SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ૧૪/૪૭૮ થી ૪૦૧ જે કારણે ધર્મનો આદર કરવો, બીજું કંઈ પ્રાણ નથી, તેથી - • સૂત્ર - ૪૮૨ થી ૪૮૯ - (૪૮૨) પંખિણી જેમ પિંજરામાં સુખને અનુભવતી નથી. તેમ જ મને પણ અહીં આનદ નથી. હું નેહ બંધનો તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત, પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત થઈને મુનિધર્મને આચરીશ. (૪૮૩) જેમ વનમાં લાગેલ દાવાનળમાં જંતુને બળતા જઈને રાગહેપને કારણે બીજા જીવ પ્રમુદિત થાય છે. (૪૮૪) તે જ પ્રકારે કામભોગોમાં મૂર્દિત આપણે મૂઢ લોકો પણ રાગદ્વેષના અગ્નિમાં બળતા એવા જગતને સમજી શક્તા નથી. (૪૮૫) આત્મવાનુ સાધક ભોગોને ભોગવીને અને અવસરે તેને ત્યાગીને વાયુની માફક અપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે. પોતાની ઇચ્છાનુસાર વિચરણ કરનારા પક્ષી માફક પ્રસન્નતાપૂર્વક સ્વતાં વિહરે છે. (૪૮૬) હે આર્મી આપણે હસ્તગત થયેલ આ કામભોગ જેને આપણે નિયંત્રિત સમજેલા છે, વસ્તુતઃ તે ક્ષણિક છે. હજી આપણે કામનામાં આસક્ત છીએ, પણ જેમ આ બંધનમુક્ત થયા, તેમ આપણે થઈ. (૪૮૭) જે ગીધ પક્ષીની પાસે માંસ હોય છે, તેના ઉપર બીજ માંસભક્ષી પક્ષી ઝાટકે છે. જેની પાસે માંસ નથી, તેની ઉપર નથી ત્રાટક્તા. તેથી હું પણ માંસપિમ બધાં કામભોગો છોડીને નિરામિષ ભાવે વિચારીશ. (૪૮૮) સંસારવઈક કામ ભોગોને ગીઘ સમાન જાણીને તેનાથી તે રીતે જ શક્તિ થઈને ચાલવું જોઈએ, જેમ ગરુડ સમીપે સાપ ચાલે છે. (૪૮૯) બંધન તોડીને જેમ હાથી પોતાના નિવાસ સ્થાને ચાલી જાય છે, તેમ જ આપણે પણ આપણા વાસ્તવિક સ્થાને જવું જોઈએ. હે મહારાજ પુકાર ! આ જ શ્રેયસ્કર છે, એવું મેં સાંભળેલ છે. • વિવેચન - ૪૮૨ થી ૪૮૯ -. ન - નિષેધ અર્થમાં છે, અહં - આત્મ નિર્દેશમાં છે. રતિ પામતી નથી જેમ સારિકા આદિ પાંજરામાં હોય. અર્થાતુ આ દુઃખોત્પાદિની પંજરમાં રતિને પામતા નથી, તેમ હું પણ જરા-મરણાદિ ઉપદ્રવ થી ભવપંજરમાં રતિ પામતી નથી. તેથી સ્નેહ સંતતિ વિનાશિત થતાં હું મુનિબાવમાં ચરીશ - અનુષ્ઠાન કરીશ. કંઈ વિધમાન નથી તે અકિંચન, દ્રવ્યથી - હિરણ્ય આદિ, ભાવથી - કષાયાદિ રૂપ નહીં તેવા. તેથી જ ઋજુ - માયા રહિત, અનુષ્ઠાન કરવું તે હજુકતા. કેવી રીતે થશે? નીકળીને. આમિષ - ગૃદ્ધિના હેતુથી અભિલષિત વિષયાદિથી અથવા નિર્ગત આમિષ તે નિરામિષ. પરિગ્રહ અને આરંના દોષો - આસક્તિ અને હિંસક્તા આદિ, તેનાથી અટકલે તે પરિગ્રહારંભદોષ નિવૃત્ત તેથી તે વિકૃતિ વિરહિત છે. Jain 38/10hternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy