SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૧૫ થી ૨૧૭ ૨૫ – ઉક્તસૂત્રની વ્યાખ્યા [નો સાર] કહીએ છીએ એક મોટું માટીનું જળ ભાજન વિશેષ, જળનો ઘટ, કાંસા આદિ જળકળશ કે જળભંગાર લઈને રાજાનું આંગણ કે યાવત્ ઉધાનને ચોતરફથી સીંચે એ પ્રમાણે આ ઉર્ધ્વલોક નિવાસી દિશાકુમારી આદિ પૂર્વવત્. જલ્દીથી અત્યંત ગર્જન કરે છે. કરીને પ્રર્ષથી વિજળી ચમકાવે છે. યોજન પરિમંડલ ક્ષેત્રમાં અતિ જળ નહીં કે અતિ માટી નહીં તે રીતે પ્રકર્ષથી જે રીતે રેણુ સ્થિર થઈ જાય, તેટલી માત્રા ઉત્કર્ષથી એવો ભાવ છે ઉક્ત પ્રકારે સાંતર ધનભાવથી કાદવ થાય તે ન થાય, તે રીતે - પ્રકર્ષ સ્પર્શન, કેમકે મંદ સ્પર્શથી રેણુનું સ્થગન સંભવે છે. તેથી જ શ્લક્ષણ રેણુ પુદ્ગલો અને સ્થૂળતમ પુદ્ગલોના વિનાશ કરનારા અતિમનોહર, સુરભિ ગંધોદકને વરસાવે છે. હવે પ્રસ્તુત સૂત્ર કહે છે – તે યોજન પરિમંડલ ક્ષેત્રને નિહતરજ કરે છે. નિહત - ફરી ઉત્થાનના અભાવે મંદ કરાયેલ રજ જેમાં છે તે, હવે તે ક્ષણ માત્રના ઉત્થાનના અભાવથી પણ સંભવે છે, તેથી કહે છે – નષ્ટજ અર્થાત્ સર્વથા અદૃશ્યભૂત રજ જ્યાં છે તે, ભ્રષ્ટ-વાયુથી ઉડીને યોજન માત્રથી દૂરથી ક્ષિપ્ત રજ જેમાં છે તે. તેથી જ પ્રશાંત-સર્વથા રજનો અભાવ હોવો, આની જ આત્યંતિકના જણાવવા કહે છે - ઉપશાંત રજ જેમાં છે તે. તેમ કરીને જલ્દીથી ગંધોદકની વર્ષાથી અટકી જાય છે. હવે તેમનું ત્રીજું કર્તવ્ય કહે છે – એ પ્રમાણે ગંધોદક વર્ષા અનુસાર ફૂલના વાદળો વિકુર્વે છે - પુષ્પ વર્ષા વરસાવે છે. અહીં સૂત્ર આ પ્રમાણે સમજવું - ત્રીજી વખત વૈક્રિય સમુદ્ઘાત કરે છે. કરીને પુષ્પ વાદળ વિકુર્વે છે. જેમ કોઈ માલાકારપુત્ર હોય યાવત્ શિલ્પ પ્રાપ્ત હોય, એક મોટું પુષ્પ છજ્જિત, પુષ્પ પડલ, પુષ્પગંગેરી લઈને રાજાનું આંગણ યાવત્ ચોતરફ, - x - પુષ્પ પુંજોપચારયુક્ત કરે છે. એ રીતે જ ઉર્ધ્વલોકવાસી યાવત્ પુષ્પના વાદળ વિકુર્તીને જલ્દીથી ગર્જન કરે છે યાવત્ યોજન પરિમંડલને જલજ, સ્થલ જ, ભાવર, પ્રભૂત, પંચવર્ષી પુષ્પોને જાનોત્સેધ પ્રમાણ માત્ર વરસાવે છે. ઉક્ત સૂત્રનો વ્યાખ્યા સાર – સંવર્તક વાયુ વિકુર્વવાને બીજી વખત વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થઈને પછી આ પુષ્પના વાદળ વિપુર્વવા માટે ત્રીજી વખત સમવહત થઈને પુષ્પ વાદળ વિકુર્વે છે. જેમ કોઈ માળીનો પુત્ર આ પ્રસ્તુત કાર્ય ઉત્પન્ન થતાં યાવત્ નિપુલ શિલ્પ પ્રાપ્ત, એક મોટી પુષ્પોથી ભરેલી છાધિકા, પુષ્પ પટલ - પુષ્પાધારેના ભાજન વિશેષ કે પુષ્પ અંગેરી. જેમ રતિકલહમાં જે પરાંગમુખીને સન્મુખી કરવાને વાળથી પકડીને ખેંચે, પછી હાથમાંથી છોડતાં પડતી એવીને રોકતા પંચવર્તી પુષ્પનો ઢગલો થાય, તેમ ઉર્ધ્વલોકમાં વસતી આઠે દિશાકુમારી મહત્તરા પુષ્પના વાદળ વિર્દીને યોજન પરિમંડલમાં યાવત્ પંચવર્ણી કુસુમની વર્ષા વરસાવે છે - તે પુછ્યો કેવા છે ? જલજ-પાદિ સ્થલજ - વિચકિલાદિ, ભાસ્વર-દીપતા, પ્રભૂત-અતિ પ્રચૂર, - ૨૬ જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ x - અધોભાગવર્તી રહેલા, - ૪ - વર્ષા કેવી છે ? જાનૂ સુધી ઉંચા પ્રમાણમાં અર્થાત્ ૩૨-ગુલ લક્ષણ, તેના સર્દેશ માત્રા જેની છે તે. બત્રીશ આંગળ આ પ્રમાણે પગના ચાર, જંઘાના ૨૪, જાનુના-૪, એ પ્રમાણે સામુદ્રિકમાં ચરણાદિનું માન કહેલ છે. તે પ્રમાણે વરસાવીને. - ૪ - અહીં ચાવત્ શબ્દ અવધિવાયી છે. સુરવરના અભિગમનને યોગ્ય થાય ત્યાં સુધી. - X - એ પ્રમાણે કરીને ભગવન્ તીર્થંકર અને તીર્થંકરની માતા છે ત્યાં આવે છે, આવીને તેમની કંઈક સમીપે ગાન કરતા, પરિગાન કરતા ત્યાં રહે છે – હવે ટુચકવાસી દિક્કુમારીની વક્તવ્યતામાં પહેલાં પૂર્વાકના આઠ સ્થાનોને કહે છે– • સૂત્ર-૨૧૮ થી ૨૨૬ - [૨૧૮] તે કાળે, તે રામયે પૂર્વી ચકમાં તરાનારી આઠ દિશાકુમારી મહત્તરિકા પોત-પોતાના કૂટોમાં પૂર્વવત્ યાવત્ વિચરતી હતી. તે આ પ્રમાણે – [૨૯] નંદોતરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. [૨૦] બાકી પૂર્વવત્ થાવત્ તમારે ભય રાખવો નહીં. એમ કહી ભગવંત તીર્થંકર અને તીર્થંકર માતાની પૂર્વે હાથમાં દર્પણ લઈને આગાન કરતી, પરિગાન કરતી રહે છે. તે કાળે, તે સમયે દક્ષિણરૂકમાં વસનારી આઠ દિશા - કુમારી મહત્તરાઓ પૂર્વવત્ યાવત્ વિચરે છે, તે આ રીતે – [૨૨૧] સમાહાર, સુપતિજ્ઞા, સુબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા. [૨૨] બાકી વર્ણન પૂર્વવત્ યાવત્ તમારે ભય રાખવો નહીં, એમ કહીને ભગવંત તીર્થંકર તથા તીર્થંકરની માતાની દક્ષિણે હાથમાં શૃંગાર લઈને આગાન પરિંગાન કરતી રહી. તે કાળે, તે સમયે પશ્ચિમી રુચકમાં વસનારી આઠ દિશાકુમારી મહત્તકિાઓ પોત-પોતાના ભવનાદિમાં યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – [૨૩] ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા. [૨૨૪] વર્ણન પૂર્વવત્ યાવત્ તમારે ભય રાખવો નહીં, એમ કહીને ચાવત્ ભગવંત તીર્થંકર અને તીર્થંકર માતાની પશ્ચિમે તાલવૃત્ત-વીંઝણા હાથમાં લઈને આગાન-પરિંગાન કરતી રહે છે. તે કાળે, તે સમયે ઉત્તરના રુચકમાં વસનારી યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે [૨૨૫] અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી, અને આઠમી ડ્રી. [૨૨] વર્ણન પૂર્વવત્ યાવત્ તીર્થંકર અને તીર્થંકર માતાને વાંદીને
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy