SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Je ૧૩૩ પશ્ચિમ વિદેહની અપેક્ષાથી તેમ છે. * પૂર્વાગ - ચોર્યાશી લાખ વર્ષ પ્રમાણ. પૂર્વ - પૂર્વાગને જ ૮૪ લાખ વર્ષ વડે ગુણવા. એ પ્રમાણે ૮૪ લાખ વર્ષે ગુણવાની ઉત્તરોત્તરના સ્થાન પ્રાપ્ત થાય છે. અંતિમ સ્થાન ૧૯૪ અંકથી ચાય. અવસર્પિણીનો પહેલો વિભાગ તે પ્રથમા અવસર્પિણી. ભગવન્!! જ્યારે દક્ષિણામાં પહેલી અવસર્પિણી પ્રાપ્ત થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઈત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે - પૂર્વ, પશ્ચિમમાં અવસર્પિણી કે ઉર્પિણી હોતી નથી. કેમ ? તે કહે છે - સર્વથા એક સ્વરૂપ ત્યાં કાળ કહેલ છે. ધે પ્રસ્તુત અધિકારનો ઉપસંહાર કરતાં કહે છે – ૦ અનંતરોક્ત સ્વરૂપવાળી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ - આધ દ્વીપની યથાવસ્થિત સ્વરૂપનું નિરૂપણ કરનારી ગ્રંથ પદ્ધતિ આ ઉપાંગમાં છે. સૂર્યપ્રજ્ઞપ્તિ - સૂર્ય અધિકાર પ્રતિબદ્ધ પદ પદ્ધતિ થg • મંડલ સંખ્યાદિનો HETH - સુર્ય પ્રજ્ઞપ્તિ આદિ મહાગ્રંથની અપેક્ષાથી સંક્ષોપથી તે સમાપ્ત થાય છે. હવે ચંદ્ર વક્તવ્યનો પ્રશ્ન કહે છે – ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપમાં બંને ચંદ્રો ઉત્તર-પૂર્વ દિશા ભાગમાં ઉદિત થઈને પશ્ચિમ-દક્ષિણ દિશા ભાગમાં અસ્ત પામે છે, ઈત્યાદિ જે રીતે સૂર્યવકતવ્યતા કહી છે, તે રીતે ચંદ્ર વક્તવ્યતા કહેવી. યથા અને વા શબ્દથી અહીં - ભગવતીજી સૂત્રના પાંચમાં શતકનો દશમો ઉદ્દેશો “ચંદ્ર” નામે છે, તે જાણવો. ક્યાં સુધી આ સૂત્ર ગ્રહણ કરવું ? તે કહે છે – જ્યાં સુધી તેમાં અવસ્થિત કાળ કહેલ છે, ત્યાં સુધી, હે શ્રમણ ! હે આયુષ્યમાન્ ! અહીં પણ ઉપસંહાર કરવાને માટે કહે છે - બ્લેસ ઈત્યાદિ, વ્યાખ્યાન પૂર્વવતુ. તફાવત એ કે – સુર્યપ્રજ્ઞપ્તિ સ્થાને, ચંદ્રપ્રજ્ઞપ્તિ કહેવી. આ જ્યોતિકોના ચાર વિશેષથી સંવત્સર વિશેષ પ્રવર્તે છે, તેથી તેનો ભેદ પ્રશ્ન કહે છે – • સૂત્ર-૨૩૮ થી ૨૮૫ - રિ૭૮) ભગવન / સંવત્સર કેટલાં કહેલાં છે ? ગૌતમ! પાંચ સંવત્સરો કહેલાં છે, તે આ પ્રમાણે - નામ સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર અને શનૈશ્ચર સંવત્સર (એ પાંચ છે.] ભગવન્! નક્ષત્ર સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ બર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – શ્રાવણ, ભાદ્રપદ, આસો જ પાવતુ આષાઢ. અથવા બૃહપતિ મહાગ્રહ, જે બાર સંવાર વડે સર્વ નક્ષત્ર મંડલનું પરિસમાપન કરે છે, તે નમ્ર સંવત્સર છે. ૧૩૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ભગવદ્ ! યુગ સંવત્સર કેટલા ભેદે કહેલ છે ? ગૌતમપાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવર્ધિત - ભગવન ! પહેલાં ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો કહેલા છે ? ગૌતમ ! ચોવીસ પર્વો કહેલાં છે. ભાવના બીજ ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો કહેલાં છે ? ગૌતમ ! ચોવીશ પર્વો કહેલાં છે. એ પ્રમાણે ત્રીજાની પૃચ્છા. ગૌતમી ૨૬- પ છે. ચોથા સંવત્સરના ચોવીશ પર્વો છે. પાંચમાં અભિવર્ધિતના ર૬- પર્વો કહેલાં છે. એ પ્રમાણે બધાં મળીને પાંચ સંવત્સરિક યુગમાં ૧૨૪ પર્વો કહેલાં છે. તે યુગ સંવત્સર કહ્યો. ભગવાન ! પ્રમાણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - નમ્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય સૂિર્ય અને અભિવર્ધિત. તે આ પ્રમાણે સંવત્સર કહ્યો. ભગવના લક્ષણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ! તે પાંચ ભેદ કહેલ છે, તે આ પ્રમાણે – [૨૯] સમક નtત્ર યોગ કરે છે, સમક ઋતુ પરિણત થાય છે, ન અતિ ઉષ્ણ - ન અતિ શીતરૂપે [તે પરિણત થાય છે. જે પ્રચુર જળયુકત હોય તે સમક નક્ષત્ર છે. [co] જ્યારે ચંદ્રની સાથે પૂર્ણમાસીમાં વિષમચારી નાઝનો યોગ થાય છે, જે કટુક હોય, વિપુલ વયુિક્ત હોય છે, તેને ચંદ્ર સંવત્સર કહેવામાં આવે છે. [૨૮૧] જેમાં વિષમકાળમાં વનસ્પતિ અંકુરિત થાય છે, ઋતુ ન હોય ત્યારે પુષ્પ અને ફળ આપે છે, જેમાં સમ્યફ વર્ષા વરસતી નથી, તેને કર્મ સંવત્સર કહે છે. [૨૮] જેમાં સૂર્ય પૃથવી, જળ, પુષ્પ અને ફળને સંપદાન કરે છે, જેમાં થોડી વથિી જ ધાન્ય સમ્યક્રરૂપે નિષ્પન્ન થાય છે. સારી ફસલ થાય છે, તે આદિત્ય સંવત્સર કહેવાય છે. [૨૮]] જેમાં જણ, લવ, દિવસ, ઋતુ, સૂર્યના તેજથી તપ્ત રહે છે, જેમાં નિન સ્થળ જળ વડે પૂરિત રહે છે, તેને તું અભિવર્ધિત સંવત્સર જાણ (સમજ) [૨૮] ભગવના શનૈશ્ચર સંવાર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! અઠ્ઠાવીશ ભેદે કહેલ છે, તે આ - રિ૮૫] અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષજ પૂવભાદ્રપદ, ઉત્તરા
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy