદુ કુંભમાં ઉપર પગ અને નીચે મસ્તક કરીને પ્રજવલિત અગ્નિમાં આક્રંદ કરતો અનંતવાર પકાવાયો છું. (૬૬) મહાભયંકર દાનાગ્નિ તુલ્ય અમદેશમાં તથા વજ વાલુકા અને કદંબ તાલુકામાં અનંતવાર બળાયો છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy