SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ /૨૩૩ ૧૩૧ ૧૩૨ જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અહીં જે સમયમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં વષકાળનો પહેલો સમય, તેની પછીના આગળના બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમમાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે. આટલા મામા કહેવાં છતાં પણ જે સમયમાં પૂર્વ-પશ્ચિમના વષકાળનો પહેલો સમય થાય છે તેની પછીના પશ્ચાતુભાવિ સમયમાં દક્ષિણ-ઉતરદ્ધિનો વર્ષા કાળનો પહેલો સમય થાય છે, તેમ જાણવું. તે શા માટે આ કથનનું ઉપાદાન કરેલ છે ? તે કહે થાય છે. પછી બીજા મંડલથી આરંભીને પ્રતિમંડલમાં ૨૧ મુહૂર્તથી દિવસની વૃદ્ધિમાં ૧૮૩માં મંડલે છ મુહૂર્તા વધે છે, એ રીતે ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે. તેથી જ બાર મુહર્તની રાત્રિ થાય છે. કેમકે અહોરાત્રના ત્રીશ મુહર્તા હોય છે. જ્યારે સર્વ અત્યંતર મંડલના અનંતર મંડલમાં સૂર્ય હોય છે, ત્યારે ૬૧ ભાગ હીન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તે અઢાર મુહૂર્ણ દિવસથી અનંતર તે અઢાર મુહૂર્વોત્તર કહેવા. ત્યારે ૧ ભાગ વડે અધિક બાર મુહૂર્તની સનિ થાય. જેટલા ભાગે દિવસ ઘટે, તેટલા ભાગે રાત્રિ વધે છે. કેમકે એક અહોરાત્રના 30-મુહર્ત હોય છે. આ અનંતરોક્ત ઉપાયથી દિનમાન ઘટાડતાં જવું. - તેમાં સવચિંતર મંડલ અનંતર મંડલથી આરંભીને ૩૧-માં મંડલાદ્ધમાં જ્યારે સૂર્ય હોય ત્યારે ૧-મુહૂર્તનો દિવસ થાય છે, પૂર્વે કહેલ હાનિ ક્રમથી ૧૩-મુહૂર્તની સત્રિ થાય છે. ૨૧ ભાગ મુહથી હીન ૧-મુહર્ત પ્રમાણ દિવસ, આ દ્વિતીય થકી આરંભીને બત્રીશમાં મંડલાદ્ધમાં થાય છે. એ પ્રમાણે અનંતરત્વ બીજે પણ કહેવું જોઈએ. સાતિરેક ૬૧ મુહૂd, એમ સર્વત્ર ૬૧ વૃદ્ધિ કહેવી. બીજાથી આભીને ૬૧માં મંડલમાં ૧૬-મુહુર્તનો દિવસ થાય છે, ૧૨માં અદ્ધ મંડલમાં વર્તતો સૂર્ય - ૧૫ મુહૂર્તનો દિવસ થાય. ૧૨૨માં મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૪-મુહર્તનો દિવસ થાય. ૧૫રશીમાં મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૩-મુહૂર્તનો દિવસ થાય. ૧૮૩માં મંડલમાં અર્થાત્ સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૨-મુહૂર્તનો દિવસ થાય. કાળના અધિકારથી આ કહે છે - જ્યારે ભગવન્! જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં વાસTvઈત્યાદિ, થાણ - ચતુમસ પ્રમાણ વષકાળ સંબંધી પ્રથમ - આધ, સમય - ક્ષણ, પ્રાપ્ત થાય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષનો પહેલો સમય થાય છે. કેમકે સમયકાળ તૈયત્યથી દક્ષિણદ્ધિ અને ઉત્તરાર્ધમાં બંને સૂર્યોનો ચાર હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વષકાળનો પહેલો સમય હોય, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અનંતર પુસ્કૃત સમયમાં અનંતર: નિર્ભવધાન દક્ષિણદ્ધિ વર્ષા પ્રથમતાની અપેક્ષા તે અતીત પણ હોય, તેથી કહે છે – પુરસ્કૃત થતુ પુરોવર્સી થશે સમય - પ્રસિદ્ધ શબ્દ છે. અનંતર પશ્ચામૃત સમયમાં - પૂર્વ અને પશ્ચિમ વિદેહ વર્ષના પ્રથમ સમય અપેક્ષાથી જે અનંતર પશ્ચાદ્ભૂત - અતીત સમય, તેમાં દક્ષિણ-ઉત્તરના વર્ષાકાળનો પ્રથમ સમય થાય છે. અહીં ક્રમ-ઉત્ક્રમથી અભિહિત અર્થ છે. પ્રપંચિત જ્ઞાન શિષ્યો માટે અતિ સુનિશ્ચિત થાય છે તેથી તેમના અનુગ્રહ માટે આ કહ્યું હોવાથી કોઈ દોષ નથી. એ પ્રમાણે જેમ સમયથી વનિો આલાવો કહ્યો, તેમ આવલિકાનો પણ કહેવો. તે આ પ્રમાણે - ભગવન! જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં વર્ષોની પ્રથમ આવલિકા સંપ્રાપ્ત હોય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ વર્ષની પ્રથમ આવલિકા સંપ્રાપ્ત હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષોની પહેલી આવલિકા સંપાત હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં અનંતર પુરસ્કૃત સમયમાં વર્ષોની પહેલી આવલિકા હોય છે શું ? હા, ગૌતમ ! બધું તેમજ હોય છે. ભગવદ્ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં વર્ષની પહેલી આવલિકા સંપ્રાપ્ત થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ પહેલી આવલિકા સંપ્રાપ્ત થાય છે, જ્યારે જંબૂઢીપદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનંતર પશ્ચાદ્ભૂત સમયમાં વર્ષોની પહેલી આવલિકા પ્રતિપન્ન થાય છે? હા, ગૌતમ ! તેમજ કહેવું. એ પ્રમાણે આનપાણાદિમાં પણ કહેવું. આવલિકા આદિનો અર્થ પૂર્વવત્ છે. સુરંત - શીતકાળ ચારમાસ, fજ - ગ્રીમકાળ ચારમાસ. પદને અયો - શ્રાવણ આદિત્યથી સંવત્સરનું દક્ષિણાયન. યુવા - પાંચ સંવાર પ્રમાણ. અહીં યુગ સાથે એમ અતિદેશ કરણથી યુગની પણ દક્ષિણ અને ઉત્તરના પૂર્વ સમયે પ્રતિપત્તિ છે. • x - ઈત્યાદિ. જયોતિષ કાંડકમાં કહેલ છે કે- શ્રાવણ વદ એકમે બાલવ કરણ, અભિજિતું નક્ષત્ર, સર્વત્ર પ્રથમ સમયમાં યુગની આદિ જાણવી. આ ગાથાના વ્યાખ્યાનમાં સર્વત્ર ભરતમાં, સ્વતમાં અને મહાવિદેહમાં શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં એકમની તિથિમાં બાલવ કરણમાં, અભિજિતુ નક્ષત્રમાં, પહેલાં સમયમાં, યુગની આદિ જાણવી. એ વાચનાંતર જાણવું. * * જો કે જ્યોતિષ કરંડક સૂબકત આચાર્યે આ ભગવતી આદિ સૂત્રની પ્રતિમાં માથુર વાયનાનુગત કહ્યું, તેમાં કંઈ અનુચિત નથી. * * * * * “સર્વે કાળ વિશેષ સૂર્ય પ્રમાણથી થતાં જાણવા.” એ વચનથી જો સૂર્યચાર વિશેષથી કાલ વિશેષ પ્રતિપત્તિ દક્ષિણ-ઉતના આદિ સમયમાં અને પૂર્વ-પશ્ચિમના ઉત્તર સમયમાં થાય, તો દક્ષિણ અને ઉત્તરના પ્રતિપત્તિ સમયમાં પૂર્વકાળનું અપર્યવસાન કહેવું. પૂર્વ અને
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy