SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 3/ અનુકમ ઉપદ્રવ તો સર્વથા દૂર ન કરી શકાય તેવો જ છે. અન્યથા વીર ભગવંતે કુશિયે છોડેલ તેજોલેશ્યા સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ બંને સાધુને કઈ રીતે બાળી, શકી ? અવશ્યભાવિ ભાવો મહાનુભાવો વડે પણ દૂર કરવાનું શક્ય નથી. શુભકર - કલ્યાણકર, હિતકર-ગુણોને ઉપકારક. રાજ્ઞ-ચક્રવર્તીના હૃદયના ઈચ્છિત મનોરથપૂરક, કેમકે ગુફાના કબાટ ઉઘાડવાના કાર્યકરણમાં સમર્થ છે. હજાર દિવ્ય યક્ષ અધિઠિત છે. અહીં સેનાપતિનું સાત-આઠ પદ સકવું, તે દૃઢ પ્રહાર કે અધિક પ્રહાર કરવાને માટે છે. સફીને શું કર્યું? તમિસા ગુફાના દક્ષિણી દ્વારના કમાડ દંડરન વડે મોટા-મોટા શબ્દોથી ત્રણ વાર તાડિત કર્યા. જે રીતે મહા શબ્દ ઉત્પન્ન થાય તેવા પ્રકારે તાડન કરે છે. * * * * * * * પછી શું થયું? તાડન પછી તમિસા ગુફાના દક્ષિણી દ્વારના કમાડો સુષેણ સેનાપતિએ દંડ વડે તાડિત કર્યા પછી મોટા અવાજ સાથે ચરહાટ કરતાં • x - તે કમાડો પોતાના સ્થાનેથી - x • x • સરક્યા. તy vi ઈત્યાદિ... આ સૂત્ર આવશ્યક ચૂર્ણિમાં અને વર્ધમાન સૂરિકૃત આદિ ચારિત્રમાં દેખાતું નથી. તેમાં કમાડ ઉદ્ઘાટન જ અભિહિત છે - x • x• વિઘાટનાર્થે આ સૂત્ર ફરી કહેલ છે. કમાડો સરક્યા પછી સુષેણ સેનાપતિ તમિસા ગુફાના દક્ષિણી દ્વારના કમાડો ઉઘાડીને શું કરે છે? - x • x • દેવાનુપિયને પ્રિય નિવેદન કરીએ. • x • x • આપને તે પ્રિય થાઓ. - x • પછી ગજારૂઢ થયેલ રાજાએ જે કર્યું, તે કહે છે - • સૂત્ર-૩૮ : ત્યારપછી રાજ ભરતે મણિરત્નને સ્પર્શ કર્યો. તે મણિરન ચાર અંગુલ પ્રમાણ માત્ર, અનઈ, યસ, નીચે ધક્કોણ, અનોપમ ધુતિ, દિવ્ય, મણિરતનના સ્વામીવત, વૈડૂર્ય જાતિક, બધાં જીવોને કાંત હતું. જે મસ્તકે ઘરે તેને કોઈ દુ:ખ ન રહે, યાવત્ સર્વકાળ આરોગ્યપદ હતું. તીચિ-દેવ-માનુષ્ય ઉપસર્ગ સર્વે તેમને દુ:ખ કરતાં ન હતા. સંગ્રામમાં પણ તે મક્ષિને ધારણ કdf મનુણને અશરાવણ હતું. તેના પ્રભાવે ચૌવન સ્થિર રહેતું અને વાળ-નખ અવસ્થિત રહે છે. સર્વ ભય રહિત છે. તે મણિરત્ન ગ્રહણ કરીને તે નરપતિ હારિનના દક્ષિણ કુંભીએ બાંધે છે. પછી તે ભરતાધિપતિ નરેન્દ્રનું વક્ષસ્થળ હારોથી વ્યાપ્ત, સુશોભિત અને પ્રીતિકર હતું યાવત તે અમરપતિ સદેશ ઋદ્ધિવાળો અને પ્રથિત કીર્તિ લાગતો હતો. મણિરત્નકૃત ઉધોત તથા ચક્રને દેખાડેલ માર્ગે અનેક હજાર રાજા તેની પાછળ ચાલતા હતા. મહા ઉત્કૃષ્ટ સહનાદના બોલ અને કલકલ રવથી સમુદ્રના રવની જેમ ગર્જના કરતાં-કરતાં જ્યાં તમિગ્ર ગુફાનું દક્ષિણ દ્વાર હતું. ત્યાં આવે છે. આવીને તમિસ ગુફાના દક્ષિણી દ્વારે આવ્યો. મેઘાંધકારથી નીકળતા ચંદ્રની જેમ તે તમિત્ર ગુફામાં પ્રવેશ્યો. ત્યારપછી ભરત રાજા છતલયુક્ત, બાર ખૂણાવાળા, આઠ કર્ણિકા, જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ અધિકરણી સંસ્થિત, આઠ સૌવર્ણિક કાકણિરત્નને સ્પર્શે છે. તે ચાર આંગુલ પરિમિત, વિષનાશક, અનુપમ, ચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત, સમતલ, સમુચિત માનોન્માન યુક્ત હતું. સર્વજન પ્રજ્ઞાપક સંસૂચક હતું. જે ગુફાના અંદરના અંધકારને ચંદ્ર કે સૂર્ય નષ્ટ કરી શકતો ન હતો, અનિ કે બીજા મણિ જેને નિવારી શકતા ન હતા, તે આંધકાર કાકણી રસની નષ્ટ કરતું હતું. તેની દિવ્યપભા બાર યોજન સુધી વિસ્તૃત હતી. ચક્રવર્તીની સભ્ય છાવણીમાં સર્વકાળે શતમાં દિવસ જેવો પ્રકાશ કરવાનો તેનો પ્રભાવ હતો. બીજી ઈ ભરતને વિજય કરવાના હેતુથી, તેના પ્રકાશમાં રાજા ભરતે સૈન્ય સહિત તમિસા ગુફામાં પ્રવેશ કર્યો. રાજ ભરતે કાકણીરના હાથમાં લઈ તમિસા ગુફાની પૂર્વ અને પશ્ચિમ દિશાવતું ભીંતો ઉપર એક-એક યોજના અંતરે પo૦ ધનુષ પ્રમાણ વિસ્તીર્ણ, યોજન ક્ષેત્રને ઉધોતિત કરનાર, રથચકની પરિધિવતું ગોળ, ચંદ્રમંડલવત ભાસ્વર, ૪૯ મંડલ આલેખિત કર્યો. તે તમિસા ગુફા રાજી ભરત દ્વારા એક-એક યોજનને અંતરે આલિખિત એક યોજન સુધી ઉધોત કરનારા ૪૯ મંડલોથી શીઘ દિવસ સમાન પ્રકાશવાણી થઈ. • વિવેચન-૩૮ : પછી તે ભરત રાજા મણિરનને સ્પર્શે છે. મણિરત્ન કેવું છે? • x -દીર્ધતાથી ચાર અંગુલ પ્રમાણ મામાવાળું. – શબ્દથી બે અંગુલ પહોળું લેવું. અમૂલ્ય, તેનાથી કંઈપણ મૂલ્યવાનું નથી. ત્રણ ખૂણાવાળું, પકોટિક. લોકમાં પણ પ્રાયઃ પૈડૂર્યનું મૃદંગાકારત્વથી પ્રસિદ્ધપણે હોવાથી મધ્યમાં ઉન્નત્ત-વૃતત્વથી અંતરિતના સહજસિદ્ધ ઉભય અંતર્વત ત્રયસ છે. કહે છે કે - ષડસ એમ સિદ્ધ હોવા છતાં ગસ-ડા કેમ કહ્યું? બંને બાજુના અંતે નિરંતર છ કોટિપણાથી છ ખમા સંભવે છે. તેથી તેના વ્યવચ્છેદને માટે ગ્રસ છતાં પાસ કર્યું. અનુપમતિ દિવ્ય મણિરત્નોમાં સર્વોત્કૃષ્ટવથી પતિસમાન હતું બધાં ભૂતોને કામ્ય હતું. આ જ ગુણોને બીજી રીતે વર્ણવતા કહે છે - જે મસ્તકે ધારણ કરનારને કંઈ દુ:ખ થતું નથી, સર્વકાળે આરોગ્ય રહે છે. તિર્યંચાદિ કૃત- તે સંબંધથી તે બધાં ઉપસર્ગો તેને દુઃખ કરતાં નથી. સંગ્રામમાં પણ અલાવિરોધી યુદ્ધમાં પણ અશઅવધ્ય છે. - x •x - તે શઅવધ્ય થતો નથી. તે શ્રેષ્ઠ મણી ધરનાર મનુષ્ય વિનશ્વર ભાવ ચૌવન પ્રાપ્ત થાય છે. અર્થાત્ સ્થાયી યૌવન છે. તેના કેશ અને વાળ વધતાં નથી. સભયરહિત થાય છે - X - અહીં દેવ કે મનુષ્યના પક્ષથી થયેલ ભય જાણવો. * * * - હવે મણિરન ગ્રહણ કરીને રાજાએ જે કર્યું તે કહે છે – ભરત સજારો હસ્તિરના દક્ષિણના કુંભસ્થળમાં મણિરત્ન બાંધ્યું. પછી તે ભરતાધિપ નરેન્દ્રએ હાર ધારણ કર્યો ઈત્યાદિ વિશેષણ પૂર્વવતું. મણિરને કરેલ ઉધોતુ અને ચક્કરને દેખાડેલ માર્ગે ચાવત્ - x - તમિસા ગુફાના દક્ષિણી દ્વારે આવે છે. આવીને તેમાં
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy