SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ અધ્યયન -X પાંચમું અધ્યયન કહ્યું. હવે છઠ્ઠું કહે છે. તેનો આ સંબંધ છે. છેલ્લા અધ્યયનમાં મરણ વિભક્તિ કહી, તેમાં પણ છેલ્લે પંડિત મરણ કહ્યું. તે વિતને જ થાય. વિધાચારિત્રથી રહિતને ન થાય. તેથી આ અધ્યયન વડે તેનું સ્વરૂપ કહે છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનનું ‘ક્ષુલ્લકનિગ્રન્થીય’’ એ પ્રમાણે નામ છે તેથી ક્ષુલ્લક અને નિગ્રન્થનો નિક્ષેપો કરવો. ક્ષુલ્લકના વિપક્ષે ‘મહાન' છે. તેની અપેક્ષાએ ક્ષુલ્લક. તેથી તેના નિક્ષેપમાં નિપેક્ષિત જ છે. • નિયુક્તિ - ૨૩૬ + વિવેચન અહીં નામમહત્ અને સ્થાપનામહત્ ગૌણ છે. દ્રવ્યમહમાં આગમથી જ્ઞાતા પણ તેમાં અનુપયુક્ત. નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્બતિરિક્ત, દ્રવ્યમહત્ તે અચિત મહાસ્કંધ દંડાદિકરણથી. ક્ષેત્રમહત્ લોકાલોકવ્યાપી આકાશ, કાલ મહત્ અનાગતકાળ, પ્રધાનમહત્ ત્રણ ભેદે - સચિત્ત, અચિત્ત, મિશ્ર. તેમાં સચિત્ત પણ દ્વિપદ, ચતુષ્પદ્ અપદ એ ત્રણ ભેદે છે. અચિત્તમાં ચિંતામણિ, મિશ્ર - રાજ્યાભિષેકાદિ અલંકૃત તીર્થંકર, પ્રતિમહત્ તે બીજાની અપેક્ષાથી મહત્ કહેવાય છે. જેમ સરસવથી ચણો મોટો છે, ભાવમહત્ તે ક્ષાયિક ભાવ, આદિ - ૪ - ૪ - આ નામાદિ મહો વિપક્ષ ને ક્ષુલ્લક કહેવાય. તેમાં પણ દ્રવ્યથી પરમાણુ, ક્ષેત્રથી આકાશપ્રદેશ, કાળથી સમય, પ્રાધાન્યથી સચિત્તાદિ - ૪ - પ્રતિક્ષુલ્લક, બોરથી ચણો નાનો વગેરે. ભાવથી - x - ઔપશમિક સૌથી થોડાં. હવે નિગ્રન્થ નિક્ષેપ કહે છે - · નિયુક્તિ - ૨૩૦ + વિવેચન - નિગ્રન્થ વિષયક નિક્ષેપ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્ય નિગ્રન્થ આગમ અને નોઆગમથી બે ભેદે છે. નોઆગમથી નિર્પ્રન્થ ત્રણ ભેદે છે, તે કહે છે - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ૬ - “ક્ષુલ્લક નિગ્રન્થ" = X -X • નિયુક્તિ - ૨૩૮ + વિવેચન - જ્ઞશરીર નિગ્રન્થ, ભવ્યશરીર નિગ્રન્થ આદિ - X - પૂર્વવત્ કહેવા, તેનાથી વ્યતિરિક્ત તે નિહવાદિ, પાર્શ્વસ્થાદિ જાણવા. ભાવનિર્ઝન્થ પણ આગમથી અને નોઆગમથી છે. નોઆગમથી નિર્યુક્તિકાર પોતે જ કહે છે ભાવ નિગ્રન્થના પાંચ બેદો છે. તેનું સ્વરૂપ વૃદ્ધ સંપ્રદાયથી જાણવું. તે આ છે - પુલાક, બકુશ, કુશીલ, નિગ્રન્થ અને સ્નાતક. પુલાક પાંચ ભેદે - આસેવના પ્રતિ, (૧) જ્ઞાનપુલાક (૨) દર્શન પુલાક, (૩) ચારિત્રપુલાક, (૪) લિંગ પુલાક, (૫) યક્ષાસૂક્ષ્મ પુલાક. પુલાક એટલે અસાર. જે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાં નિસ્સારત્વને પામે છે તે પુલાક વૈશથી અસાર તે લિંગપુલાક યથાસૂક્ષ્મ - જે આ પાંચેમાં થોડી થોડી વિરાધના કરે છે. લબ્ધિ પુલાક, જેને દેવેન્દ્ર સદેશ ઋદ્ધિ છે. તે કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ચક્રવર્તીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy