SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧૨૧ EE ત્યારપછી ભરત રાજા અક્રમભક્ત પરિપૂર્ણ થતાં પૌષધશાળાથી નીકળે છે. નીકળીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને પૂર્વવત્ યાવત્ અંજનગિસ્કિટ સશ હસ્તિરત્ન ઉપર તે નરપતિ આરૂઢ થયો તે બધું પૂર્વવત્. નવ મહાનિધિ, ચાર સોનાએ પ્રવેશ ન કર્યો, બાકી તે જ લાવો યાવત્ નિર્દોષ નાદિત વડે વિનીતાની રાજધાનીની વચ્ચોવચ્ચ જ્યાં પોતાનું ઘર છે, જ્યાં શ્રેષ્ઠ ભવનના વાંસકનું પ્રતિદ્વાર છે, ત્યાં જવા નીકળ્યો. ત્યારે તે ભરતરાજા વિનીતા રાજધાનીની મધ્યે પ્રવેશતા કેટલાંક દેવો વિનીતા રાજધાનીને અંદર-બહારથી સીંચે છે, સંમાર્જિત અને ઉપલિપ્ત કરે છે. કેટલાંક પંચાતિમંચ કરે છે, એ પ્રમાણે બાકીના પદોમાં જાણવું. કેટલાંક વિવિધ રંગી વસ્ત્રોની ઉંચી ધ્વજા, પતાકા મંડિત ભૂમિ કરે છે. કેટલાંક લીંપણ-ગુંપણ કરે છે. કેટલાંક યાવત્ ગંધવર્ણીભૂત કરે છે. કેટલાંક હિરણ્યની દૃષ્ટિ કરે છે, કેટલાંક સુવર્ણ-ન-વજ-આભરણની વર્ષા કરે છે. ત્યારે તે ભરતરાજા વિનીતા રાજધાનીની ઠીક મધ્યમાં પ્રવેશ કરતો શ્રૃંગાટક યાવત્ મહાપથોમાં ઘણાં ધનના-કામના-ભોગના-લાભના અર્લી, ઋદ્ધિના અભિલાષી, કિલ્બિષિક, કારોટિક, કરબાધિત, શાંખિક, સાક્રિક, નાંગલિક, મુખમાંગલિક, ગુમાનવ, વમાનક, લેખ, મંખ આદિ, તેવી ઉદાર, ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણમ, શિવ, ધન્ય, મંગલ, સશ્રીક, હૃદયંગમ, હૃદય પ્રહ્લાદનીય, વાણીથી અનવરત, અભિનંદતા, અભિવિતા એમ બોલે છે - હે નંદ ! તમારો જય થાો, હે ભદ્ર તમારો જય થાઓ, ભદ્ર ! ન જીતેલાને જીતો, જીતેલાનું પાલન કરો, જિતેલા મધ્યે વસો, દેવોમાં ઈન્દ્ર-તારામાં ચંદ્રઅસુરોમાં ચમક-નાગોમાં ધરણની માફક ઘણાં લાખો પૂર્વે, ઘણાં પૂર્વકોટિ, ઘણાં પૂર્વ કોડાકોડી વિનીતા રાજધાનીમાં જે લઘુહિમવંત-પર્વત અને સાગરની મર્યાદામાં સંપૂર્ણ ભરતક્ષેત્ર છે, તેના ગામ, આકર, નગર, ખેડ, કટ, મડંબ, દ્રોણમુખ, પલ, આશ્રમ, સંનિવેશોમાં સભ્યપણે પ્રજાના પાલન વડે યશ અર્જિત કરીને, તે બધાનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, આદિ કરતા વિચરો, એમ કહીને જય-જ્ય શબ્દ કરે છે. ત્યારે તે ભરતરાજા હજારો નયનમાલા વડે જોવાતો, હજારો વચનમાળા વડે અભિવાતો, હજારો હૃદયમાળા વડે અભિનંદાતો, હજારો મનોરથમાળા વડે ઈચ્છિત કરાતો હતો. હજારો નર-નારીઓ વડે તેના કાંતિ-રૂપ-સૌભાગ્યગુણો વડે અભિલાષા કરાતો, હજારો અંગુલીમાળા વડે દેખાડાતો, જમણા હાથ વડે ઘણાં નર-નારીની અંજલિમાલાને સ્વીકારતો, હજાર ભવનપર્કને ઓળંગતો, તંત્રી-તાલપ્રુતિ-ગીત-વાજિંગના રવ વડે મધુ-મનહર-મંજુમંજુ ધોરા વડે તન્મય થતો-થતો, જ્યાં પોતાનું ગૃહ, પોતાના ભવનના અવતંરાકનું દ્વાર છે, ત્યાં આવે છે. આવીને આભિષેક્સ હસ્તિનને ઉભો રાખે છે, રાખીને નીચે ઉતરે છે. પછી ભરતે ૧૬,૦૦૦ દેવોનું, ૩૨,૦૦૦ રાજાનું, સેનાપતિ-ગાથાપતિ-વર્લ્ડકી જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ પુરોહિત રત્નોનું, ૩૬૦ રસોઈયાનું, ૧૮ શ્રેણી-પ્રશ્રેણીનું તથા બીજા પણ ઘણાં રાજા, ઈશ્વરાદિના સત્કાર અને સન્માન કર્યા, કરીને વિદાય આપી. સ્ત્રીરત્ન, ૩૨,૦૦૦ ઋતુકલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ત્રીશદ્ધ ૩૨,૦૦૦ નાટકોની સાથે પરિવરી શ્રેષ્ઠ ભવનાવતસકે ગયો, જેમ કુબેર દેવરાજ કૈલાસ પર્વતના શિખરે પોતાના ઉત્તમ પ્રાસાદમાં ગયો. ૧૦૦ ત્યારપછી તે ભરત રાજા મિત્ર, જ્ઞાતિ, નિજક, વજન, સંબંધી, પરિજનના સમાચાર પૂછ્યા. પૂછીને જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને યાવત્ સ્નાનગૃહથી નીકળે છે, નીકળીને ભોજન મંડપમાં આવે છે, આવીને ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેઠો, અક્રમભક્તનું પારણું કર્યું, કરીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં જઈ, ફૂટ થતાં મૃગાદિથી, બીશ બદ્ધ નાટકોથી ઉપલાલિત્ય કરાતો, ઉપનર્તિત કરાતો, ગીત-ગાન કરાતો મહાન્ યાવત્ ભોગ ભોગવતો વિચરે છે. • વિવેચન-૧૨૧ : પછી તે ભરત રાજા રાજ્ય પામીને, શત્રુ જીતીને, ઉત્પન્ન સમસ્ત રત્ન, જેમાં ચક્રરત્ન પ્રધાન છે, નવનિધિપતિ, સંપન્ન ભાંડાગાર, ૩૨,૦૦૦ શ્રેષ્ઠ રાજા દ્વારા અનુગમન કરાતા, ૬૦,૦૦૦ વર્ષે પરિપૂર્ણ ભરતક્ષેત્રને સાધીને કૌટુંબિક પુરુષોને બોલાવરે છે. બોલાવીને કહ્યું – જલ્દી આભિષેક્સ હસ્તિ સ્નાદિ સેના પૂર્વવત્. સ્નાનવિધિ, ભૂષણવિધિ, સૈન્ય ઉપસ્થિત આદિ કહેવા. અંજનગિરિ સમાન હાથી ઉપર રાજા બેઠો. નરપતિ ચાલ્યો ત્યારે કોણ આગળ, કોણ પાછળ, કોણ પડખે ચાલ્યુ, તે કહે છે - ૪ - આઠ મંગલો આગળ યથાક્રમે ચાલ્યા. સ્વસ્તિકાદિ પૂર્વોક્ત મંગલ લેવા, એકાધિકાર પ્રતિબદ્ધત્વથી અખંડ અધિકાર સૂત્રનું લખવું યુક્તિયુક્ત છે, તો પણ સૂત્ર મોટું હોવાથી વૃત્તિ વાચકોને સંમોહન કરે તે માટે પ્રત્યેક આલાવાની વૃત્તિ લખીએ છીએ – પછી પૂર્ણજળથી ભરેલ કળશ, શૃંગાર. આને જળ પૂર્ણત્વથી મૂર્તિમત્ જાણવા. તેથી આલેખ્ય અષ્ટમંગલના કળશથી આ કળશ જુદો છે. દિવ્ય-પ્રધાન, છત્રવિશિષ્ટ પતાકા, ચામર સહિત દર્શનમાં-જનારના દૃષ્ટિ પથમાં રચિત માંગલ્યત્વથી, બહાર પ્રસ્થાન ભાવિ શકુનને અનુકૂળ જોઈને દર્શનીય, વાયુથી ઉડતી વિજય સૂચક વૈજયંતી-પડખેથી બે નાની પતાકા યુક્ત પતાકા વિશેષ, ઉંચી, આકાશતલને સ્પર્શતી, તે ઘણી ઉંચી હોવાથી કલશાદિ પદાર્થોની પૂર્વે અનુક્રમે ચાલી. પછી વૈડૂર્યમય દીપતો વિમલદંડ જેમાં છે તે, લાંબી કોરંટવૃક્ષના પુષ્પોની માળાથી ઉપશોભિત, ચંદ્રમંડલ સમાન, ઉંચો કરેલ છત્ર અને મણિરત્નમય તથા પાદપીયુક્ત સિંહાસન જેમાં છે તે. સ્વકીય પાદરક્ષણ યુગ વડે સમાયુક્ત, ઘણાં પ્રતિકર્મ પુછનારા કર્મકર પુરુષો - પદાતિ સમૂહ, તે બધાં વડે ચોતરફથી વીંટાયેલ, આગળ યથા ક્રમે ચાલ્યા. પછી પૃથ્વી પરિણામરૂપ સાત એકેન્દ્રિયરત્નો ચાલ્યા. જેમકે ચક્રરત્ન - ૪ - તેના માર્ગદર્શકત્વથી બધાંની આગળ ચાલ્યું. - ૪ - ત્યારપછી નવ
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy