SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/- ૧૨૫૭ થી ૧૨૬૦ ૧૪૧ પુન્ય પ્રભાવથી નિરંતર સુવર્ણની વૃષ્ટિ વરસતી હતી. જેમના ગર્ભમાં ઉત્પન્ન થયો હોય, તે દેશમાં દરેક પ્રકારે ઈતિ-ઉપદ્રવો, મરકી, રોગો, શત્રુઓ તેમના પુન્ય પ્રભાવથી ચાલ્યા જાય, જન્મતાની સાથે આકંપિત સમુદાયો મેરુ પર્વત ઉપર સર્વ ઋદ્ધિથી ભગવંતનો સ્નાત્ર મહોત્સવ કરીને પોતાના સ્થાનકે ગયા. [૧૨૬૧ થી ૧૨૬૬] અહો તેમનું અદ્ભુત લાવણ્ય, કાંતિ, તેજ, રૂપ પણ અનુપમ છે. જિનેશ્વરના માત્ર પગના અંગૂઠાના રૂપનો વિચાર કરીએ તો સર્વ દેવલોક્માં સર્વ દેવોનું રૂપ એઠું કરીએ, તેને રોડો વખત રોડોથી ગુણીએ, તો પણ ભગવંતના અગુંઠાનું રૂપ ઘણું જ વધી જાય, લાલચોળ ધગધગતા અંગારા વચ્ચે કાળો કોલસો મૂક્યો હોય તેટલો રૂપમાં તફાવત છે. દેવતાના શરણ્ય, ગણજ્ઞાન યુક્ત, ક્લાસમૂહના આશ્ચર્યભૂત, લોકોના મનને આનંદ રાવનારા, સ્વજન અને બંધુ પરિવારવાળા, દેવો અને અસુરોથી પૂજાયેલા, સ્નેહીવર્ગની આશા પુરનારા, ભૂવનમાં ઉત્તમ સુખના સ્થાન સમાન, પૂર્વભવે તપ કરી ઉપાર્જિત ભોગ લક્ષ્મી ઐશ્વર્ય રાજ વૈભવ જે કંઈ દિવસોથી ભોગવતા હતા તે અવધિજ્ઞાનથી જાણ્યું કે ખરેખર આ લક્ષ્મી દેખતાં જ નાશ પામવાના સ્વભાવવાળી છે. અહો આ લક્ષ્મી પાપવૃદ્ધિ છે. તો અમારા સરખાં જાણવાં છતાં હજુ કેમ ચારિત્ર સ્વીકાર કરતાં નથી ? [૧૨૬૭ થી ૧૨૬૯] જેટલામાં આવા પ્રકારે મનો પરિણામ થાય છે. તેટલામાં લોકાંતિક દેવો તે જાણીને ભગવંતને વિનંતીપૂર્વક ક્યે છે ભગવન્ ! જગજીવહિત એવું ધર્મતીર્થ આપ પ્રવર્તાવો તે સમયે સર્વ પાપો વોસિરાવી, દેહમમમત્વ ત્યાગી, સર્વ જગતમાં સર્વોત્તમ એવા વૈભવનો તણખલાં માફક ત્યાગ કરી, ઈંદ્રોને પણ દુર્લભ એવા નિઃસંગ, ઉગ્ર, ક્દારી, ઘોર, અતિદુર, સમગ્ર જગતમાં ઉત્કૃષ્ટ તપ અને મોક્ષના અસાધારણ બરણરૂપ ચાસ્ત્રિને સેવે. [૧૨૭૦ થી ૧૨૭૪] જેઓ વળી મસ્તક ફૂટી જાય તેવા મોટા અવાજ કરનારા આ જન્મના સુખાભિલાષી, દુર્લભ વસ્તુની ઇચ્છા નારા, હોવા છતાં પણ મનોવાંછિત પદાર્થ સહેલાઈથી મેળવી શક્તા નથી. હે ગૌતમ ! જેટલું માત્ર મધનું બિંદુ છે, તેટલું માત્ર સુખ મરણાંત કષ્ટ સહન કરે તો પણ મેળવી શક્તા નથી, તેમનું અજ્ઞાન કેટલું ગણવું ? અથવા હે ગૌતમ ! જેવા મનુષ્યો છે તે તું પ્રત્યક્ષ જો કે જેઓ તુચ્છ અલ્પ સુખનો અનુભવ કરે છે, જેને કોઈ પણ મનુષ્ય સાંભળવા પણ તૈયાર નથી. કેટલાંક મનુષ્યો કીરમજી રંગ રવા માટે મનુષ્યોના શરીર પુષ્ટ બનાવવાને તેના લોહી બળાત્કારે કાઢે છે, કોઈક ખેડૂતનો ધંધો કરાવે છે, કોઈક ગોવાળ કાર્ય કરાવે છે. દાસપણું, સેવક્પણું આદિ, નોરી, ખેતી કે પ્રાણત્યાગ થાય તેવા ક્લેશ, પરિશ્રમ, સાહસોવાળા કાર્યો, દારિદ્ર, અવૈભવપણું ઇત્યાદિ તથા ઘેર-ઘેર ભટક્યું થાય. [૧૨૭૫ થી ૧૨૭૮] બીજા ન દેખે તેમ પોતાને છુપાવીને ઢિણીં ઢિણીં શબ્દો તા ચાલે, નગ્ન ઉઘાડા શરીરવાળો ફ્લેશ અનુભવતો ચાલે જેથી પહેરવાનાં પૈડાં મળે, તે પણ જૂનાં ફાટેલા મહામુસીબતે મેળવ્યા હોય. તે ફાટેલા વસ્ત્રો આજે સાંધીશ, કાલે સાંધીશ એમ કરીને તેવા જ ફાટેલા પહેરે અને વાપરે, તો પણ ગૌતમ ! સ્પષ્ટ સમજ Jain Education International ― For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy