SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 6/81 નિ -1567 થી 1572 15 ભાવાર્થ આ પ્રમાણે છે - તે આવા પ્રકારે તપોકર્મ સ્વીકારે છે જેમાં પ્રત્યાખ્યાનની ખૂણે ખૂણા મળે છે. કઈ રીતે ? પ્રત્યુષે આવશ્યકમાં ઉપવાસ સ્વીકારે. અહોરાત્ર રહીને પછી ફરી પણ ઉપવાસ કરે છે. અહીં બીજાની પ્રસ્થાપનામાં પહેલાંની નિષ્ઠાપની છે. આ બંને પણ ખૂણા એક્ત મળે છે. અઢમાદિમાં બે તરફથી કોટિ સહિત થાય છે. જે છેલ્લો દિવસ છે, તેની પણ એક કોટિ. એ પ્રમાણે આયંબિલ, નિવિ, એકાસણામાં પણ જાણવું. અથવા આ અન્ય વિધિ છે - ઉપવાસ કરીને આયંબિલથી પારે છે ફરી ઉપવાસ કરે છે અને આયંબિલ કરે છે. એ પ્રમાણે એકાસણાદિથી પણ સંયોગ કરવો જોઈએ. નિર્વિગઈ આદિ બધામાં સદેશ અને વિદેશ. કોટિ સહિત દ્વાર કહેવાયું. [1531] હવે નિયંત્રિત દ્વારનું નિરૂપણ કરતાં કહે છે - મહિને મહિને તપ અમુક અમુક દિવસમાં આટલા છૐ આદિ કરવા. પછી નિરોગી હોય કે અનીરોગી, જ્યાં સુધી શ્વાસ ચાલે છે, જ્યાં સુધી આયુ છે ત્યાં સુધી કરવા. [15] આ પ્રત્યાખ્યાન ઉક્ત સ્વરૂપ નિયંત્રિત પ્રત્યાખ્યાન છે. તે ધીરપુરપોટો - તીર્થકર અને ગણધરે પ્રરૂપિત છે. જે સાધુઓ તે સ્વીકારે છે. તેઓ નિયાણારહિત અને ક્ષેત્રાદિમાં અપ્રતિબદ્ધ થઈને કરે છે. આ અધિકૃત પ્રત્યાખ્યાન સર્વકાળે કરાતું નથી. તો ક્યારે કરાય ? ચૌદપૂર્વી, જિનકલિકોમાં પ્રથમ એવા વજઋષભ નારાય સંઘયણમાં થાય. હાલ તો આનો વિચ્છેદ જ છે. (શંકા તો પૂર્વે કેમ બધાં જ વિરાદિએ કરેલું કે પછી ફકત જિનકલિકોએ જ કરેલું ? (સમાઘાન] બધાંએ જ કરેલું તેથી કહે છે - સ્થવિરો પણ ત્યારે ચૌદપૂર્વી આદિ કાળમાં, અન્ય કાળમાં પણ કરેલ હતું. ગાથાનો ભાવાર્થ - નિયંત્રિત એટલે નિયમિત, જેમકે અહીં કરવું જોઈએ અથવા અચ્છિન્ન - અહીં અવશ્ય કરવું જોઈએ. મહિને-મહિને અમુક દિવસે ઉપવાસ, છ, અમાદિ આટલા કરવા. વળી આ તપ સમર્થ હોય તો પણ કરે જ છે અને ગ્લાન-બિમાર થઈ જાય તો પણ કરે જ છે. ક્યાં સુધી ? શ્વાસ ચાલે ત્યાં સુધી. અને આ પ્રત્યાખ્યાન પહેલાં સંઘાણીને અપ્રતિબદ્ધ, અનિશ્રિત છે. અહીં કે તહીં પણ અવધારણ કરાય છે. * x-x- વળી આ ચૌદપૂર્વી વડે પહેલાં સંઘયણથી અને જિનકલાની સાથે વિચ્છેદ પામ્યું છે. તે કાળમાં આચાર્યો, જિનકલ્પિકો, સ્થવિરો ત્યારે કરતાં હતા. નિયંત્રિત દ્વારની વ્યાખ્યા કરી. o હવે સાકાર દ્વારની વ્યાખ્યા કરવા માટે કહે છે : 196 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ * નિયુક્તિ -૧૫૩૩-વિવેચન : આ મહાનય અને મહાનું છે. આ બંને અતિશયથી મહાન અને મહતર છે. આસિયને તમારા પ્રભૂત આવા પ્રકારના આકારની સત્તા જણાવવાને માટે બહુવચન છે, તેથી મહતર આકારોથી હેતુભૂત બીજા અનાભોગાદિમાં કારણ ઉત્પન્ન થતાં ભોજન કિયાને હું કરીશ. એ પ્રમાણે જે ભક્ત પરિત્યાગ કરે છે, તે સાકારકૃતુ - અવયવાર્થ વળી આગાર સહિત તે સાગાર. ગારો આગાળના સૂબાનુગમમાં કહીશું. તેમાં મહત્તર આગારોથી - મોટા પ્રયોજનોથી, તે ઉપવાસનું પચ્ચકખાણ કરે. ત્યારે આચાર્યો વડે કહેવાય કે - અમુક ગામે જવું. ત્યારે તે કહે કે તારે આજે ઉપવાસ છે જો ત્યારે તે સમર્થ હોય તો ઉપવાસ પણ કરે અને કામ માટે પણ જાય જો તે ન કરી શકે તેમ હોય તો બીજા ઉપવાસી કે બિનઉપવાસી જે કરવાને સમર્થ હોય તે જાય. જો કોઈ બીજું ન હોય અથવા કાર્ય માટે અસમર્થ હોય, ત્યારે તે જ ઉપવાસકારીને ગુરુ મોકલે છે. આ રીતે તેને ઉપવાસથી જે નિર્જરા થાય, તે જ ગુના નિયોગને કારણે જમવા છતાં પણ થાય છે, તેમ તે કરવાથી લાભ મળવા છતાં પણ અત્યંત વિનાશ પામે છે. જો થોડો હોય તો જે નવકારશી કે પોરિસીમાં તેને મોકલે, જો પારણાવાળો ન હોય અથવા અસહિષ્ણુ હોય તો ગુરુ કહે તેમ કરે. એ પ્રમાણે ગ્લાનના કાર્યોમાં કે બીજા કાર્યોમાં કુલ, ગણ, સંઘના કાયદિમાં પણ કહેવું. એ પ્રમાણે જે ભક્ત પરિત્યાગ કરે છે, તે સાગારકૃત. આ પ્રમાણે સાગાર દ્વાર કહ્યું. -o- હવે નિરાકાર દ્વારની વ્યાખ્યા કરતાં કહે છે - * નિયુક્તિ-૧૫૩૪-વિવેચન : નિશ્ચયથી અપગત કારણ - પ્રયોજન જેમાં છે તે નિયંતિકારણ. તેમાં સાધુ, મહતર-પ્રયોજન વિશેષથી તેના ફળના અભાવથી ન કરે, તે માળાર અર્થાતુ કાર્યનો અભાવે. ક્યાં ? કાંતારવૃતિમાં અને દભિક્ષતામાં, જે કરાય છે તે એવા પ્રકારે પ્રત્યાખ્યાન થાય તે નિરાકાર પ્રત્યાખ્યાન. આનો ભાવાર્થ કહે છે - નિર્યાત કારણથી તેને જો અહીં કોઈ વૃત્તિ ન હોય ત્યારે મહારાદિ આગારો ન કરે, અનાભોગ અને સંસાકાર કરે. કયા નિમિતે ? લાકડું કે આંગળી મોઢામાં મૂકાય તો અનાભોગથી કે સહસા. તેથી બે આગાર કરાય છે. તે ક્યાં થાય ? કાંતારમાં, જેમકે - શણપલિ આદિમાં કાંતારમાં વૃત્તિઆજીવિકા પ્રાપ્ત થતી નથી. અથવા પ્રત્યેનીક વડે પ્રતિષેધ કરાયેલ હોય, દુકાળ વર્તતા હોય, ભ્રમણ કરવા છતાં પ્રાપ્ત ન થાય અથવા એમ જાણે કે હું જીવી શકીશ નહીં ત્યારે નિરાકાર
SR No.009025
Book TitleAgam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy