SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ /૨૯૯ ૧૪૫ ૧૪૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 વિશેષ એ કે દિવસ અને રાત્રિના વિભાગથી જે પૃથકથન છે. તે કરણોનું અધ તિથિ પ્રમાણqવી છે. કણ ચૌદશે રાત્રિના શકની, અમાસે દિવસે ચતુષ્પદ, સત્રિમાં ના, શુક્લપક્ષની એકમે દિવસના કિંતુH, એ ચાર સ્થિર કરણો આ જ તિથિમાં થાય છે. ધે જો કે બધાં પણ કાળના સદા પરિવર્તન સ્વભાવપણાના અનાદિ-અનંત ભાવથી વચમાણ સૂગારંભ અનુત્પન્ન છે તો પણ કાળવિશનો આદિ-અંત વિચાર છે જ. કેમકે પૂર્વસંવત્સર, વર્તમાન સંવત્સર ઈત્યાદિ વ્યવહાર સિદ્ધ છે. તેથી કાળ વિશેષની આદિને પૂછે છે – • સૂત્ર-૩૦૦ : સંવત્સરોમાં ભગવાન આદિ સંવત્સર કયો છે ? અયનોમાં આદિ અને કયો છે? ઋતુઓમાં આદિ ઋતુ કઈ છે ? માસની આદિ કઈ છે પરૂની આદિ કઈ છે? અહોરાત્રની આદિ શું છે? મુહર્તની આદિ શું છે ? કરણની આદિ શું છે ? તથા નામોમાં પહેલું નક્ષત્ર કર્યું કહેલ છે ? [આટલા પનો કયl] ગૌતમ! (૧) સંવત્સરમાં આદિ ચંદ્ર સંવતાર છે - (૨) અયનોમાં પહેલું દક્ષિણાયન છે. (3) wતુઓમાં પહેલી વષત્રિત છે. (૪મહિનાઓમાં પહેલો શ્રાવણ માસ છે. (૫) પક્ષોમાં પહેલો કૃષ્ણ પક્ષ છે. (૬) અહોરાત્રમાં પહેલો દિવસ છે. () મુહૂર્તામાં પહેલું યુદ્ધ મુહૂર્ત છે. (૮) કરણોમાં પહેલું બાલવ કરણ છે. (૯) નસોમાં પહેલું અભિજિત નક્ષત્ર છે. એ પ્રમાણે આયુષ્યમાન શ્રમણ ! કહેલ છે. ભગવના પાંચ સંવારીક યુગમાં કેટલા અયન, કેટલી ઋતુ, એ પ્રમાણે મહિના, પક્ષ, અહોરાત્ર અને કેટલા મુહુર્તા કહેલા છે ? ગૌતમ પાંચ સંવત્સરીક યુગમાં દશ અયન, નીશ ઋતુ, ૬૦-માસ, ૧૨૦-પક્ષ, ૧૮૩૦ અહોરમ, ૫૪,છo મુહૂર્તા કહેલ છે. • વિવેચન-30o : ચંદ્ર આદિ પંચકવર્તીની આદિ-પ્રથમ જેમાં છે તે વિમવિ સંવત્સર. આ પ્રાસણ ચંદ્રાદિ સંવત્સરની અપેક્ષાથી જાણવું. અન્યથા પરિપૂર્ણ સુર્યસંવત્સર-પંચકરૂપ યુગની આદિ શું છે ? અંત શું છે ? એમ પ્રશ્ન અવકાશ જ ન રહે. દક્ષિણાયન અને ઉત્તરાયણમાં આદિ અયન કયું છે ? વર્ષ આદિ ઋતુઓમાંની કઈ ઋતુ આદિમાં છે ? શ્રાવણ આદિ મધ્યવર્તી છે તે મહિનાઓમાં કયો માસ આદિમાં છે ? એ રીતે બે પક્ષમાં આદિ પક્ષ કયો છે ? અહોરાબમાં આદિ કોણ છે ? ઈત્યાદિ પ્રશ્નો છે. [27/10]. ગૌતમ ચંદ્ર જેની આદિમાં છે, તે ચંદ્રાદિ સંવત્સર, કેમકે ચંદ્ર ચંદ્ર અભિવધિત ચંદ્ર અભિવર્ધિત નામે સંવરપંચક રૂપ યુગની પ્રવૃત્તિમાં પહેલાંથી તેનું પ્રવર્તન છે. અભિવર્ધિતનું નથી. કેમકે અભિવર્ધિત સંવત્સર ત્રીશ માસના અતિક્રમથી સંભવે છે. [શંકા યુગની આદિમાં વર્તમાનત્વથી ચંદ્ર સંવત્સરની આદિમાં કહેલ છે, તો યુગનું આદિવ કઈ રીતે? [સમાઘાન યુગમાં પ્રતિવર્તમાન સર્વે કાળવિશેષ સુષમસુષમાદિ પ્રતિપાદિત છે, યુગ અંત પામતાં તે પુરા થાય છે. સકલ જયોતિશારનું મૂલ સૂર્ય દક્ષિણાયન અને ચંદ્ર ઉત્તરાયણની એક સાથે પ્રવૃત્તિ યુગની આદિમાં જ છે, તે પણ ચંદ્રાયણના અભિજિત યોગનો પહેલો સમય જ અને સૂર્યાયાણનો પુષ્યનો સદ ભાગ વ્યતીત થતાં, તેનાથી યુગનું આદિત્વ સિદ્ધ છે. તથા દક્ષિણાયન-સંવત્સના પહેલાં છે. માસની આદિમાં જે છે તે. આનું આદિત્ય યુગના પ્રારંભમાં પ્રથમથી પ્રવૃત્ત છે. આ વચન સૂર્યાયનની અપેક્ષાથી છે, ચંદ્રાયનની અપેક્ષાથી ઉત્તરાયણની આદિતા કહેવી જોઈએ. કેમકે યુગના આરંભમાં ચંદ્રની ઉત્તરાયણ પ્રવૃતતા છે. પ્રાગૃષ્ઠ ઋતુ - આષાઢ અને શ્રાવણરૂપ બે માસની છે. તે જેની આદિમાં છે, તે પ્રાવૃડાદિક ઋતુઓ. કેમકે યુગની આદિમાં ઋતુના એકદેશના શ્રાવણમાસનું પ્રવર્તન છે. •x - બહુલ કૃિષ્ણ પક્ષાદિ બે પક્ષ, શ્રાવણકૃષ્ણપક્ષ જ યુગની આદિમાં પ્રવૃત છે. અહોરાકની આદિમાં દિવસ છે, મેરની દક્ષિણ અને ઉત્તરમાં સૂર્યોદય જ યુગને આરંભે છે, આ વચન ભરત અને ઐરાવતની અપેક્ષાથી છે. વિદેહની અપેક્ષાથી તો સમિમાં તેની પ્રવૃત્તિ છે. તથા ત્રીશ મુહૂર્તામાં રુદ્ધ પહેલું છે, કેમકે પ્રાત:કાળે તેની જ પ્રવૃત્તિ છે. તથા બાલવાદિ કરણ છે, કેમકે કૃષ્ણ પક્ષની એકમના દિવસે તે કરણનો જ સંભવ છે. તથા અભિજિત આદિ નાગો છે, તેનાથી જ આરંભીને નક્ષત્રોના ક્રમથી યુગનું પ્રવર્તન છે. તેથી કહે છે - ઉત્તરાષાઢા નક્ષત્રના ચમ સમય પાશ્ચાત્યમાં યુગનો અંત થાય. તેથી નવા યુગની આદિમાં અભિજિતુ નાગ જ હોય. હે શ્રમણ !, હે આયુષ્યમાન્ ! અંતે સંબોધન શિષ્યના ફરી પ્રગ્નવિષયક ઉધમને જણાવવા માટે છે. તેથી જ ઉલ્લસિત મનથી યુગની આદિમાં અયનાદિ પ્રમાણ પૂછે છે – ભગવન પંય સંવત્સરીક યુગમાં આના વડે ઉત્તરપ્રમાં દશ અયન ઈત્યાદિથી વિરોધ નથી. ચંદ્રસંવત્સર ઉપયોગી ચંદ્રાયનના ૧૩૪ અયનો સંભવે છે. ભગવન ! તેમાં કેટલાં અયન, ઋતુ માસ, પક્ષ, અહોરાત્ર કેટલા મુહર્તવાળા, કહેલ છે ? ગૌતમ! પંચ સંવત્સરિક યુગમાં દશ અયનો છે, કેમકે પ્રતિવર્ષ દશ આયનો છે - x x • ૧૨૦ પક્ષો છે કેમકે પ્રતિમાસમાં બે પક્ષ સંભવે છે. માસ તો ૬૦ છે જ, કેમકે પ્રત્યેક ઋતુમાં બે માસ સંભવે છે, ૧૮૩૦ અહોરાત્ર છે. પ્રત્યેક અયનમાં ૧૮૩ અહોરાત્ર, તેના ૧૦ ગુણાં તે ૧૮૩૦, મુહૂર્તો પ૪,૯૦૦ કેમકે પ્રત્યેક
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy