SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧૦૫ થી ૧૨૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ પ્રવેશે છે - x- ચકની ઉત્પત્તિ કાળે અને ભરતના વિજય પછી ચકીની સાથે પાતાલ માર્ગથી ભાગ્યવંત પુરષોતે જ પગની નીચે સ્થિત વિધિઓ છે. • x • વૈડૂર્યમય કમાડો હોય છે, સુવર્ણમય-વિવિધરનોથી પૂર્ણ, ચંદ્ર-સૂર્ય-ચકાકાર ચિહ્નોવાળી, અનુરૂપ અને અવિષમ દ્વારઘટના જેવી છે તે. નિધિના નામવાળા પોપમસ્થિતિક દેવ છે. આવાસ-આશ્રય. કેવા સ્વરૂપે છે? - x - તે નિધિને આધિપત્ય નિમિતે, મલ્યદાનાદિ રૂપથી ખરીદી કરવાથી પ્રાપ્ત થતી નથી. પરંતુ પૂર્વના સુચરિત-પુન્યના મહિમાથી જ મળે છે. આ નવ નિધિ પ્રભૂત ધન-રન સંચયમાં સમૃદ્ધ છે, તે છ ખંડાધિપતિ ચક્રવર્તીને વશમાં આવે છે. આના વડે વાસુદેવથી ચકવર્તીનું વિશેષણપણું કહ્યું. “નિધિ' વિષયમાં સ્થાનાંગ અને પ્રવચન સારોદ્ધારમાં ઘણાં પાઠાંતરો છે. - ૪ - નિધાન સિદ્ધ થયા પછી ભરતે જે કર્યું, તે કહે છે – તે સ્પષ્ટ છે. હવે - x • સૂત્ર પ્રાયઃ વ્યક્ત છે, પરંતુ ગંગા મહાનદીના પૂર્વીય નિકુટ પછી ઉત્તરનું પણ છે, તેથી બીજુ નિકુટ કહે છે. • x • ગંગાની પશ્ચિમે વહેતા સાગર વડે તથા ઉત્તર વૈતાદ્ય કૃત જે મર્યાદા-ક્ષેત્ર વિભાગ સહ વર્તે છે તે. હવે સુષેણે જે કર્યું, તે કહે છે - સ્વામીની આજ્ઞા પછી સુષેણ, તે નિકૂટને સાધે છે, આદિ. તે દક્ષિણના સિંધુ નિકુટવનું કહેવું, કયાં સુધી ? આજ્ઞાને પાછી સોંપે છે, વિદાય કરાયેલો ચાવતું ભોગોપભોગ ભોગવતો વિચરે છે. હવે અખંડ છ ખંડની સાધના પછી જે ચક્ર એ જે કર્યું, તે કહે છે – ગંગા દક્ષિણના નિકુટના વિજય પછી તે દિવ્ય ચકરત્નને અન્ય કોઈ દિને યુધગૃહથી નીકળે છે - X - આકાશમાં રહી, હજાર યક્ષથી પરિવૃત, દિવ્ય વાધના નિનાદથી પૂરિત એવા આકાશનું તલને, વિજય છાવણીની મધ્યભાગથી નીકળે છે. નૈઋત્ય વિદિશા પ્રતિ વિનીતા રાજધાનીને લક્ષ્ય કરીને સન્મુખ ચાલે છે. અર્થાત્ ખંડપ્રપાત ગુફાની છાવણીના નિવેશથી વિનીતા જવાને માટે નૈઋત્ય તરફ લઘુતા માર્ગ છે. ધે વિનીતા તસ્ક ચક ચાલતા ભરતે શું કર્યું ? ચકના ચાલ્યા પછી ભરત રાજા તે દિવ્ય ચકરાને જોઈને હર્ષિતાદિ થઈને કૈટુંબિક પુરુષોને બોલાવે છે – જલદીથી અભિષેક્ય હસ્તિરન અને સેનાને સજ્જ કરો, બધું કરીને આજ્ઞા પાછી સોપે છે. હવે દિગ્વિજય કાલાદિ કથન - • સબ-૧૨૧ - ત્યારપછી તે ભરત રાજાએ રાજ્ય અર્જિત કર્યું. શત્રુઓને જીત્યા. સમસ્ત રનો ઉત્પન્ન થયા જેમાં ચકરન મુખ્ય હતું. ભરતે નવનિધિ પતિ, સમૃદ્ધ કોશ, ૩૨,ooo રાજાણી આનુસરાતા, ૬૦,૦૦૦ વર્ષોમાં સમસ્ત ભરતક્ષોઝને જીત્યુ, જીતીને કૌટુંબિકપુરષોને બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપિયા જદીથી અભિષેક્ય હસ્તિનને સજાવો. હાથી-ઘોડારથ યુકત પૂર્વવત અંજનગિરિકૂટ સમાન ગજપતિ ઉપર નરપતિ આરૂઢ થયો. 2િ6/7] ત્યારે તે ભરતરાજ અભિષેક્ય હસ્તિરન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો આગળ અનુક્રમે ચાલ્યા, તે આ રીતે - સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ, ત્યારપછી કળશ, ભંગાર અને દિવ્ય છત્રપતાકા ચાવતું ચાલ્યા. ત્યારપછી વૈર્યપભાથી દીપતો દંડ યાવતુ યથાક્રમે ચાલ્યો. ત્યારપછી સાત એકેન્દ્રિય રનો આગળ અનુક્રમે ચાલ્યા, તે આ પ્રમાણે – ચકરા, છગરન, ચમરિન દંડરન, અસિરા, મણિરત્ન કાકરિન. - - - • - • ત્યારપછી આગળ નત મહાનિધિઓ અનુક્રમે ચાલી, તે આ રીતે - નૈસી, પાંડુક યાવતું શંખ ત્યારપછી ૧૬,ooo દેવો અનુક્રમે આગળ ચાલ્યા, ત્યારપછી ૨,ooo શ્રેષ્ઠ રાજ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી સેનાપતિરના આગળ ચાલ્યો. એ પ્રમાણે ગાથાપતિ, વધફી, પુરોહિત રન આગળ ચાલ્યા, ત્યારપછી રન આગળ ચાલી ત્યારપછી ૩૨,ooo wતુ કરિયામિકા અનુક્રમે આગળ ચાલી. ત્યારપછી ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા અનુક્રમે આગળ ચાલી. એ રીતે અનુક્રમે આગળ ચાલતા ચાલતા ત્યારપછી (ક્રમશઃ) 3૨,ooo નાટકો, ૩૬૦ રસોઈયા, ૧૮ શ્રેણી-કશ્રેણીજનો, ૮૪,ooo આત્મરક્ષકો, ૮૪,ooo હાથી, ૮૪, ooo ઘોડા, ૯૬ કરોડ મનુષ્યો, ઘણાં રાજા, ઈશ્વર, તલવર ચાવતું સાર્થવાહ વગેરે ઘણાં અસિગ્રાહ, લાઠીગાહ, કુંતગાહ, ચાપગ્રાહ, ચામરગ્રાહ, પાસગાહ, ફલકગ્રાહ, પરસુશાહ, પુસ્તકગ્રાહ, વીણાગ્રાહ, કૂર્યગ્રાહ, હડફગાહ, દીપિકાગાહ, પોત-પોતાના રૂપ-વેશ-ચિહ્ન-વસ્ત્રો ધારણ કરી ચાલ્યા. પછી ઘણાં દંડી, મુંડી, શિખંડી, જટી, પિછી, હાસ્ય-ખેડ-દર્ય-ચાટુ કારકો, કંદર્ષિકો, કૌત્યિકો, મૌખરીકો એ બધાં ગાતા, વાજતા, નાચતા, હસતા, રમતા, ખેલ કરતા, ગીતાદિ શીખવતા, સાંભળતા, બોલતા, અવાજ કરતા, શોભતા-શોભાવતા, ભરતને જોઈને જય-જય શબ્દ પ્રયોજdi અનુક્રમે આગળ ચાલ્યા. એ પ્રમાણે ઉવવાdયુગના અલાવા મુજબ ચાવતું તે રાજાની આગળઆગળ ઘણાં અશ્વો-અધાકો, બંને બાજુ હાથી-હાથીધારકો, પાછળ રથરસંગેલી અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારે તે ભરતાધિપ નરેન્દ્ર, જેનું વક્ષસ્થલ હારથી વ્યાપ્ત, યાવત દેવેન્દ્ર સદેશ હિતથી, વિખ્યાતકીર્તિ એવો ચક્રન ર્શિત માર્ગે અનેક હજારો શ્રેષ્ઠ રાજાથી અનુસરણ કરાતો યાવતુ સમુદ્રના રવની માફક અવાજ કરતો-કરતો સર્વ ઋહિદ્રથી, સર્વ તિથી યાવતુ નિઘોંષ નાદિત ર૩ વડે ગામ-અકર-નગરખેડકબૂટ-મબ ચાવતુ યોજના અંતરે વસતિમાં વસતો-વસતો જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યો. આવીને વિનીતા રાજધાનીની કંઈક સમીપે ભાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્ છાવણી નાંખી. ત્યારપછી વર્તકી રનને બોલાવે છે, બોલાવીને યાવતુ પૌષધશાળામાં પ્રવેશે છે, પ્રવેelીને વિનીતા રાજધાનીને ઉદ્દેશીને અક્રમ ભકત ગ્રહણ કરે છે, કરીને યાવતુ પતિ જાગૃત થઈ વિચરે છે.
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy