SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ • નિયુક્તિ ૧૩૨ + વિવેચન જ્યાં સુધી વસ્યા, ત્યાં સુધી સુખેથી વસ્યા. ક્યાં ? નિરુપદ્રવ એવા વૃક્ષ ઉપર. અહીં મૂલમાંથી જ વેલડીઓ ઉદ્ભવી, તેથી વૃક્ષથી જ તત્ત્વતઃ ભય થયો. તે ઉક્તિ રીતિથી શરણ હતું. તે રીતે શરણથી જ ભય થયો. તેના આભરણો પણ આચાર્યોએ તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. આ વનસ્પતિકાય કહ્યો. . ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે છઠ્ઠો કુમાર તે ત્રસકાય, તેને કહે છે. તે પણ પૂર્વવત્ આખ્યાનક કહે છે. જેમકે - કોઈ નગર પરસૈન્ય વડે રુંધાયું. ત્યાં બાહિરિકામાં માતંગો હતા, તેઓ અત્યંતરો વડે બહાર કઢાયા, બહાર પરસૈન્ય વડે ગ્રહણ કરાયા, પછી કોઈ બીજાએ પણ કહેલ છે કે . • નિયુક્તિ - ૧૩૩ + વિવેચન - નગરની મધ્યે રહેલા તે અત્યંતરવર્તી, પરસૈન્ય વડે ત્રસ્ત - ક્ષોભિત થયા. આમના વડે અન્ન આદિનો ક્ષય ન થાય, તે માટે બહાર કઢાયા. બહાર પરસૈન્યના લોકો ઉપદ્રવ કરતા હતા. - ૪ - ૪ - જે કારણે શરણથી ભય થયો. આપને નગર જ શરણ છે, તેનાથી જ ભય થયો. અથવા એકત્ર નગરમાં સ્વયં જ રાજા ચોર હતો અને પુરોહિત ભંડક હતો. તેથી બંને પણ વિચરતા હતા. પછી લોકો અન્યોન્ય કહેતા હતા કે - - - - • નિયુક્તિ ૧૩૪ - વિવેચન જ્યાં રાજા સ્વયં ચોર હોય અને પોતાના નગરને લુંટતો હોય. ત્યાંનો પુરોહિત ભંડક હોય, દિશાને ભાંગતો હોય. હે નાગકો ! શરણથી જ ભય જન્મ્યો. આ પ્રમાણે શ્લોકાર્થ કહ્યો. Jain Education International - અથવા એક બ્રાહ્મણની પુત્રી હતી. તેણી યૌવનને પામી. તે ઘણી જ રૂપવતી અને દર્શનીય હતી. તે બ્રાહ્મણ તેણીને જોઈને આસક્ત થયો. તેણીને કારણે ઘણો જ દુર્બળ થઈ ગયો. બ્રાહ્મણીએ પૂછ્યું, ઘણું દબાણ કરતાં બ્રાહ્મણે કહ્યું, બ્રાહ્મણી બોલી - અધૃતિ ન કરશો. હું એવું કંઈક કરીશ, જેથી કોઈક પ્રયોજનથી સંપત્તિ થશે. પછી પુત્રીને કહ્યું - અમારી કન્યાને પહેલા યક્ષ ભોગવે છે, પછી વરને અપાય છે તેથી તને કૃષ્ણપક્ષની ચૌદશે યક્ષ તારી ઇચ્છા કરશે. તું વિમાનસ ન થઈશ. તું ત્યાં ઉધોત ન કરતી. તે કન્યાએ પણ યક્ષના કુતૂહલથી દીવાને શરાવલાથી ઢાંકીને લઈ ગઈ. તે આવ્યો. તેણીને ભોગવીને રાત્રિના થાકીને સૂઈ ગયો. આણે કૌતુકથી શરાવલું ખસેડ્યું. ત્યાં તેણે પિતાને જોયા. તે કન્યાએ જાણ્યું કે - જે થવાનું હોય તે જ થાય. હવે હું ઇચ્છાપૂર્વક ભોગ ભોગવીશ. પછી તે બંને રતિથી થાકી ગયા. સૂર્ય ઉગવા છતાં જાગ્યા નહીં. ત્યારપછી બ્રાહ્મણી માગધિકાને ભણે છે - બોલે છે. • નિયુક્તિ - ૧૩૫ + વિવેચન તુરંતનો ઉગેલો સૂર્યમાં, શો અભિપ્રાય છે ? પહેલા ઉદિત થયેલ સૂર્યમાં, For Private & Personal Use Only www.jainelibrary.org -
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy