SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૫૧ થી ૧૬૨ ૧૬૩ દશોન કોશ ઉર્ધ્વ ઉંચુ છે, સપરિવાર સિંહાસન વર્ણન કરવું. એ પ્રમાણે બાકીની વિદિશામાં [પુષ્કરિણી છે, તેની ગાથા–] [૧૫૫,૧૫૬] પડ, પાપભા, કુમુદા, કુમુદપભા, ઉત્પલગુલ્યા, નલિના, ઉત્પલા, ઉત્પલોવલા... ભૂંગા, ભૃગપ્રભા, અંજના, કજ્જલપ્રભા, શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદા, શ્રીનીલયા. [૧૫] જંબૂની પૂર્વ ભવનની ઉત્તરમાં-ઈશાનમાં પ્રાસાદાવાંસક, દક્ષિણમાં એક ફૂટ કહેલ છે, તે આઠ યોજન ઉર્ધ્વ ઉંચા, બે યોજન ભૂમિમાં, મૂલમાં આઠ યોજન લાંબા-પહોળા, બહુ મધ્યદેશ ભાગમાં છ યોજન, ઉપર ચાર યોજન લાંબા-પહોળા છે. [૧૫૮,૧૫૯] તેના શિખરની પરિધિ મૂલે-મો-ઉપર ક્રમશઃ સાધિક પચીશ, અઢાર, બાર યોજન છે તે મૂલમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર પાતળી છે, સર્વ કનકમય, સ્વચ્છ છે. વેદિકા-વનખંડનું વર્ણન કરવું. એ પ્રાણે બાકીના કૂટો પણ છે. જંબૂના બાર નામો આ છે - [૧૬૦,૧૬૧] સુદર્શના, અમોઘા, સુપબુદ્ધા, યશોધરા, વિદેહજંબુ, સોમનસા, નિયતા, નિત્યમંડિતા, સુભદ્રા, વિશાળા, સુજાતા, સુમના. [૬૨] જંબૂ ઉપર આઠ આઠ મંગલો છે... ભગવન્ ! જંબૂસુદર્શના એવું નામ કેમ છે ? ગૌતમ ! જંબૂ-સુદર્શનામાં અનાદત નામે જંબૂઢીયાધિપતિ વસે છે, તે મહર્ષિક છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકોનું ચાવત્ હજારો આત્મરક્ષક દેવોનું, જંબુદ્વીપ દ્વીપની જંબૂ-સુદર્શનાનું, અનાદતા નામે રાજધાનીનું બીજા પણ ઘણાં દેવો-દેવીઓનું આધિપત્યાદિ કરતાં વિચરે છે. તેથી તે ગૌતમ ! એમ કહ્યું. અથવા હે ગૌતમ ! જંબૂસુદર્શના યાવત્ હશે જ, ધ્રુવ-નિયત-શાશ્ર્વતાવત્ વસ્થિત છે. ભગવન્ ! નાત દેવની અનાદતા નામે રાજધાની ક્યાં કહી છે? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે જે કંઈ પૂર્વ વર્ણિત યમિકા પ્રમાણ છે, તે જાણવું યાવત્ ઉપપાત, અભિષેક સંપૂર્ણ કહેવો. • વિવેચન-૧૫૧ થી ૧૬૨ : ભદંત ! ઉત્તકુમાં જંબૂપીઠ ક્યાં કહી છે ? - X - નીલવંત પર્વતની દક્ષિણે, મેરુ પર્વતની ઉત્તરે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે - સીતા મહાનદીના પૂર્વકૂલે - ઉત્તરકુરુના પૂર્વાદ્ધમાં, તેમાં પણ મધ્ય ભાગમાં અહીં ઉત્તકુરુમાં જંબૂપીઠ નામે પીઠ કહેલી છે. ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. - x - સબ્વેતુ - સર્વથી ચરમ અંતમાં, મધ્યમાં ૨૫૦ યોજન ઉલ્લંઘતા. બે કોશ જાડાઈથી, સંપૂર્ણ જાંબૂનદમય, સ્વચ્છ ઈત્યાદિ. અનંતરોક્ત જંબૂપીઠ એક પાવર્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી સંપવૃિત્ત છે. બંને પણ વેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવત્. તે જઘન્યથી પણ ચરમાંતે બે કોશ ઉચ્ચ છે, સુખે ચડ-ઉતર કેમ થાય ? તે કહે છે – જંબૂપીઠની ચારે દિશામાં - ૪ - ચાર ત્રિસોપાન પ્રતિરૂપક છે. આ ત્રણે મળીને બે કોશ ઉચ્ચ થાય છે. એક કોશ વિસ્તીર્ણ છે. તેથી જ પ્રાંત બે કોશના બાહત્યથી પીઠથી ચડતા ૧૬૪ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ઉતરતા સુખાવહ છે, દ્વારભૂત વર્ણન તોરણ સુધી કહેવું. - x - તે મણિપીઠિકાની ઉપર અહીં જંબૂ-સુદર્શના નામે કહેલ છે આઠ યોજન ઉર્ધ્વ-ઉંચા, અર્ધયોજન ભૂમિમાં છે. હવે આ જ ઉચ્ચત્વના આઠ યોજનના વિભાગથી બે સૂત્રો વડે દર્શાવે છે - તે જંબૂના કંદથી ઉપરની શાખા પ્રભવ પર્યન્ત અવયવ બે યોજન ઉર્ધ્વ-ઉચ્ચ, અર્ધયોજન જાડી, તેની શાખા-પર્યાય નામ વિડિમા, મધ્ય ભાગથી નીકળી ઉર્ધ્વગત શાખા છ યોજન ઉર્ધ્વ-ઉરચ થાય. બહુમધ્યદેશ ભાગમાં પ્રકરણથી જંબૂ લેવું. આઠ યોજન લાંબા-પહોળાથી, તે જ આ સ્કંધના ઉપરના ભાગથી ચારે દિશામાં પ્રત્યેકમાં એકૈક શાખા નીકળે છે, તે ક્રોશન્ટૂન ચાર યોજન છે. તેથી પૂર્વાપર શાખાના ધૈર્ય સ્કંધ બાહસ્ય સંબંધી અર્ધયોજન ઉમેરતા આ સંખ્યા આવે. અહીં બહુમધ્ય દેશ ભાગ વ્યવહાકિ લેવો. - ૪ - અન્યથા વિડિમામાં બે યોજન જતાં નિશ્ચયપ્રાપ્ત મધ્યભાગના ગ્રહણમાં પૂર્વાપર બે શાખાના વિસ્તાનો ગ્રહણ સંભવે છે, કેમકે વિષમ શ્રેણીત્વ છે. અથવા બહુ મધ્યદેશ ભાગ શાખા લેવી. કંદાદિના પરિમાણ મીલનથી સાતિરેક આઠ યોજન આવશે. હવે તેનું વર્ણન કહે છે— તે જંબૂનું આવા સ્વરૂપે વર્ણન છે – તેનું મૂલ વજ્રમય છે, રજતમચી સુપ્રતિષ્ઠિત વિડિમા-બહુમધ્યદેશ ભાગે ઉર્ધ્વ નીકળેલ શાખા છે યાવત્ પદથી ચૈત્યવૃક્ષનું વર્ણન સંપૂર્ણ કહેવું. ક્યાં સુધી ? મનને અધિક સુખકારી, પ્રાસાદીય, દર્શનીય આદિ. હવે તેની શાખાઓ કહે છે – જંબૂ-સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખા કહી છે, તે શાખાના બહુ મધ્યદેશભાગમાં ઉપરની વિડિમા શાખામાં તે અધ્યાહાર છે. બાકી સુલભ છે. વૈતાઢ્યના સિદ્ધકૂટમાં સિદ્ધાયતન પ્રકરણથી જાણવું. હવે પૂર્વ શાખા આદિમાં જ્યાં જે છે, ત્યાં તે કહે છે – તે ચાર શાખામાં જે પૂર્વની શાખા છે, ત્યાં ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, સિદ્ધાયતન સમાન છે. અર્ધકોશ વિખંભ, દેશોન ક્રોશ ઉચ્ચત્વથી છે. પ્રમાણ અને દ્વારાદિ વર્ણન કહેવું. વિશેષ - અહીં શયનીય કહેવું. બાકી દક્ષિણ આદિની શાખામાં પ્રત્યેકમાં એક-એક એમ ત્રણ પ્રાસાદાવતંસકો, સપરિવાર સીંહાસન જાણવા, તેનું પ્રમાણ ભવનવત્ છે. ત્યાં ખેદને દૂર કરવા ભવનોમાં શયનીય, પ્રાસાદમાં આસ્થાનસભા છે. [શંકા] ભવનોની વિષમ લંબાઈ-પહોળાઈ, કેમકે પદ્મદ્રહાદિ મૂલ પદ્મભવનાદિમાં તેમ કહેલ છે. પ્રાસાદની સમ લંબાઈ-પહોળાઇ, દીર્ધ વૈતાઢ્ય કૂટ, વૃત્તવૈતાઢ્ય, વિજયાદિ રાજધાની, બીજા પણ વિમાનાદિ અને પ્રાસાદમાં સમ ચતુરાત્વથી સમ લંબાઈ-પહોળાઈ સિદ્ધાંત સિદ્ધ છે, તો અહીં પ્રાસાદોના ભવનની તુલ્ય પ્રમાણતા કઈ રીતે ઘટે? [સમાધાન] તે પ્રાસાદો કોશ સમ ઉંચા, અર્ધકોશ વિસ્તીર્ણ છે તેમ ક્ષેત્રવિચારમાં પણ કહ્યું છે, - x - જંબુદ્વીપ સમાસ પ્રકરણાદિમાં પણ આવી સાક્ષી છે. " x - x - x - અહીં જે મતભેદ જોવા મળે છે, તેનો ગંભીર આશય અમે જાણતાં નથી. - • હવે પદ્મવવેદિકાદિનું સ્વરૂપ જંબૂ બાર પાવરવેદિકા વડે - પ્રાકાર વિશેષ રૂપથી ચોતરફથી પવૃિત્ત છે. વેદિકાનું વર્ણન પૂર્વવત્. આની મૂલ જંબૂને પશ્ર્વિરીને સ્થિત જાણવું. જે પીઠની
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy