SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/-/૬૭૭ કામળી ન લીધી. સવારે લીલા ઘાસનો ક્પડાથી સંઘટ્ટો ર્યો તથા બહાર ઉઘાડામાં પાણીનો પરિભોગ ર્યો. બીજની ઉપર પગ ચાંપીને ચાલ્યો, અવિધિથી ખારી જમીને ચાલીને મધુર જમીને સંક્રમ્યો. શું તેં આ બધું ન જોયું? માર્ગ ચાલ્યા પછી સાધુએ ૧૦૦ ડગલાં જતાં ઈરયાવહિયં પ્રતિક્રમવી જોઈએ. તે રીતે ચાલવું, ચેષ્ટા કરવી, બોલવું, શયન કરવું જોઈએ કે જેથી છ કાયના જીવોને સુક્ષ્મ કે બાદર, પર્યાપ્તા-અપર્યાપ્તા, આવતા-જતાં સર્વ જીવ, પ્રાણ, ભૂત, સત્વોને સંઘટ્ટ, પરિતાપન, ક્લિામણા કે ઉપદ્રવ ન થાય. આ સાધુઓમાં આમાંનું કોઈ દેખાતું નથી. વળી મુહપત્તિનું પડિલેહણ કરતા એવા સાધુને મેં પ્રેરણા આપી કે વાયુકાયનો સંઘટ્ટો થાય તેમ ફડફડાટ અવાજ કરતા પડિલેહણ કરો છો, પડિલેહણ નો હેતુ શો? ત્યારે તેં મને નિવાર્યો કે આપણે સાધુને કંઈ કહેવું ક્લ્પતું નથી. શું તે વાત તું ભૂલી ગયો ? તેથી હે સુમતિ ? આણે એક પણ સંયમ સ્થાનક સમ્યક પ્રકારે રહેલ નથી. જેનામાં આવો પ્રમાદ હોય, તે સાધુ કેમ કહેવાય? આવા નિર્ધ્વસને સાધુ ન કહેવાય. તું જો આ શ્વાન સમ નિર્દય, છ કાય જીવ મર્દક છે, તો મને કેમ અનુરાગ થાય? અથવા શ્વાન પણ સારો કે જેને અતિસુક્ષ્મ નિયમ-વ્રત ભંગ થતો નથી. આ નિયમ ભંજક્ની તુલના કોના સાથે કરવી ? માટે હે સુમતિ ? આવા કૃત્રિમ આચરણથી સાધુ ન બની શકાય. માટે હે વત્સ! આવા કૃત્રિમ આચારીને જિનવચન સ્મરણ તો કોણ વંદન કરે? વળી તેમના સંસર્ગથી આપણને પણ ચરણ રણમાં શિથિલતા આવી જાય કે જેનાથી આપણે ભવ ઘોર ભવ પરંપરામાં રખડવાનું થાય. ત્યારે સુમતિએ કહ્યું – તે શીલ હોય કે સુશીલ, હું તેમની પાસે પ્રવ્રજ્યા સ્વીકારીશ. વળી તમે ક્હો છો તે ધર્મ કરવાને આજે કોણ સમર્થ છે ? માટે મને છોડી દો, મારે તેમની સાથે જવું છે. તેઓ ચાલ્યા જશે તો ફરી મેળાપ થવો મુશ્કેલ છે. ત્યારે નાગિલે ક્યું ! હે સુમતિ ! તેની સાથે જવામાં તારું ક્લ્યાણ નથી. હું તને હિતવચન કહું છું. જે બહુ ગુણકારી હોય તેનું સેવન કર. હું કંઈ તને બળાત્કારથી પડી રાખતો નથી. C3 અનેક ઉપાયો છતાં તે ન રોકાયો અને મંદભાગ્ય એવા સુમતિએ પ્રવ્રજ્યા સ્વીકારી. પછી કોઈક સમયે વિહાર કરતાં કરતાં પાંચ માસ પછી મહાભયંકર બાર વર્ષનો દુષ્કાળ આવ્યો ત્યારે તે સાધુઓ તે કાળના દોષથી દોષની આલોચના પ્રતિક્રમણ ર્યા વિના મૃત્યુ પામીને ભૂત, યક્ષ, રાક્ષસ, પિશાચાદિ વાણવ્યંતર દેવોના વાહનપણે ઉત્પન્ન થયા, ત્યાંથી મ્લેચ્છ જાતિના માંસાહારી, ક્રુર આચરણ કરનારા થયા. ત્યાંથી સાતમી નરકે ઉત્પન્ન થયાં, ત્યાંથી ત્રીજી ચોવીશીમાં સમ્યક્ત્વ પામશે. પછી સમ્યક્ત્વ પ્રાપ્તિના ભયથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે. પછી સમ્યક્ત્વ પ્રાપ્તિના ભયથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે, પણ જે સર્વથા મોટા પાંચમા હતા તે એક સિદ્ધિ નહીં પામે. કેમ કે તે એકાંત મિથ્યાર્દષ્ટિ અને અભવ્ય છે. ભગવન્ ! સુમતિ ભવ્ય છે કે અભવ્ય? ગૌતમ ! તે ભવ્ય છે. તો તે પામીને મૃત્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy