SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ એ 6/81 નિ - 154 પ્રત્યાખ્યાન થાય. અનાકાર દ્વારની વ્યાખ્યા કરી. -0- હવે કૃતપરિમાણદ્વારને આશ્રીને કહે છે. * નિયુક્તિ-૧૫૭૫ + વિવેચન : દતિ વડે કે કવલ વડે, ગૃહ વડે કે ભિક્ષા વડે અથવા દ્રવ્યોતી-ઓદનાદિ વડે આહારને માટે જે પ્રમાણ વડે ભોજન પરિત્યાગ કરે છે, તે કૃત પરિણામ પ્રત્યાખ્યાન. અવયવાર્થ-વળી દતિ વડે આજ મારે એક કે બે દત્તિ લેવી. અથવા ત્રણ, ચાર, પાંય દતિઓ. દતિનું પરિમાણ કઈ રીતે? એક દાણો પણ પડે તો પણ એકા દત્તિ, કડછી વડે નાંખે તો પણ જેટલી વાર નાંખે તેટલી દક્તિઓ જાણવી. એ પ્રમાણે એક કવળથી ચાવત બનીશ કવલ પર્યા. ગૃહોમાં એક આદિ ઘરની ભિક્ષા વડે ચલાવે. એ રીતે દ્રવ્યમાં એક, બે, ત્રણ આદિ દ્રવ્યોથી, અમુક ઓદન કે ખાધક વિધિ વડે અથવા આયંબિલ આદિથી પરિમાણ કરે. કૃત પરિમાણ દ્વારા કહેવાયું. - - હવે નિરવશેષ દ્વાર અવયવાર્થ જણાવે છે - * નિયુક્તિ-૧૫૩૬-વિવેચન : બધાં અસત કે બધાં પાનક સર્વ ખાધ ભોજનય-વિવિધ ખાધ પ્રકાર અને ભોજન પ્રકારનો પરિત્યાગ કરે છે. સર્વ ભાવથી - સર્વ પ્રકારે આ નિરવશેષ પ્રત્યાખ્યાન તીર્થકર અને ગણધરોએ કહેલ છે. વિસ્તારથી વળી જે ભોજન સત્તર પ્રકારે જે છે, પાણી એક ભેદે તજે છે. ખાધ-આમ આદિ. સ્વાધ-અનેકવિધ મધુ આદિ. આ બધું જ્યાં સુધી ત્યજી દે તે નિવશેષ જાણવું. 0 આ રીતે નિરવશેષ દ્વાર પૂરું થયું. - - હવે સંકેત દ્વારને વિસ્તારાર્થે પ્રતિપાદિત કરે છે - * નિયુક્તિ-૧૫૩૭-વિવેચન : અંગુષ્ઠ અને મુકિ, ગ્રંથિ, ગૃહ, સ્વેદ, ઉચ્છવાસ, તિબુક, જ્યોતિક ઈત્યાદિને ચિહ્ન કરીને જે કરાય છે, તે સંકેત પ્રત્યાખ્યાન કહેવાય છે. કોણે સંકેત પ્રત્યાખ્યાન કહ્યું? ધર - અનંતજ્ઞાની વડે. અવયવાર્થ કરી લેત એટલે ચિલ, કેત સહિત કે સંકેત અ િચિલ સહિત. “સાધુ કે શ્રાવક બંને પચ્ચકખાણમાં કોઈ ચિહ્નનો અભિગ્રહ કરે છે. યાવતુ આ પ્રમાણે હોય ત્યાં સુધી હું ભોજન ન લઉં. તે ચિહ્નો આ પ્રમાણે છે - અંગુઠો, મુક્રિ, ગ્રંથિ ઈત્યાદિ. તેમાં શ્રાવક પોરિસિ પ્રત્યાખ્યાનવાળો હોય, તે ક્ષેત્રમાં જાય કે ઘેર રહે પણ ત્યાં સુધી ભોજન ન કરે. તેને વિશે અપત્યાખ્યાનમાં રહેવાનું વર્તતું નથી. ત્યારે તે અંગુઠાનું ચિહ્ન કરે છે. જ્યાં સુધી ન મુકું ત્યાં સુધી ભોજન ન કરું અથવા જ્યાં 198 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સુધી ગાંઠ ન ખોલું ત્યાં સુધી ન જમું સાવ ઘરમાં પ્રવેશ ન કરું, જ્યાં સુધી પરસેવો નાશ ન પામે. અથવા આટલા ઉચ્છવાસ પાણી કે મંચિકામાં લઉ અથવા આટલા તિબુક, ઝાકળ બિંદુ રહે અથવા જ્યાં સુધી દીવો બળતો હોય ત્યાં સુધી હું ભોજન ન લઉં. માત્ર ભોજનમાં જ નહીં, બીજા પણ અભિગ્રહ વિશેષમાં સંકેત પ્રત્યાખ્યાન હોય છે. આ પ્રમાણે શ્રાવકની વિધિ કહી. સાધુ પણ પ્રત્યાખ્યાન પૂર્ણ થતાં શું અપત્યાખ્યાની રહે ? તેથી તેણ પણ સંકેત પ્રત્યાખ્યાન કરવું જોઈએ. o સંકેત પ્રત્યાખ્યાન દ્વારની વ્યાખ્યા કરી. O- હવે અદ્ધા દ્વારને પ્રતિપાદિત કરવા કહે છે - * નિર્યુક્તિ-૧૫૩૮-વિવેચન : મરી - કાળનું પ્રત્યાખ્યાન જે કામ પ્રમાણ છેદથી થાય છે તે પુરિમટ્ટ, પોરિસિ વડે મુહર્ત માસ અર્ધમાસ વડે થાય. ગાથાનો અવયવાર્થ હવે કહે છે - શ્રદ્ધા એટલે ‘કાળ', કાળ જેનું પરિમાણ છે તે કાળ વડે બદ્ધ એવું કાલિક પ્રત્યાખ્યાન, તે આ પ્રમાણે - નમસ્કારસહિત, પરિસિ, પુરિમ, એકાસણું, અર્ધમાસક્ષમમ, માસક્ષમણ, બે દિવસે કે બેમાસી યાવત છ માસ સુધીના પ્રત્યાખ્યાન કરવી. 0 આ અદ્ધપ્રત્યાખ્યાન કહ્યું. o હવે પ્રત્યાખ્યાનના દશ ભેદોનો ઉપસંહાર કરતા કહે છે - * નિર્યુક્તિ-૧૫૩૯ થી 1584 + વિવેચન : [15] દશવિઘ પ્રત્યાખ્યાન ગુરુના ઉપદેશથી કહ્યા. પ્રત્યાખ્યાન કરેલ હોય તેના માટેની વિધિ હવે સંક્ષેપથી કહીશ. તપ્રત્યાઘાત - જેણે પચ્ચકખાણ કરેલ છે, તેવા પ્રકારના, તેની વિધિ હવે હું આગળ સંક્ષેપથી કહીશ. [1580] પ્રત્યાખ્યાન અધિકાર જ કહે છે - શું કહે છે ? જેમ જીવઘાત-પ્રાણાતિપાતમાં પ્રત્યાખ્યાન કરતા તેનો પચ્ચકખાણ કત જેમ જીવઘાત * બીજા પ્રાણીનો ઘાત કરતો નથી [કરાવતો નથી.] કેમ ? પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય તેવા ભયથી. ભાવાર્થ - ખવાય તે શન-ભાત આદિ તેનું દાન તે અશનદાન. આ અશનદાનમાં, મશન શબદ પાન આદિના ઉપલક્ષણાર્થે છે. તેથી એવું કહેવા માંગે છે કે - પ્રત્યાખ્યાન કરેલ હોય તે બીજાને અશનાદિદાનમાં ઘુવ કારણ છે - અવશ્ય ભોજન ક્રિયા કારણ છે. કેમકે અશનાદિનો લાભ થવાથી ભોજન-ખાવાની ક્રિયાનો સદ્ભાવ છે તો શું ? પ્રત્યાખ્યાન ભંગનો દોષ ન લાગે ?
SR No.009025
Book TitleAgam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy