SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૭૧ થી ૧૭૩ ૧૭૫ જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં સુકચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, કચ્છ વિજયની જેમ સુકચ્છ વિજય કહેવી. વિશેષ એ કે ક્ષેમપુરા રાજધાની, સુકચ્છ નામે રાજા થશે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ગાથાપતિકુંડ કયા કહેલ છે ? ગૌતમ ! સુકચ્છ વિજયની પૂર્વે, મહાકચ્છ વિજયની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબે, અહીં જબુદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ગાથાપતિ કુંડ કહેલ છે. જેમ રોહિતĒશકુંડ કહ્યો તેમજ યાવત્ ગાથાપતિદ્વીપમાં ભવન, તે ગાથાપતિકુંડના દક્ષિણ દ્વારથી ગાથાપતિનદી નીકળીને મુકચ્ચ અને મહાક વિજયને બે ભાગમાં વિભક્ત કરતી-કરતી ૨૮૦૦૦ નદીઓ સહિત દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશે છે. ગાથાપતિ મહાનદી પ્રવાહે અને મુખમાં સર્વત્ર સમાન છે. તે ૧૨૫ યોજન પહોળી, અઢી યોજન ઊંડી, બંને પાર્શ્વમાં બે પડાવવૈદિકા, બે વનખંડોથી સાવતુ બંનેનું વર્ણન કરવું. ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં મહાકચ્છ નામે વિજય ાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત વઘર પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, પદ્મકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ગાથાપતિ મહાનદીની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં મહાકચ્છ નામે વિજય કહેલ છે. બાકી કચ્છવિજયમાં કહ્યા મુજબ વત્ મહાકચ્છમાં કહેવું. અહીં મહાકચ્છ મહકિ દેવ અને અર્થ કહેવો. ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં પશ્નકૂટ વક્ષસ્કારપર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! નીલવંતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, મહાકચ્છની પૂર્વે, કચ્છાવતીની પશ્ચિમે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં પશ્નકૂટ નામે વક્ષસ્કાર કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. બાકી ચિતકૂટની જેમ જાણવું યાવત્ બેસે છે. પશ્નકૂટમાં ચાર ફૂો કહેલા છે, સિદ્ધાયતનકૂટ. પશ્નકૂટ, મહાપદ્મકૂટ, કચ્છાવતીકૂટ એ પ્રમાણે સાવત્ અર્થ. અહીં પશ્નકૂટ નામે મહર્જિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી કહ્યું. ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં કચ્છગાવતી નામે વિજય ક્યાં કહી છે ? ગૌતમ! નીલવંતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, હાવતી મહાનદીની પશ્ચિમે, પશ્નકૂટની પૂર્વે અહીં મહાવિદેહોત્રમાં કચ્છગાવની નામે વિજય કહી છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી છે. બાકી કચ્છ વિજય મુજબ જાણવું યાવત્ કચ્છગ્ગાવતી નામે અહીં દેવ છે. ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં દ્વહાવતી કુંડ નામે કુંડ ક્યાં કહેલ છે ? ગૌતમ ! આવર્ત વિજયની પશ્ચિમે, કચ્છગાવતી વિજયની પૂર્વે, નીલવંતના દક્ષિણી નિતંબે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં દ્વહાવતી નામે કુંડ કહેલ છે. બાકી ગાથાપતિકુંડવત્ યાવત્ અર્થ જાણવું. તે દ્રહાવતી કુંડના દક્ષિણદ્વારથી દ્રહાવતી મહાનદી નીકળતી કચ્છવતી અને આવર્ત વિજયને બે ભાગમાં વિભક્ત કરતી. કરતી દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશ છે, બાકી ગાથાપતિ મુજબ જાણવું. ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં આવત્ત નામે વિજય ાં કહી છે ? ગૌતમ ! ૧૭૬ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, નલિનકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, દ્રહાવતી મહાનદીની પૂર્વે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત નામે વિજય કહેલ છે. બાકી કચ્છ વિજયવત્ જાણવું. ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં નલિનકૂટ વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, મંગલાવતી વિજયની પશ્ચિમે, આવર્તવિજયની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં નલિનકૂટ નામે વક્ષસ્કારપર્વત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. બાકી ચિત્રકૂટની જેમ યાવર્તી ભેરે છે, સુધી કહેવું. ભગવન્ ! નલિનકૂટમાં કેટલા ફૂટો કહેલા છે ? ગૌતમ ! ચાર ફૂટો કહેલા છે, તે આ રીતે – સિદ્ધાયતન ફૂટ, નલિનકૂટ, આવકૂટ, મંગલાવકૂટ આ ફૂટો ૫૦૦ યોજન ઉંચા છે, રાજધાનીઓ ઉત્તરમાં છે. ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવઈ નામે વિજય ક્યાં કહી છે ? ગૌતમ! નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, નલિનકૂટની પૂર્વે, પંકાવતીની પશ્ચિમે અહીં મંગલાવર્ત નામે વિજય કહેલ છે. કચ્છ વિજયવત્ આ પણ કહેવું યાવત્ મંગલાવઈ નામે દેવ અહીં વસે છે, તેથી કહે છે. ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં પંકાવતીકુંડ નામે કુંડ ક્યાં કહેલ છે ? ગૌતમ ! મંગલાવર્તની પૂર્વે, પુષ્કલ વિજયની પશ્ચિમે, નીલવંતના દક્ષિણી નિતંબે અહીં પંકાવતી યાવત્ કુંડ કહેલ છે. તે ગાથાપતિકુંડના પ્રમાણવત્ જાણવું યાવત્ મંગલાવર્ત અને પુકલાવર્ત વિજયને બે ભાગમાં વિભક્ત કરવી-કરતી બાકી પૂર્વવત્ ગાથાપતિકુંડ મુજબ જાણવું. ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં પુકલાવર્ત નામે વિજય ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, પંકાવતીની પૂર્વે એક શૈલ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે અહીં પુકલાવત્ત નામે વિજય કહેલ છે. કચ્છવિજયની માફક તે કહેવી યાવત્ પુણ્ડલ નામે મહર્જિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ અહીં વસે છે. તેથી આ નામ છે. ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં એક શૈલ નામક વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે? ગૌતમ! પુકલાવર્ત ચક્રવર્તી વિજયની પૂર્વે, પુલાવતી ચક્રવર્તી વિજયની પશ્ચિમે, નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, અહીં એકીલ નામે વાસ્કાર પર્વત કહેલ છે. ચિત્રકૂટ સમાન જાણવું યાવત્ દેવો ત્યાં બેસે છે ચાર ફૂટો છે, તે આ રીતે – સિદ્ધાયતનકૂટ, એકીલ ફૂટ, પુકલાવકૂટ, પુકલાવતી ફૂટ. કૂટો પૂર્વવત્ ૫૦૦ યોજન ઉંચા છે યાવતુ ત્યાં એકીલ નામે મહદ્ધિક દેવ છે. ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં પુકલાવતી નામે ચક્રવર્તી વિજય યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, ઉત્તરીય સીતામુખવનની પશ્ચિમે, એકીલ વક્ષસ્કાર પર્વતની પૂર્વે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામે વિજય કહેલી છે. તે ઉત્તરદક્ષિણ લાંબી છે, એ પ્રમાણે કચ્છવિજયવત્ કહેવું યાવત્ પુલાવતી દેવ અહીં વસે છે
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy