SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સમજાવી. ત્યારે કેટલાંક દિવસે રૂદન બંધન કરીને શાંત થઈ. [૧૧૫૬ થી ૧૧] કોઈ સમયે ભવ્યજીવો રૂપી મલવનને વિકસિત ક્રતા એવા કેવળજ્ઞાન રૂપી સૂર્ય સમાન તીર્થક્ર ત્યાં આવ્યા અને ઉધાનમાં સમોસર્યા. અંતઃપુર, સેના, વાહનો તથા સર્વ ઋદ્ધિ સહિત રાજા તેમને ભક્તિથી વાંદવા ગયો. ધર્મ શ્રવણ ક્રીને ત્યાં અંતઃપુર પુત્રો અને પુત્રી સહિત દીક્ષા અંગીકાર ક્રી. શુભ પરિણામી, મૂછરહિત, ઉગ્ર ક્ટારી, ઘોર દુક્ર તપ કરવા લાગ્યો. કોઈ સમયે સર્વેને ગણિના યોગમાં પ્રવેશ કરાવ્યો. લક્ષ્મણા આર્યોને અસ્વાધ્યાયના કારણે અનુષ્ઠાન ક્રિયા ક્રવા ન મોકલી. ઉપાશ્રયમાં એકાંતમાં બેઠેલા લમણા સાધ્વીએ ક્રીડા ક્રતાં પક્ષી યુગલને જોઈને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે. આ ચક્લાને સ્પર્શતી ચક્લી પોતાના પ્રિયતમને આલિંગીને પરમ આનંદસુખ આપે છે. [૧૧૬૪ થી ૧૧૬૯] તીર્થક્ય ભગવંતે પુરુષ અને સ્ત્રીને રતિક્રીડા જતા હોય તે જોવાનો અમને શામાટે સર્વથા નિષેધ ક્યોં હશે ? તેઓ તો વેદ ના દુ:ખ રહિત હોવાથી બીજાનાં સુખ દુઃખો જાણી શક્તાં નથી. અગ્નિ બાળવાના સ્વભાવવાળો હોવા છતાં પણ આંખથી દેખનારને બાળતો નથી. અથવા ના, ના, ના, ભગવંતે કરેલી આજ્ઞા યથાર્થ જ છે. તેઓ વિપરીત આડશ રે જ નહીં, ક્રીડા કરતાં પક્ષી યુગલને જોઈને મારું મન લોભાણું છે. મને પુરુષાભિલાષ પ્રગટ્યો છે કે હું તેની સાથે મેથુન સેવું. પણ મેં આજે ચિંતવ્ય તે સ્વપ્રમાં પણ ક્રવું ન ઘટે. તેમજ આ જન્મમાં મેં મનથી પણ અત્યાર સુધી પુરુષને ઈચ્યો નથી. કોઈ પ્રકારે સ્વપ્રમાં પણ અભિલાષા #ી નથી. તો ખરેખર હું દુરાચારિણી પાપ સ્વભાવી, નિર્ભાગી છું. આવું આડું અવળું ખોટું વિચારી મેં તીર્થની આશાતના ક્રી છે. [૧૧૭૦ થી ૧૧૭૩] તીર્થ પણ અત્યંત ક્ટક્કરી, કડક, અતિદુર્ધર, ઉગ્ર, ઘોર મુક્તીથી પળાતા એવા આક્યા વ્રત ઉપદેશેલા છે. તો ત્રિવિધ ત્રિવિધે આ વ્રત પાળવા કોણ સમર્થ થઈ શકે ? વચન અને કયાથી સારી રીતે આચરાતું હોવા છતાં મનથી રક્ષણ ક્રવું શક્ય નથી. અથવા દુઃખની ચિંતા ક્રાય છે, આ તો સુખપૂર્વક ક્રાય છે. જે મનથી પણ કુશીલ થયો તે સર્વ કર્મમાં કુશીલ ગણાય. તો આ વિષયમાં શાના યોગે એકદમ મારી જે આ સ્કૂલના થઈ તેનું મને પ્રાયશ્ચિત્ત આવે તો આલોચના ક્રી જલ્દી તેનું સેવન . [૧૧૪ થી ૧૧૭] સમગ્ર સતીઓ, શીલવંતીઓમાં હું પ્રથમ મોટી સાધ્વી છું. રેખા સમાન હું સર્વેમાં અગ્રેસરી છું. એમ સ્વર્ગમાં પણ ઉદ્ઘોષણા થાય છે. મારા પગની ધૂળને સર્વે લોકે વંદે છે. કેમકે તેની રજથી બધાંની શુદ્ધિ થાય છે, તેવી મારી પ્રસિદ્ધિ છે. હવે જો હું આલોચના આપીશ મારો મનોદોષ ભગવંત પાસે પ્રગટ ક્રીશ તો મારા ભાઈઓ માતા-પિતા આ વાત જાણી દુઃખી થશે. અથવા પ્રમાદથી કોઈ પ્રકારે મેં મનથી ચિંતવ્ય તેને મેં આલોચ્યું એટલે માત્ર જાણીને મારી સંબંધી વર્ગને ક્યું દુઃખ થવાનું છે ? [૧૧૮ થી ૧૧૮ ટલામાં આમ ચિંતવીને આલોચના માટે તૈયાર થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy