SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ જેમ વનમાં દાવાનળમાં બળતા - ભસ્મસાત્ કરાતા પ્રાણીમાં, બીજા પ્રાણીઓ અવિવેકી હોવાથી પ્રકર્ષથી ખુશ થાય છે. કમકે તેઓ રાગ - દ્વેષને વશ થયેલા છે. આપણે મૂઢ - મોહને વશ પણ ઉક્ત રૂપ કામભોગોમાં મૂર્છિત અને ગદ્ધ થઈ બળતા એવા આપણે રાગદ્વેષના અગ્નિને વશ થઈ પ્રાણી સમૂહને જાણતા નથી. જે વિવેકી હોય રાત્રાદિ વાળો ન હોય તે દાવાનળથી બળતા, બીજા જીવોને જોઈને હું પણ આના વડે બળી જઈશ તેમ વિચારી તેના રક્ષણના ઉપાયમાં તત્પર થાય છે. પ્રમાદને વશ થઈને ખુશ થતા નથી. જે અત્યંત અજ્ઞ અને રાગાદિવાળા છે તે આપત્તિનો વિચાર કર્યા વિના ખુશ થાય છે અને તેના ઉપશમનને માટે પ્રવર્તતા નથી. આપણે પણ ભોગના અપરિત્યાગથી તેવા જ છીએ. ૧૪૬ જેઓ એવા નથી થતાં તે શું કરે છે? મનોજ્ઞ શબ્દાદિને ભોગવીને પછી ઉત્તરકાળે તેનો ત્યાગ કરીને, વાયુ જેવા લઘુભૂત થઈએ. ત્યારપછી લઘુભૂત અપ્રતિબદ્ધ વિહારી થઈને વિચરીએ. અથવા લઘુભૂત - સંયમ, તેમના વડે વિચારવાનો સ્વભાવ જેનો છે, તેવા થઈએ. તેવા પ્રકારના અનુષ્ઠાન વડે હર્ષિત થતાં વિવક્ષિત સ્થાને જઈએ. કોની જેના? દ્વિજ અર્થાત્ પક્ષીની જેમ અભિલાષ વડે ક્રમે છે તે કામક્રમા, જેમ પક્ષીઓ સ્વેચ્છાથી જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં પ્રમોદ કરતાં ભ્રમણ કરે છે. મુનિઓ પણ આસક્તિની પરતંત્રતાના અભાવથી જ્યાં જ્યાં સંયમમાત્રાનો નિર્વાહ થાય ત્યાં ત્યાં જાય છે. આ અનુભવવાથી પ્રત્યક્ષ શબ્દાદિ નિયંત્રિત છે. અનેક ઉપાયોથી રક્ષિત છે, તે અસ્થિત ધર્મપણાથી સ્પંદિત થાય છે. તે કેવા પ્રકારના છે? આ મારા - તમારા હાથમાં હોય તેવા અર્થાત્ સ્વ વશ છે, તેમ માનતા રહી તેની સાથે આસક્ત થઈ જઈએ છીએ. - x -. અભિલાષ કરવા યોગ્ય શબ્દાદિમાં ફરી આસક્તિ અર્થાત્ મોહથી વિલાસ કરતા અથવા આયુની ચંચળતાથી પરલોકના ગમનને માટે સ્પંદિત થઈએ છીએ. જો એમ છે, તો આપણે આ પુરોહિતાદિ જેવા થઈએ, જેમ તેઓએ ચંચળતાને જોઈને બધો પરિત્યાગ કર્યો, તેમ આપણે પણ ત્યાગ કરીશું. જો અસ્થિરત્વપણું છે. તો પણ શું સુખના હેતુપણાથી તજીએ છીએ? તેથી કહે છે માંસના ટુકડાને કુલલની જેમ ગૃધ્ર કે સમળીની પાસે જોઈને બીજા પક્ષીઓ પીડા કરે છે. નિરામિષ ને પીડતા નથી. તે પ્રમાણે આમિષ - આસક્તિના હેતુ એવા ધન ધાન્યાદિને તજીને અપ્રતિબદ્ધ વિહારપણાથી વિચરીશું. નિરામિષ એટલે આસક્તિનો હેતુ તજીને. ઉક્ત કથનના અનુવાદથી ઉપદેશ કરતાં કહે છે - ગીધની ઉપમાથી જાણીને. કોને? વિષય માંસ રૂપ લોકને, વિષયો સંસારવૃદ્ધિના હેતુપણાથી જાણીને, અથવા કમયોગને અત્યંત મૃદ્ધિ પણે જાણીને, તેને સંસારવર્ધક જાણીને પછી શું કરે? જેમ સર્પ, ગરૂડની પાસે ભયંત્રસ્ત થઈને મંદપણે કે યતનાપૂર્વક વિયરે - ક્રિયામાં પ્રવર્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy