SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • વિવેચન - પ૦ થી પ૦૬ - (સૂત્રાર્થ અતિ સ્પષ્ટ છે, તેથી વૃત્તિગત વિશેષતા જ નોંધીએ છીએ) અભય - ભયનો અભાવ. તને કંઈ બાળશે નહીં. આ પ્રમાણે તેને આશ્વાસ્ય કરીને કહ્યું - પ્રાણીને અભય દેનાર થા. જેમ તને મૃત્યુનો ભય છે, તેમ બીજાને પણ છે. આ જ અર્થને વ્યતિરેક દ્વારથી કહે છે - આ અશ્વાશ્વત જીવલોકમાં શા માટે પ્રાણિવધ રૂપ હિંસામાં અભિવ્વા છે? જીવલોક પણ અનિત્ય છે, તું પણ અનિત્ય છે, તો થોડાં દિવસ માટે આ પાપ શા માટે ઉપાર્જે છે? આ ઉચિત નથી. આ પ્રમાણે હિંસાત્યાગનો ઉપદેશ આપીને રાજ્ય પરિત્યાગનો ઉપદેશ કહે છે - આ બધો ખજાનો આદિ અહીં જ છોડીને જવાનું છે. તે પણ અવશપણે જવાનું છે. ક્યાં? અનિત્ય જીવલોકમાં તો પછી શા માટે રાજાપણાનો ત્યાગ કરતો નથી? રાજ્યનો ત્યાગ જયુક્ત છે. જીવલોકના અનિત્યત્વને જ બતાવતા કહે છે - આયુ અને શરીરની શોભા વિધુતના ચમકારા જેવી અતીવ અસ્થિર છે. તે જીવિત અને રૂપમાં તું મોહને ધારણ કરીને રહેલો છે. મૂઢ જ હિંસામાં આસક્ત થાય છે. હે રાજના તું પરલોકના પ્રયોજનને જાણતો નથી. પછી શું કરવું? પત્ની, મિત્રો, સ્વજનો જીવતાના જ ઉપાર્જિત ધન આદિના ઉપભોગથી ઉપજીવે છે. મૃત્યુની પાછળ કોઈ જતું નથી. તો શા માટે તું સાથે જાય છે? આ સ્ત્રી આદિ કૃતજ્ઞોમાં આસ્થા રાખીને ધર્મમાં ઉદાસીન થવાનું યુક્ત નથી. ફરી તેના નિબંધનના નિરાકરણને માટે કહે છે - મરણ પામેલાના પુત્રો પિતાને, ઘણું દુઃખ થાય તો પણ ઘરમાંથી કાઢી જાય છે, હે રાજન! તો શું કરવું જોઈએ? તપ આચર. વળી તે મૃતના નીહરણ પછી તેણે અર્જિત કરેલ ધન આદિ અને સર્વ ઉપાયથી પરિપાલિત સ્ત્રી વગેરેની સાથે તે મિત્ર. આદિ વિલાસ કરે છે. હે રાજના તે બીજા; હૃષ્ટ - બહારથી પુલકાદિવાળા, તુષ્ટ - અંતરની પ્રીતિવાળા, અલંકૃત - વિભૂષિત થઈ તે જ ધનથી અને સ્ત્રીઓથી વિલાસ કરે છે. હે રાજના આવી ભવસ્થિતિ છે, તેથી તપ કર. મરનારનું શું વૃત્તાંત છે, તે કહે છે - મરેલ વ્યક્તિએ જે શુભ - પુન્યપ્રકૃતિ રૂપ અથવા સુખ હેતુક કર્મ કરેલ છે અથવા દુઃખહેતુક કે પાપપ્રકૃતિરૂપ કર્મ છે, તે શુભાશુભ કર્મો વડે જાય છે, પણ દુખેથી પરિરક્ષિત દ્રવ્યાદિ વડે બીજા ભવમાં જતો નથી. જો શુભા-શુભ જ સાથે જનારા છે, તો શુભ હેતુક તપને જ આયાર પછી રાજાએ શું કર્યું? • સૂત્ર - પ૭૭, ૫૭૮ - અણગારની પાસે મહાન ધર્મ સાંભળીને, રાજા મોક્ષાભિલાષી અને સંસારથી વિમુખ થ... રાજ્યને છોડીને તે સંજય રાજ ભગવાન ગર્દભાલિની સમીપે જિનશાસનમાં દીક્ષિત થઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy