SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ૦ વિવેચન - ૧૪૬ મરણ તો ઠીક, જીવિત પણ એવો અર્થ જાણવો. પુન્ય સહિત વર્તે છે, તે સપુણ્ય, તેમનું બીજા અપુન્યવાળોનું નહીં. શું સર્વ પ્રકારે? ના, જે પ્રકારે મેં કહેલ છે તે. તે તમારે અવધારવું સારી રીતે પ્રસન્ન, મરણ સમયમાં પણ અકલુષ, કષાયરૂપી કલુષતા ચાલી જવાથી જેનું ચિત્ત છે, તે સપ્રસન્ન મન, મહામુનિઓને સ્વસંવેદનથી જે ખ્યાત છે, અહીં સુષ્ઠુ પ્રસન્ન વડે એટલે પાપ પંકના અપગમ દ્વારા અત્યંત નિર્મલ કરાયેલ, બીજા તીર્થંકરો એ પણ કહેલ છે, તેમ કહેવું. ૨૦૪ - તેમાં વિશેષથી કે વિવિધ ભાવનાદિ વડે પ્રસન્ન - મરણમાં પણ દૂર કરેલ મોહરૂપી ધૂળ વડે અનાકુળ ચિત્તથી વિપ્રસન્ન. તેના સંબંધી મરણ પણ ઉપચારથી વિપ્રસન્ન કહેવાય છે. જેમાં તથાવિધ યતના વડે પોતાને કે બીજાને વિધિવત્ સંલેખિત શરીરપણાથી આઘાત હોતો નથી. તે અનાઘાત તેવા સંયત - સમ્યક્ પાપોપરતને - ચારિત્રીને. આ આત્મા કે ઇંદ્રિયો જેને વશ છે તેવા વશ્યવાનને. અથવા સાધુગુણો વસે છે તે વસીમંત અથવા સંવિગ્ન, આ કારણે પંડિતમરણ જ કહ્યું. આ મરણ સંયત, વશ્યવત, વિપ્રસન્ન અને અનાઘાતને જ સંભવે છે પણ અપુન્ય પ્રાણીને સંભવતું નથી. તેની પ્રાપ્તિ વિશિષ્ટ યોગ્યતાવાળાને જ થાય છે. જો આમ છે, તે દર્શાવવા કહે છે - ♦ સૂત્ર ૧૪૭ - આ સકામ મરણ બધાં ભિક્ષુને પ્રાપ્ત ન થાય, ન બધાં ગૃહસ્થોને પ્રાપ્ત થાય. ગૃહસ્થ વિવિધ પ્રકારના શીલથી સંપન્ન હોય, જ્યારે ઘણાં ભિક્ષુ વિષમ શીલવાળા હોય છે. ૦ વિવેચન - ૧૪૭ - W બધાં જ ભિક્ષુઓને - પરદત્તજીવી વ્રતીઓને આ પંડિત મરણ પ્રાપ્ત થતું નથી. પરંતુ કેટલાંક જ પરોપચિત પ્રત્યાનુભાવવાળા ભાવ ભિક્ષુને પ્રાપ્ત થાય છે, ગૃહસ્થોને તો તે દૂરાપ જ છે. તેથી કહ્યું કે આ પંડિત મરણ બધાં જ ગૃહસ્થોને કે ચારિત્રીને સંભવ નથી. - x - x - અનેકવિધ વ્રત સ્વભાવ જેમનો છે, તેવા ગૃહસ્થો, તેમને જ એક રૂપ શીલ હોતું નથી, પણ અનેક ભંગના સંભવથી અનેકવિધ હોય છે. કેમકે તેમને, દેશવિરતિ રૂપ અનેક પ્રકારે સંભવે છે. પણ સર્વ વિરતિ સંભવતી નથી. વળી અતિ દુર્લક્ષપણાથી વિસદેશ શીલ જેમનું છે તેવા ભિક્ષુ બધાં જ અનિદાનિન, અવિકલ ચાસ્ત્રિી એવા જિનમત પ્રતિપન્ન કંઈ તત્કાળ મરતા નથી. તીર્થાન્તરીય પણ દૂરોત્સારિત જ હોય છે. તેવો પણ ગૃહસ્થવત્ વિવિધ શીલ વાળા જ હોય છે. - x- x- ભિક્ષુઓ પણ અત્યંત વિષમ શીલવાળા હોય. તેથી તેમાં કેટલાંકને પાંચ યમનિયમ રૂપ વ્રત કહ્યાં છે, બાકીના તો કંદ, મૂલ, ફળ માનારા જ છે. બીજાને આત્મતત્ત્વ પરિજ્ઞાન જ હોય છે. ઇત્યાદીથી તેમને પંડિત-મરણનો અભાવ હો છે. હવે ભિક્ષુની વિષમશીલતા કહે છે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy